સ્પિનારૂ કોમર્શિયલનો રૂ. 10.17 કરોડનો IPO 28 માર્ચે ખુલશે

Spread the love

IPO/કંપનીની મુખ્ય હાઇલાઇટ્સ :

— સ્પિનારૂ કોમર્શિયલનો રૂ. 10.17 કરોડનો IPO 28 માર્ચે સબ્રક્રિપ્શન માટે ખુલશે, જે BSE SME પર લિસ્ટેડ થશે
— આ IPO માં રૂ. 51 ના ભાવે 19.94 લાખ શેર ઓફર કરવામાં આવ્યાં છે, જેનું લક્ષ્ય કાર્યકારી મૂડીનું સર્જન અને વિકાસ કરવાનું છે
— કંપની ભારત અને ભૂટાનમાં કાર્યરત છે, જે એલ્યુમિનિયમ અને પેપર(કાગળ)ના ડિસ્પોઝેબલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે
— સપ્ટેમ્બર-2024 માં પૂરા થતા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીના નાણાકીય અહેવાલો રૂ. 21.01 કરોડની આવક અને રૂ. 61.48 લાખનો ચોખ્ખો નફો દર્શાવે છે

હાવડા :

એલ્યુમિનિયમ ફોઇલ કન્ટેનર, એલ્યુમિનિયમ હોમ ફોઇલ, પેપર કપ, પેપર પ્લેટ્સ, પેપર બાઉલ અને પેપર કપ ઉત્પાદન માટે સેમી-પ્રોસેસ્ડ મટિરિયલ્સની જાણીતી અને અગ્રણી ઉત્પાદક સ્પિનારૂ કોમર્શિયલ લિમિટેડ કંપનીનો IPO (પ્રારંભિક જાહેર ઓફર) 28 માર્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

સ્પિનારૂ કોમર્શિયલનું લક્ષ્ય રૂ. 51 પ્રતિ શેરના ભાવે રૂ. 10 ફેસ વેલ્યુના 19,94,000 શેર જારી કરીને રૂ. 10.17 કરોડ એકત્રિત કરવાનું છે. અરજી માટે લઘુત્તમ કદ 2,000 શેર (રૂ. 1,02,000) છે. કંપનીએ રિટેલ રોકાણકારો માટે 9.48 લાખ શેર, નોન-રિટેલ અરજદારો માટે 9.48 લાખ શેર અને માર્કેટ મેકર ભાગ માટે 1 લાખ શેર અનામત રાખ્યા છે. આ ઇશ્યૂ પછી તેની શેર મૂડી હાલના રૂ. 500 લાખથી વધીને રૂ. 699.40 લાખ થઈ જશે.

આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. જેનાથી કંપની તેના સંચાલનને વધુ મજબૂત બનાવી શકશે અને ભવિષ્યમાં વૃદ્ધિને વેગ આપી શકશે. આ IPO 3 એપ્રિલના રોજ બંધ થશે અને કંપનીના શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.

સપ્ટેમ્બર-2024 માં પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા માટે સ્પિનારૂ કોમર્શિયલે રૂ. 2,101.50 લાખની આવક અને રૂ. 61.48 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાથી સ્પિનારૂ કોમર્શિયલની દૃશ્યતા વધવા ઉપરાંત બજારમાં વિકાસની નવી તકો ખુલવાની આશા છે.

સ્પિનારૂ કોમર્શિયલ એ અમિત સુલ્તાનિયા, આદિત્ય તોદી અને મૃદુલા તોદી દ્વારા પ્રમોટ કરાયેલી પ્રતિષ્ઠિત કંપની છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા એલ્યુમિનિયમ અને કાગળ-આધારિત ડિસ્પોઝેબલ ઉત્પાદનો તેમજ પેપર કપ-સંબંધિત મશીનરીના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત આ કંપની હાઇ-સ્પીડ પેપર કપ-મેકિંગ મશીનો, ફ્લેક્સો પ્રિન્ટિંગ મશીનો અને ઓટોમેટિક રોલ ડાઇ-કટીંગ મશીનોનું પણ ઉત્પાદન કરે છે.

આ કંપની પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, આસામ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સહિત 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. તેની કામગીરી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પણ વિસ્તરી છે. સ્પિનારૂ કોમર્શિયલ લિમિટેડે ભૂટાનના બજારમાં પણ પ્રવેશ કર્યો છે, જે તેની આંતરરાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પ્રથમ પગલું છે.

ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ આ ઇશ્યૂના મુખ્ય મેનેજર છે. આ ઉપરાંત કેમિયો કોર્પોરેટ સર્વિસીસ રજિસ્ટ્રાર છે, અને બ્લેક ફોક્સ ફાઇનાન્શિયલ માર્કેટ મેકર છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *