SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

Spread the love

ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે

નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા SFA ચેમ્પિયનશિપ 2024-25ની જાહેરાત કરવામાં આવી, જેમાં ભારતના 10 શહેરોમાંથી 7 હજાર જેટલી સ્કૂલના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ 31 જેટલી રમતોમાં ભાગ લેશે. SFA ચેમ્પિયનશિપ તેના નવ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નાગાલેન્ડ (દીમાપુર) ખાતે પ્રથમવાર પહોંચશે. SFA ચેમ્પિયનશિપ 2024 માટે રજીસ્ટ્રેશન www.SFAPLAY.com પર શરૂ થઈ ચૂક્યું છે.

SFA ચેમ્પિયનશિપ તેના પ્રારંભથી વિકાસ તરફ અગ્રેસર છે, 2015માં મુંબઈથી શરૂ થયા બાદથી હૈદરાબાદ, ઉત્તરાખંડ, પુણે, દિલ્હી, બેંગ્લુરુ, ઈન્દોર, અમદાવાદ અને જયપુર સહિતના સ્થળોએ એમ કુલ 21 ચેમ્પિયનશિપનું આયોજન થઈ ચૂક્યું છે. 2024 સિઝનનો પ્રારંભ 4 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં પ્રારંભ થશે અને 6 થી 16 ડિસેમ્બરે જયપુરમાં ફાઈનલ ચેમ્પિયનશિપ યોજાશે.

 SFAનો ઉદ્દેશ્ય બહુવિધ રમતોમાં પ્રતિભા શોધવા માટે સુલભ હોય તેવા એકીકૃત પ્લેટફોર્મનું સર્જન કરવાનો છે. તે ગ્રાસરુટ પર રમતોને પ્રોફેશનલી, વ્યવસ્થિત રીતે અને પૂરતા મોનટરીંગ સાથે યોજી રહ્યું છે. SFAનો ઉદ્દેશ્ય ભારતને એવા દેશમાં પરિવર્તિત કરવાનો છે જ્યાં રમતોનું મૂલ્ય સમજવામાં આવતું હોય અને રમતોમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું હોય.

SFA ના ફાઉન્ડિંગ મેમ્બર અને ચીફ ઓપરેટિગ ઓફિસર રજસ જોશીએ કહ્યું કે, “SFA ખાતે અમારી કટિબદ્ધતા માત્ર SFA ચેમ્પિયનશિપના આયોજન પૂરતી નથી. આ પાયાના સ્તરની ગુણવત્તા સુધારવાની સાથે તેની વધુ પ્રતિસ્પર્ધી બનાવવાની છે. એથ્લિટ્સની જરૂરિયાતોને ધ્યાને રાખવા ઉપરાંત ટેકનોલોજીનો સાથ લેવાથી અમે એવું પ્લેટફોર્મ તૈયાર કરી શક્યા જ્યાં આંગળીના ટેરવે તમે વિવિધ રમતોના ટેલેન્ટેડ ખેલાડીઓની યાદી  તૈયાર કરી શકો.અમારી આ ચેમ્પિયનશિપ થકી અત્યારસુધીમાં 7 હજારથી વધુ સ્કૂલોના 3.50 લાખથી વધુ એથ્લિટ રમતમાં આગળ વધવા પ્રેરિત થયા છે. જેથી અમને ભારતને સ્પોર્ટિંગ નેશન બનાવવા તરફ આગળ વધારવામાં મદદ મળશે, કારણ કે- અમે સ્કૂલ સ્પોર્ટ્સને કેન્દ્ર સ્થાને રાખ્યું છે.”

3 થી 18 વર્ષની વયના એથ્લિટ્સ SFA ચેમ્પિયનશિપમાં 31 જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ શકશે. SFA આ સાથે એઆઈ-પાવર્ડ વીડિયો અને ટેક ઈનેબલ્ડ ફિટનેસ વિશ્લેષણ સાથે ટેકનોલોજીની મદદ ચેમ્પિયનશિપમાં લેશે. જેથી કોચ અને ખેલાડીઓને જરૂરી ડિટેલ્ડ વિશ્લેષણ આપવામાં આવે જેથી તેઓ ભાવિ ટ્રેનિંગમાં સુધારા માટે તેનો ઉપયોગ કરી શકે.

SFA ચેમ્પિયનશિપને ગ્રાસરુટ અને પ્રતિસ્પર્ધી રમતોની સિરીઝમાં ભારતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ જીયોસિનેમા પર પણ પ્રસારિત કરવામાં આવશે.

SFA ચેમ્પિયનશિપ્સના રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો – SFAPLAY.COM


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *