સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ વચ્ચે થઈ ભાગીદારી, 5,000થી વધુ પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે લાભ

Spread the love

ભારતના પછાત વિસ્તારો સુધી પહોંચશેઅફોર્ડેબલ હાઉસિંગ લોન

મુંબઈ | ૨૬ મે, ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (BSE: 539017), જેઓ મુખ્યત્વે ઓછી રકમની હોમ લોનમાં નિષ્ણાત અને રિટેઇલ તરીકે કામ કરતી ફાઇનાન્સ કંપની છે. તેમણે વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ સાથે સહભાગીદારીની શરૂઆત કરી છે. વાસ્તુ એ ભારતની અગ્રણી અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એકકંપની છે. આ ભાગીદારીનો હેતુ  વિવિધ ભારતીય રાજ્યોમાં ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 5,000થી વધુ પહેલીવાર ઘર ખરીદનારાઓને મદદરૂપ થવાનો છે.

આ ભાગીદારીથી બંને સંસ્થાઓનું નબળા અને નીચી આવકવાળા વર્ગો (EWS અને LIG) માટે સરળ અને સસ્તું હોમ ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવવાનું વિઝન સ્પષ્ટ થશે. ખાસ કરીને એ લોકો માટે જેઓ પરંપરાગત નાણાકીય સિસ્ટમમાંથી દૂર રહ્યા છે.

આ કો-લેન્ડિંગ મોડેલ હેઠળ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડલોન ઓરિજીનેશન, અન્ડરરાઇટિંગ અને સર્વિસિંગ માટે જવાબદાર રહેશે.તે તમામ લાગુ પડતા નિયમો અનુસાર કાર્ય કરશે.. જ્યારે વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડમૂડી આપશે, કૉ-અન્ડરરાઇટિંગ કરશે અને મજબૂત ટેક્નોલોજી પ્લેટફોર્મ તથા રિસ્ક-શેરિંગ માળખું પણ પ્રદાન કરશે.આ અભિગમ બંને સંસ્થાઓને વધુ કાર્ય વિસ્તાર સાથે કામગીરી કરવાની તક આપશે અને સાથે જ જોખમની અસરકારક રીતે વ્યવસ્થા કરવાની ક્ષમતા પણ મજબૂત કરશે.

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (BSE: 539017) અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થયેલી કો-લેન્ડિંગ સહભાગીદારીના સંદર્ભમાં સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ડિરેક્ટર અને સીઈઓશ્રી કલ્પેશ દવે એ જણાવ્યું હતું કે ‘આ ભાગીદારી સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વિકાસની યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ છે. વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડએ અમારા પર મુકેલા વિશ્વાસનો અમે આદર કરીએ છીએ. તેમનો દાયકાનો અનુભવ અને સંસ્થાકીય ક્ષમતા અમારા માટે અમૂલ્ય સાબિત થશે તેવી આશા રાખીએ છીએ. આ સહયોગ અમારા મુલ્યોને મજબૂત બનાવશે અને ઓછી આવકવાળા પરિવારોને તેમના સપનાના ઘરને સાકાર કરવામાં મદદ કરશે.’

વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિ.ના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર શ્રી સુજય પાટીલે જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ છે કે, અમે સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે મળીને નાણાકીય સેવાઓનો વ્યાપ વધારીએ અને ટકાઉ અફોર્ડેબલ હાઉસિંગ ઈકોસિસ્ટમ વિકસાવવાનું કાર્ય પણ કરીએ. ટેક્નોલોજી અને રિસ્ક મેનેજમેન્ટ માળખાના સંયોજનથી અમે ભારતમાં અફોર્ડેબલ હાઉસિંગના લક્ષ્યને ઝડપીથી આગળ વધારીશું.”

ભારતમાં અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર હાલમાં તેજ ગતિએ વિકાસ પામી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં હાઉસિંગની અછતનો 95% હિસ્સો ઇકોનૉમિક વીકર સેકશન (EWS) અને લો ઇન્કમ ગ્રુપ (LIG)વર્ગોમાં છે. જ્યારેભારતના ગ્રામ્ય વિસ્તારમાં 4.37 કરોડ રહેઠાણોની ઘટ નોંધાઈ છે. સરકારી યોજના  હોવા છતાં, ઘણા લોકો પાસે યોગ્ય દસ્તાવેજો અને સક્ષમ આવક ના હોવાને કારણે  લોન મેળવવામાં અસમર્થ છે.

આ તંગી વચ્ચે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઅનેહાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનનીકંપનીઓ જેવી સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ મહત્વની ભૂમિકા ભજવે છે. જેની સરેરાશ લોન રકમ ₹8 થી ₹15 લાખ વચ્ચે હોય છે. જેનું ભારતમાં માર્કેટ 20-25%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે 2030 સુધીમાં ₹20 થી ₹25 ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.આવા સંજોગોમાં, સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડઅને વાસ્તુહાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડજેવી સંસ્થાઓ વચ્ચેનીભાગીદારી અનિવાર્ય બની જાય છે.જેથી લોન પોર્ટફોલિયો વધુ મજબૂત બને અને વધુમાં વધુટિઅર 2, ટિઅર 3 શહેરો તથા ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકાય.

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (Star હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ) વિશે:

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડએ BSEમાં લિસ્ટેડ એક રિટેઇલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે.જે ખાસ કરીને સસ્તા આવાસ ક્ષેત્ર એટલે કે અફોર્ડેબલ હાઉસિંગમાં કાર્યરત કંપની છે.કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે ઇકોનૉમિક વીકર સેકશન (EWS) અને લો ઇન્કમ ગ્રુપ (LIG)ના પરિવારોને લાંબા ગાળાની હોમ લોનની સહાયતા પ્રદાન કરીનેતે પરિવારોને ઘરોની ખરીદી કરવામાંમ અથવા ઘરના બાંધકામ કરવા માટે મદદરૂપ થવું. સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડએ વ્યાવસાયિક રીતે સંચાલિત કંપની છે. જેનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને તમિલનાડુમાં વિસ્તરેલું છે. કંપનીની રજિસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસ મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલી છે.

વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (Vastu HFC) વિશે:

વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિ. એ મુંબઈ સ્થિત એક હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે ભારતમાં જવાબદાર અને ટકાઉ નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં કાર્યરત છે.વાસ્તુનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય સેવાઓને પ્રોત્સાહન આપીને ખાસ કરીને પેરિ-અર્બન (શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારો) અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઓછી આવકવાળા પરિવારોને હોમ લોન આપીને ઘર ખરીદવામાં અને આર્થિક સ્વાવલંબન મેળવવામાં મદદરૂપ થવાનો છે. જેથી દરેક વ્યક્તિ અને પરિવાર પોતાનું માલિકીનું ઘર ખરીદી શકે અનેનાણાકીય રીતે સ્વતંત્રબની શકે અને ભવિષ્યમાં સમૃદ્ધ અને સશક્ત જીવન જીવી શકે.

 


Spread the love

Check Also

ઈન્ડિયન આઈલ યુટીટી સિઝન-6: દિયા ચિતાલે, સાથિયાન જ્ઞાનશેકરન ઝળક્યા, દબંગ દિલ્હીએ જયપુર પેટ્રિઓટ્સને મહાત આપી

Spread the love〉 વર્તમાન સિઝનની તમામ 23 રોમાંચક ટાઈનું સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *