એસકે સુરત મેરેથોન: સુરત “ફિટ તો હિટ” અને નો ડ્રગ્સના સંદેશ સાથે દોડશે

Spread the love

— એસકે સુરત મેરેથોનની પ્રથમ આવૃત્તિ 30મી જૂને IIEMR અને એસકે ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે.

—  21 કિમી, 10 કિમી અને 5 કિમીની મેલ-ફિમેલ કેટેગરીના પ્રથમ વિજેતાઓને અનુક્રમે રૂ. 21 હજાર, રૂ. 11 હજાર અને રૂ. 5100ની પ્રાઇસ મની મળશે.

સુરત, 26 જૂન:

સુરત શહેર 30મી જૂનના રોજ “ફિટ હૈ તો હિટ હૈ”અને સે નો ટુ ડ્રગ્સના નવા તહેવારનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પ્રસંગ હશે એસકે સુરત મેરેથોનનો, જેમાં 10 હજારથી વધુ દોડવીરો સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે દોડશે. મેરેથોન માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. મેરેથોનને લઈને યુવાનો તેમજ ગૃહિણીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે રસ્તા પર દોડતા યુવાનોને જોઈને મેરેથોનના ક્રેઝનો ખ્યાલ આવી જાય છે. IIEMR અને એસકે ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત થનારી એસકે સુરત મેરેથોનની આ પ્રથમ આવૃત્તિ છે. 28મી મેના રોજ બીબ વિતરણ કરવામાં આવશે. 30 જૂને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા શર્મન જોશી મેરેથોનને ફ્લેગ ઓફ કરશે.

1.25 લાખથી વધુની ઈનામી રકમ દાવ પર –

એસકે સુરત મેરેથોનમાં 21 કિ.મી. હાફ મેરેથોન, 10 કિ.મી. 10K અને 5 કિમીની સુરત સ્પિરિટ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ટાઈમ રન મેલ અને ફિમેલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 21 કિમીની હાફ મેરેથોનના વિજેતાને બંને કેટેગરીમાં ડીકેથલોન જોગ ફ્લો 190 શૂ અને અન્ય ગિફ્ટ હેમ્પર સાથે રૂ. 21 હજાર આપવામાં આવશે. પ્રથમ રનરઅપને રૂ. 11 હજાર અને બીજા રનરને રૂ. 5100 આપવામાં આવશે.

તેવી જ રીતે 10 કિ.મી. 10K ના વિજેતાને ડીકેથલોન જોગ ફ્લો 190 શૂ અને અન્ય ગિફ્ટ હેમ્પર સાથે રૂ. 11,000 આપવામાં આવશે. પ્રથમ રનર અપને રૂપિયા 5100 હજાર અને સેકન્ડ રનર અપને 2100 રૂપિયા આપવામાં આવશે.

5 કિ.મી. સુરત સ્પિરિટ રનના વિજેતાને 5100 રૂપિયાની ઈનામી રકમ સાથેનું ગિફ્ટ હેમ્પર, પ્રથમ રનર અપને 2100 રૂપિયાનું ગિફ્ટ હેમ્પર, બીજા રનરને 1100 રૂપિયાનું ગિફ્ટ હેમ્પર આપવામાં આવશે. 3 કિ.મી. ડ્રીમ રન દરેક માટે છે. યુવાનો અને મહિલાઓનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરવામાં આવી રહ્યું છે.

દેશભરમાંથી દોડવીરો ભાગ લેશે –

એસકે સુરત મેરેથોનમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દોડવીરો સુરત આવી રહ્યા છે. ગેધરીંગ શરૂ થયું છે જેમાં મંગેશ આહેર, રોશન પટેલ, મનીષ કાત્યાલ અને મુંબઈથી રાજુ મેશ્રામનો સમાવેશ થાય છે જેઓ 21 કિમીની હાફ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદના મૌલિક શાહ, મુંબઈના હેમંત દમણિયા, શાલિની સેઠી અને ચેપ્સ પ્રજાપતિ 10 કિમીની કેટેગરીમાં દોડશે.

રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે

એસ.કે. સુરત મેરેથોનના આયોજક શ્રી મુકેશ મિશ્રા અને મેરેથોન સંયોજક ડેની નિર્બને જણાવ્યું હતું કે એસકે સુરત મેરેથોન માટે હાલમાં રજીસ્ટ્રેશન ચાલુ છે. રજીસ્ટ્રેશન www.suratmarathon.in  પર જઈને કરી શકાશે. એસકે સુરત મેરેથોનમાં વધુને વધુ લોકોને ભાગ લેવા તેમણે અપીલ કરી છે. આજે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *