SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the love

અમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની કિમાયા સિંઘે અંડર-19 200 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ડીપીએસ બોપલના અયાંશ રાવતે અંડર-7 બોય્ઝમાં 400 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 
જ્યારે અંડર-9 ફાઈનલમાં કિમાયા સિંઘે દબદબો જાળવી રાખ્યો અને ગોલ્ડ જીત્યો. જ્યારે ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની શ્રેયા પટેલે સિલ્વર અને આનંદ નિકેતન સ્કૂલની ઈકામ વડારે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 
સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA)એ ગ્રાસરુટ પર રમતના આયોજન કરવા ઉપરાંત તેને પ્રોફેશનલ બનાવી તેનું યોગ્ય મોનટરીંગ કરવાના લક્ષ્યને આગળ વધારી રમતોની સંસ્કૃતિને દેશભરમાં ફેલાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી યોજાશે. જેમાં અમદાવાદના વિવિધ સ્થળોએથી ખેલાડીઓની શોધ કરવામાં આવશે. આ વર્ષે 387 સ્કૂલના 3 થી 18 વર્ષની વયના 14,764 એથ્લિટ્સ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યાં છે.
SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. શુક્રવારની રમતમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને બેડમિન્ટનની રમતો પણ સામેલ હતી. 
તેમાં ડીપીએસ ગાંધીનગરની અંડર-18 બોય્ઝ બાસ્કેટબોલ ટીમે આર્મી પબ્લિક સ્કૂલને ફાઈનલમાં હરાવી ગોલ્ડ જીત્યો હતો. જ્યારે આ એહવાલ લખાયા સુધીમાં ઉદગમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન, થલતેજ મેડલ ટેલીમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને હતી.

Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *