સ્ટાર HFL સ્ટ્રેટેજીક ગ્રોથ રોડમેપના ભાગ રૂપે NSE લિસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે

Spread the love

મુંબઈ ૧૭ મે ૨૦૨૫: સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (સ્ટાર HFL)એક BSE લિસ્ટેડ હોમ ફાઇનાન્સ કંપની (BSE સ્ક્રિપ કોડ BOM: ૫૩૯૦૧૭) જે અનેક રાજ્યોમાં ઓછા ખર્ચે રિટેલ હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર પોતાના ઇક્વિટી શેરનેલિસ્ટિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પ્રસ્તાવિત લિસ્ટિંગ પાત્રતા માપદંડોની પૂર્તિ અને તમામ જરૂરી નિયમ અનુસાર મંજૂરીઓ પ્રાપ્ત કરવાને આધીન છે.

સ્ટાર HFL હાલમાં બીએસઇ (BSE)પર લિસ્ટેડ છે અને તેણે સેમી – અર્બન તેમજ રૂરલ ઇન્ડિયામાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને હાઉસિંગ ફાઇનાન્સ પૂરું પાડીને સતત શાનદાર પ્રદર્શન, સમજદારીપૂર્વક રિસ્ક મેનેજમેન્ટ અને નાણાકીય સમાવેશ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે.

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના સીઈઓ શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે, “એનએસઈ પર લિસ્ટિંગ કરાવવાનો નિર્ણય અમારા શેરધારકો માટે તરલતા વધારવા અને અમારા રોકાણકારોના આધારને વધુ ગાઢ બનાવવાના અમારા વ્યૂહાત્મક ધ્યેય સાથે સુસંગત છે. જેમ જેમ અમે એક મજબૂત અને સમાવિષ્ટ હાઉસિંગ ફાઇનાન્સ પ્લેટફોર્મ બનાવવાનું ચાલુ રાખીએ છીએ તેમ તેમ ડ્યુઅલ લિસ્ટિંગ અમારી બજારમાં ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે અને મૂડી બજારોમાં પ્રવેશ સુધારશે. અમે બધા હિસ્સેદારોને લાંબા ગાળાના મૂલ્ય પહોંચાડતી વખતે પરવડે તેવા હાઉસિંગ સેગમેન્ટની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

કંપની પ્રસ્તાવિત લિસ્ટિંગ સાથે નિયમનકારી પ્રક્રિયા અને માઇલસ્ટોનમાંથી પસાર થતી વખતે પોતાનાશેકહોલ્ડરલને માહિતગાર રાખવાનું ચાલુ રાખશે.

*****


Spread the love

Check Also

કૉગ્નીઝન્ટે ગિફ્ટ સિટીમાં નવા ટેકફિન સેન્ટર સાથે ભારતમાં ઉપસ્થિતિ વિસ્તારી

Spread the love » નવી સુવિધા બેંકિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ સેક્ટર્સમાં ઇનોવેશન અને ડિજિટલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *