ગુજરાતમાં એસએમઈ બહેતર કાર્યક્ષમતા માટે ડિજિટલ બેન્કિંગ તરફ વળી રહી છે

Spread the love

ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ગુજરાતમાં સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ) કામગીરીઓને પ્રવાહરેખામાં લાવવા અને કાર્યક્ષમતા બહેતર બનાવવા માટે વધુ ને વધુ ડિજિટલ બેન્કિંગ સમાધાન અપનાવી રહી છે. ઐતિહાસિક રીતે એસએમઈ મોટા ઉદ્યોગો અથવા નાગરિકો માટે તૈયાર કરવામાં આવેલા બેન્કિંગ સમાધાન સાથે સંઘર્ષ કરે છે, જે મોટે ભાગે આવી એસએમઈની ચોક્કસ જરૂરતોને પહોંચી વળતી નથી. આ પ્રવાહે એસએમઈ માટે નાણાકીય ક્ષિતિજને નવો આકાર આપ્યો છે, જેમાંથી ઘણી બધી તૈયાર ડિજિટલ સમાધાન પ્રદાન કરતી બેન્કો સાથે ભાગીદારીઓ કરવા માગે છે.

અનેક બેન્કો એસએમઈ ગ્રાહકોને આકર્ષવા માગે છે ત્યારે કોટક મહિંદ્રા બેન્કે તેના કોટક ફિન પ્લેટફોર્મ અને મોબાઈલ એપને આભારી ખાસ કરીને ગુજરાતમાં બજારમાં પહેલ કરી હોય તેમ જણાય છે. આ અખંડ ડિજિટલ સમાધાન આસાન, પેપરલેસ અનુભવ પ્રદાન કરીને ટ્રેડ, અકાઉન્ટ સેવાઓ, કલેકશન્સ અને પેમેન્ટ્સની બિઝનેસ બેન્કિંગ સેવાઓ સલ બનાવે છે, જેથી એસએમઈ તેમની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઉપરાંત તેનું એઆઈ/ એમએલ એન્જિન એનલાઈટિક્સ અને રિપોર્ટસમાં મદદ કરે છે, જે એસએમઈને તેમની કાર્યશીલ મૂડી સ્માર્ટ રીતે વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે.

કોટક મહિંદ્રા બેન્કના સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસના પ્રેસિડેન્ટ શેખર ભંડારી વર્ષોનાં વહાણાં વીતવા સાથે ગુજરાતમાં એસએમઈ ગ્રાહકો વિશે બેન્કે શું શીખ્યું તે વિશે ઈનસાઈટ આપે છે. ‘‘ગુજરાતમાં ઉદ્યોજકોને ઊંડી વેપાર સૂઝબૂઝ હોય છે અને વધુ સ્માર્ટ સમાધાનની આવશ્યકતા હોય છે. કોટક ફિન પ્લેટફોર્મ અને મોબાઈલ એપ તેમની ધારની જાળવી રાખવા માટે તૈયાર કરાયાં છે અને ગુજરાત અને ભારતના સર્વત્ર અમારા ગ્રાહકોએ તેને બહુ સારી રીતે આવકાર આપ્યો છે. ફિન અમારા ગ્રાહકો માટે જ્ઞાનાકાર, ઉપયોગમાં આસાન, વ્યાપક અને અખંડ ઓફર છે. તે એસએમઈ ઉદ્યોજકોને મોબાઈલ, એપીઆઈ અને વેબ જેવી સર્વ ચેનલો થકી ટ્રેડ, કલેકશન, અકાઉન્ટ સર્વિસીસ, લોન અને પેમેન્ટ્સમાં સાર્વત્રિક પહોંચ આપે છે, જેથી ગ્રાહક અનુભવ આસાન બને છે. ફિન ‘‘તમારી જરૂરતો માટે’’ છે અને ખરા અર્થમાં અનોખો ઉપભોક્તા અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરાયું છે,’’ એમ તેઓ સમજાવે છે.

ગુજરાત સ્વર્ણિમ અર્થવ્યવસ્થા અને વૈવિધ્યપૂર્ણ ઉદ્યોગો માટે જ્ઞાત હોઈ ઘણી બધી એસએમઈ માટે મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. આ રાજ્ય આશરે 11.26 લાખ નોંધણીકૃત એમએસએમઈ માટે ઘર છે, જે દેશમાં નોંધણીકૃત કુલ 1.48 કરોડ એમએસએમઈના 7.5 ટકા છે. આ વેપારો ભારતની આર્થિક વૃદ્ધિ પ્રેરિત કરીને 10 ટ્રિલિયનની અર્થવ્યવસ્થાના ધ્યેયમાં નોંધપાત્ર યોગદાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે. ગુજરાતમાં એસએમઈ દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિતિસ્થાપકતા અને નવીનતાએ તેને રાજ્યના આર્થિક વિકાસમાં મુખ્ય ખેલાડી બનાવી દીધી છે.

ફૂલતાફાલતા એસએમઈ ક્ષેત્રને ટેકો આપવા માટે કોટક મહિંદ્રા જેવી બેન્કો ગુજરાતમાં પૂરતું રોકાણ કરીને રાજ્યમાં અનેક શાખાઓ થકી ઝડપથી વધતી એસએમઈ ઈકોસિસ્ટમને સેવા આપવાની તેમની ક્ષમતા બહેતર બનાવવામાં પૂરતું રોકાણ કરી રહી છે. અમદાવાદ અને અન્ય મુખ્ય સ્થળો સહિત ગુજરાતમાં વ્યૂહાત્મક બજારો મહત્તમ પ્રભાવો અને નવી વૃદ્ધિની તકો ઉજાગર કરવા માટે લક્ષ્યમાં રખાય છે.

ગુજરાતમાં એસએમઈએ ડિજિટલ બેન્કિંગ ભાગીદારીઓ અપનાવવાનું ચાલુ રાખ્યું છે, જે પ્રવાહ વધુ કાર્યક્ષમ અને પ્રવાહરેખામાં નાણાકીય કામગીરી વૃદ્ધિ પામવા માટે સુસજ્જ છે. નાવીન્યપૂર્ણ મંચો અને ગ્રાહકલક્ષી અભિગમ સાથે કોટક મહિંદ્રા જેવી બેન્કો ગુજરાત અને તેની પાર એસએમઈના પ્રવર્તમાન ડિજિટલ પરિવર્તનને ટેકો આપવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે.


Spread the love

Check Also

દુબઈના આ રેસ્ટોરાંમાં નવા મોસમી મેનુઓ સાથે મે મહિનાનો આનંદ માણો

Spread the loveધ નેશનલ ૨૧ મે ૨૦૨૫: દુબઈનું જીવંત રાંધણ દ્રશ્ય સતત વિકસિત થઈ રહ્યું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *