સ્કોડા ઓટો ઈન્ડિયા પોતાના નવા યુગના ભાગરૂપે ન્યૂ કોર્પોરેટ આઇડેન્ટિટી લાગું કરી

Spread the love

  • 2023માં પોતાના કોમ્યુનિકેશન અને માર્કેટિંગમાં નવી કોર્પોરેટ ઓળખની રજૂઆતને અનુસરે છે
  • સાઇન અને લોગોના માધ્યમથી ડીલરશીપ અને અન્ય પોર્ટલ સુધી સીઆઇનો વિસ્તાર કર્યો
  • ભારત પોતાની તમામ સુવિધાઓને નવી કોર્પોરેટ ઓળખની સાથે રિબ્રાન્ડ કરનાર સૌથી ઝડપી બજાર બની જશે
  • વિંગ્ડ એરો લોગોને સ્કોડા વર્ડમાર્કથી બદલવામાં આવશે
  • નવી ઓળખમાં દિવસમાં એમરાલ્ડ ગ્રીન અને સાંજ પછી ઇલેક્ટ્રિક ગ્રીન લાઇટનો સમાવેશ થાય છે
  • ફેબ્રુઆરી 2024માં કોમ્પેક્ટ એસયુવીની જાહેરાત બાદ શોરૂમ ડિજીટલાઇઝેશન અને નવા યુગ પર સ્કોડા ઓટો ઇન્ડિયાના ફોકસને અનુરૂપ 

સ્કોડા ઓટો ઈન્ડિયાએ પોતાની તમામ નવી કોમ્પેક્ટ SUVની જાહેરાત કરી છે અને તેમની પાઇપલાઇનમાં ઘણી ઉત્પાદન રેન્જ છે, ત્યારે કંપની ભારતમાં પોતાના નવા યુગના ભાગરૂપે પોતાનું નેટવર્ક અને ગ્રાહકોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. પોતાની ડિજીટલાઇઝેશન વ્યૂહરચનો વ્યાપ વધાર્યા બાદ બ્રાન્ડે હવે ડીલરશીપ, સર્વિસ સેન્ટર અને અન્ય કસ્ટમર્સ ટચપોઇન્ટ્સ જેવી પોતાની ફિઝિકલ સંપત્તિમાં પોતાની નવી કોર્પોરેટ ઓળખની જાહેરાત કરી છે.

આ અંગે સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર પેટ્ર જાનેબાએ કહ્યું કે,  “વર્લ્ડ-ક્લાસ કાર બનાવવા સાથે અમારા પ્રયાસો હંમેશા અમારા ગ્રાહકો, પરિવારો અને અમારા ચાહકોને એક સંપૂર્ણ સર્વવ્યાપી અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડિજિટલાઇઝેશન એક રીત છે, જેના થકી અમે ગ્રાહકો સુધી પહોંચીએ છીએ. અમારા મેસેજિંગ, અમારી ડિઝાઇન લેંગ્વેજ, અમારી ઓળખ અને અમે અમારા ગ્રાહકો અને અન્ય તમામ હિતધારકો સમક્ષ જે ચહેરો રજૂ કરીએ છીએ તે જ રીતે નિર્ણાયક છે. અમે 2023માં કોમ્યુનિકેશન્સ અને માર્કેટિંગમાં અમારી બ્રાન્ડ નવી કોર્પોરેટ આઇડેન્ટિટીનો સતત અને સભાનપણે અમલ કરી રહ્યા છીએ. હવે અમે તેને આગલા તબક્કામાં લઈ જવા માટે તૈયાર છીએ જેમાં અમારી ડીલરશિપ અને વિવિધ ગ્રાહક ટચપોઇન્ટ્સનો સમાવેશ થશે.

ઓલ ઇન સિમિટ્રી

સ્કોડા ઓટો ઇન્ડિયાની નવી સ્ટાઇલ અને ટાઇપફેસ રાઉન્ડ શેપ અને બોર્ડર સાથે સંયોજનમાં તરલતા વ્યક્ત કરવા માટે સમપ્રમાણતા પર આધારિત સંપૂર્ણપણે નવી ટાઇપોગ્રાફીનો ઉપયોગ કરે છે. નવી કોર્પોરેટ આઇડેન્ટિટી એ 2022 થી બ્રાન્ડની ડિઝાઇન અને સૌંદર્ય શાસ્ત્રને નિર્ધારિત કરતી આધુનિક સોલિડ ડિક્ટમનું વધુ વિસ્તરણ છે. વધુમાં સ્કોડા ઓટોની આઇકોનિક વિંગ્ડ એરો ઇમેજરી સ્કોડા વર્ડમાર્ક માટે માર્ગ બનાવશે, જે કંપનીના તમામ ક્સ્ટર્મસ ટચપોઇન્ટ પર કોમ્યુનિકેશન અને ઇમેજરીમાં એકરૂપતા સુનિશ્ચિત થશે.

રંગો અને લાઇટ સાથે

નવી કોર્પોરેટ આઇડેન્ટિટી ડીલરશીપ પરિસરમાં સાઇનેઝ રોશનની સ્વરને બદલવા માટે દિવસ કે રાત્રિના સમયનો ઉપયોગ કરવાની સ્વતંત્રતાની પણ મંજૂરી આપે છે. સપ્રમાણતાવાળા અને નક્કર અક્ષરો દિવસે શાંત એમરાલ્ડ ગ્રીન અને રાત્રે વાઇબ્રન્ટ ઇલેક્ટ્રીક ગ્રીન લાઇટ કરે છે અને સ્કોડા સિગ્નેચર કલર્સ સાથે વિવિધતા અને એકરૂપતા જાળવી રાખે છે. આ એસ્થેટિક કસ્ટમર્સ ઈન્ટરફેસ કોમ્પ્લેક્સની અન્ય બારીક વિગતોમાં જેમ કે પાયલોન, ડીલર બ્રાન્ડિંગ, એન્ટ્રન્સ  પોર્ટલ અને અંદરની અમુક હાઈલાઈટ વોલ સુધી ફેલાયેલું છે.

ટ્રૂલી એન્ડ ડિજીટીલ યોર્સ

આ ફેરફારો સ્કોડા ઓટો ઈન્ડિયા દ્વારા પોતાની પહોંચ વધારવા અને ગ્રાહકોની નજીક જવાના પ્રયાસમાં હાથ ધરાયેલા બિન-ઉત્પાદન ઉત્ક્રાંતિ અને જોડાણોની રેન્જને અનુરૂપ છે. H1 2025માં ભારતમાં વિશ્વમાં પદાર્પણ કરવા માટે પોતાની સર્વ-નવી કોમ્પેક્ટ SUVની જાહેરાત સાથે નવા યુગમાં બ્રાંડના પ્રવેશ બાદ, સ્કોડા ઓટો ઈન્ડિયાએ પણ ડિજિટલાઈઝ્ડ વ્યૂહરચનાઓનો અમલ કર્યો જેના કારણે ગ્રાહક જોડાણના કિસ્સામાં ક્રાંતિ આવી છે.

આ સંપૂર્ણ રીતે ડિજિટલ નેમ યોર સ્કોડા કેમ્પેઇન છે, જેને આજ સુધીમાં 24,000 થી વધુ અદ્રિતિય નામોની સાથે પાતાની આગામી કોમ્પેક્ટ એસયૂવી માટે 2,00,000 થી વધુ નામો પ્રાપ્ત કર્યા છે. કંપનીના સ્કોડાવર્સ ઈન્ડિયા પ્લેટફોર્મે પોતાની રજૂઆતની 128 મિનિટમાં 128 નોન ફંગિબલ ટોકન્સ (NFTs)ની લીડ જોયા બાદ બનાવતા સ્કોડા ગિયરહેડ્સ સભ્યપદ લાગૂ કરવામાં આવ્યો, જેમાં ગ્રાહકો અને ચાહકોને પ્રીમિયમ મર્ચેન્ડાઈઝ VIP ટ્રીટમેન્ટ અને અન્ય વિશિષ્ટ લાભો મેળવવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા. સ્કોડા ઓટો ઈન્ડિયાએ પણ 24 માર્ચ 2024ના રોજ 24 કલાકના વેચાણ સાથે દેશમાં પોતાની સ્થાપનાને 24 વર્ષ પૂરા કર્યા, જેમાં વિશેષ રૂપથી પોતાના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા 709 બુકિંગ મેળવ્યા છે.

લોકલાઇઝેશન બિયોન્ડ પ્રોડક્ટસ

નવી કોર્પોરેટ આઇડેન્ટિટી સાથે પોતાની તમામ સુવિધાઓને રિબ્રાન્ડ કરવા માટે ભારત સૌથી ઝડપી બજાર બનશે. અમલીકરણની શરૂઆત થઈ ગઈ છે અને સ્કોડા ઓટોના વૈશ્વિક ધોરણો મુજબના સંકેતો છે, જે વિશ્વ કક્ષાના સાઇનેઝ તત્વોના નિર્માણમાં સ્થાનિક કુશળતાનો લાભ લે છે. 2025માં આયોજિત નવી કોમ્પેક્ટ એસયુવીના લોન્ચ માટે તમામ ગ્રાહક ટચપોઇન્ટ્સ સમયસર નવી કોર્પોરેટ ઓળખ સાથે તૈયાર રહેશે. આ એક સુસંગત કસ્ટમર્સ જર્ની સુનિશ્વિત કરશે. નવી કોર્પોરેટ ઓળખના ઝડપી અમલીકરણની ખાતરી કરવા માટે તમામ ડીલર ભાગીદારો રિબ્રાન્ડિંગ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *