ગુજરાત, અમદાવાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત (WAPTAG) દ્વારા WAPTAG વોટર એક્સ્પોની 9મી આવૃત્તિનું આયોજન 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. એક્સપોની આ અત્યાર સુધીનો સૌથી મોટી અને પ્રભાવશાળી આવૃત્તિ હશે.
પહેલીવાર, WAPTAG વોટર એક્સ્પો 2025 ચાર દિવસીય ઇવેન્ટ હશે, જે નેટવર્કિંગ, બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો આપશે. ભારતના સૌથી મોટા વોટર એક્ઝિબિશન તરીકે માન્યતા પ્રાપ્ત આ કાર્યક્રમ ગતિશીલ ભારતીય વોટર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય પ્રવેશદ્વાર છે, જેમાં ઉદ્યોગના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે.
આ એક્સપોમાં 180થી વધુ પ્રદર્શકો અને 10,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. આ એક્સ્પો પાણીના ફિલ્ટરેશન, પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં અત્યાધુનિક તકનીકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું એક પ્રીમિયર પ્લેટફોર્મ છે. આ એક્સ્પોની મુખ્ય વિશેષતા આંતરરાષ્ટ્રીય પેવેલિયન છે, જે પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે શું પ્રગતિ થઈ રહી છે તે બતાવશે.
WAPTAGના પ્રમુખ આશિત દોશીએ જણાવ્યું હતું કે, ” WAPTAG વોટર એક્સ્પો ભારત અને વૈશ્વિક સ્તરે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગ માટે એક અનોખા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે. એક્સ્પોની 9મી આવૃત્તિનું ધ્યાન ઈનોવેશન, જોડાણ અને જ્ઞાનના આદાનપ્રદાનને સરળ બનાવવા પર કેન્દ્રિત છે. આ આવૃત્તિ પ્રદર્શકોની પ્રોફાઇલની દ્રષ્ટિએ સૌથી અદ્યતન, સૌથી મોટી, બેજોડ હશે. અહી વ્યાપક ઉદ્યોગ સેગમેન્ટ હશે, જે પાણી અને ગંદાપાણીના વ્યવસ્થાપન ક્ષેત્રમાં નવીનતાનું પ્રદર્શન કરશે.”
WAPTAGના અપ પ્રમુખ ઋષભ સંઘવીએ જણાવ્યું હતું કે, “વર્ષોથી, WAPTAG વોટર એક્સ્પો રાષ્ટ્રીય પ્રદર્શનમાંથી સાચા અર્થમાં વૈશ્વિક ઇવેન્ટ તરીકે વિકસિત થયો છે. ચાર-દિવસના ફોર્મેટ સાથે, અમે પ્રદર્શકો અને મુલાકાતીઓને પાણીના પ્યુરિફિકેશન, ટ્રીટમેન્ટ, ફિલ્ટરેશન અને વેસ્ટ વોટર વ્યવસ્થાપન સેગમેન્ટમાં નવા વલણો, ઉકેલો અને વ્યવસાયની સંભાવનાઓને ઉજાગર કરવા માટે એક અજોડ તક આપી રહ્યા છીએ.”
WAPTAGના સેક્રેટરી ભૂપેશ પટેલે જણાવ્યું હતું કે, આ એક્સ્પો એક આવશ્યક ઉદ્યોગ ઇવેન્ટ તરીકે વિકસ્યો છે, જેણે ભારત અને વિદેશના ઉત્પાદકો, આયાતકારો અને સપ્લાયર્સને એકસાથે લાવ્યા છે. WAPTAG અત્યાધુનિક ઉત્પાદનો અને ટેકનોલોજીને લોંચ કરવા માટેનું પસંદગીનું પ્લેટફોર્મ છે, જે નવીનતા અને ઔદ્યોગિક વિકાસના ચાલકબળ તરીકેની તેની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે.”
વોટર ટ્રીટમેન્ટ, વોટર પ્રોસેસિંગ, ઘરેલુ પાણીનું શુદ્ધિકરણ, ઔદ્યોગિક અને વાણિજ્યિક RO, ઔદ્યોગિક ગંદાપાણીનું શુદ્ધિકરણ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ, પર્યાવરણીય તકનીકો, પંપ અને એસેસરીઝ, પાઈપ, ફિલ્ટર્સ, કાર્ટરિજ, વોટર ચિલર અને કુલર, ડિસ્પેન્સર, કેમિકલ્સ અને પેકેજિંગ વગેરે સાથે સંકળાયેલી કંપનીઓ આ એક્સ્પોમાં ભાગ લઈ રહી છે.
વર્ષ 2015માં તેની શરૂઆત થઈ ત્યારથી WAPTAG વોટર એક્સ્પો સિરીઝ પાણી ઉદ્યોગમાં બેન્ચમાર્ક ઇવેન્ટ બની
ગઈ છે. દર વર્ષે, તે પ્રદર્શકો અને મુલાકાતીઓની વધતી જતી સંખ્યાને આકર્ષિત કરવાનું ચાલુ રાખ્યું છે. આ તેને ભારતના વિશાળ અને વિકસતા વોટર સેક્ટરમાં વિસ્તરણ કરવા માંગતા વ્યવસાયો માટે ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ બનાવે છે.
મોમેન્ટ્સ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજિત અને સંચાલિત, WAPTAG વોટર એક્સ્પો 2025 નાઇલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને ઓન્ટો મેમ્બ્રેન્સ અને બ્લુશેલ વોટર પ્યુરિફિકેશન દ્વારા સંચાલિત થશે.
WAPTAG 2025માં અમારી સાથે જોડાઓ – જ્યાં નવીનતાને તક મળે છે અને તમને વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટનું ભવિષ્ય જોવા મળશે.