અમદાવાદ 05 નવેમ્બર 2024: ફ્રીડમ એડ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટીઝર રજૂ કરાયું છે, જેમાં ઈતિહાસના મહત્ત્વપૂર્ણ અવસર દર્શાવવામાં આવ્યા છે, જેમાં મહાત્મા ગાંધી ભાગલા નિવારવા માટે છેલ્લા પ્રયાસરૂપે મહંમદ અલી ઝીણાને આગેવાનીનું પદ ઓફર કરવા સરદાર વલ્લભભાઈ પટેલને અનુરોધ કરે છે. ફ્રીડમ એટ મિડનાઈટ એપિક પોલિટિકલ થ્રિલર છે, જેમાં 1947માં ભારતીય આઝાદી આસપાસની નાટકીય અને વ્યાખ્યા કરતી ઘટનાઓને વૈવિધ્યપૂર્ણ રીતે મઢી લેવાઈ છે.
એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી ફ્રીડમ એટ મિડનાઈટમાં પડદા પાછળની ટીમ અદભુત છે. આ પ્રોડેક્ટના શોરનર અને ડાયરેક્ટર તરીકે નિખિલ અડવાણીએ સૂત્રો સંભાળ્યા છે ત્યારે વાર્તા અભિનંદન ગુપ્તા, અદ્વિતીય કરેંગ દાસ, ગુણદીપ કૌર, દિવ્યા નિધિ શર્મા, રેવંતા સારાભાઈ અને ઈથેન ટેલર સહિતની પ્રતિભાશાળી ટીમે લખી છે. લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક પર આધારિત આ સિરીઝમાં ભારતના આઝાદી માટેના સંઘર્ષ આસપાસની ઊથલપાછળ મચાવી દેનારી ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કરવામાં આવ્યું છે.
સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા જવાહરલાલ નેહરુ તરીકે, ચિરાગ વોહરા મહાત્મા ગાંધી તરીકે, રાજેન્દ્ર ચાવલા સરદાર વલ્લભાઈ પટેલ, આરીફ ઝકરિયા મહંમદ અલી ઝીણા, ઈરા દુબે ફાતિમા ઝીણા, મલિશ્કા મેંડોંસા સરોજિની નાયડુ, રાજેશ કુમાર લિયાકત અલી ખાન, કેસી શંકર વી.પી. મેનન, લ્યુક મેકગિબ્ની લોર્ડ લુઈસ માઉન્ટબેટન, કોર્ડેલિયા બુગેજા લેડી એડવિના માઉન્ટબટન, અલીસ્ટેર ફિનલે આર્ચિબાલ્ડ વેવેલ, એન્ડ્રયુ ક્યુલમ ક્લેમેન્ટ એટલી અને રિચર્જ તેવરસન સિરિલ રેડક્લિફફ તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
ટ્રેલરની લિંકઃ https://www.instagram.com/reel/DB8OuSLIrck/?igsh=Z3hyZmk5Zm1mZGQw
તો ફ્રીડમ એડ મિડનાઈટ સાથે અગાઉ ક્યારેય નહીં તેવો ઈતિહાસ જોવા માટે તૈયાર થઈ જાઓ, 15મી નવેમ્બરથી પ્રસારિત થશે, ફક્ત સોની લાઈવ પર!