તારીખ ૨૧, ૨૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સિક્યોરિટી લેડરશિપ સબમિટ – ૨૦૨૪, જે APDI (એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્તિગેટરસ – ઇન્ડિયા) ની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ જે PHD હાઉસ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.

Spread the love

ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: જેમાં દેશ વિદેશના ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ આવતા હોય છે. જેમાં બધાં ડિટેક્ટિવ ના ગોડફાધર કહેવાતા કુંવર વિક્રમ પ્રતાપ સિંહ, જે APDI ના ચેરમેન તથા WAD (વોલ્ડ એસોસિયેશન ઓફ ડિટેક્ટિવ – યુએસએ) ના ફોર્મર ચેરમેન, જનરલ વી. કે. સિંહ, ઇન્ડિયન આર્મી, ફોર્મર યુનિયન મિનિસ્ટર, ફોર્મર લોકસભા સંસદસભ્ય, લેફ્ટનન્ટ જનરલ અશોક ભીમ શિવને, ઇન્ડિયન આર્મી, ડૉ. સત્યપાલ સિંહ IPS ફોર્મર મુંબઈ પોલીસ કમિશ્નર, ફોર્મર યુનિયન મિનિસ્ટર, ફોર્મર લોકસભા સંસદસભ્ય, શ્રી અનિલ પ્રથમ IPS ફોર્મર DGP ગુજરાત સરકાર, ડૉ. શમશેર સિંહ IPS DGP લો એન્ડ ઓર્ડર ગુજરાત સરકાર તથા આ કોન્ફરન્સમાં ઘણા પ્રતિષ્ઠિત IAS અને IPS ઓફિસર, ભારતીય સેનાના નામાંકિત વરિષ્ઠ અધિકારીઓ નો મેળાવડો થતો હોય છે.

જેમાં અમદાવાદ ના પ્રસિદ્ધ ડિટેક્ટિવ અભિષેક રામી જે પોતે સનુપ્સ ડિટેક્ટિવ ઇન્ડિયા એજન્સી ના માલિક છે, જેમને આ કોન્ફરન્સ માં યંગ ઇન્વેસ્તિગેસોન એન્ટ્રેપ્રેનેઉર ઓફ ધી યરએવોર્ડ -૨૦૨૪ જે રાષ્ટ્રીય સ્તરે શ્રી કુંવર વિક્રમ પ્રતાપ સિંહ, જનરલ વી. કે. સિંહ, લેફ્ટનન્ટ જનરલ અશોક ભીમ શિવને, ડૉ. સત્યપાલ સિંહ IPS ફોર્મર મુંબઈ પોલીસ કમિશ્નર ના હાથે થી સન્માનિત કરવામાં આવેલા. ડિટેક્ટિવ અભિષેક રામી ગુજરાત ના પ્રથમ ડિટેક્ટિવ બન્યા, કે જેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ફક્ત ગુજરાત માટેજ નહિ પરંતુ સમગ્ર ભારત દેશ ને ગર્વ છે, આગાઉ પણ ડિટેક્ટિવ અભિષેક રામી વર્ષ ૨૦૧૯ માં પણ નેશનલ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા અને છેલ્લા ચાર વર્ષ થી લગાતાર બેસ્ટ ડિટેક્ટિવ એજન્સી – ગુજરાત સ્ટેટ નો એવોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે, આ વર્ષે પણ બેસ્ટ ડિટેક્ટિવ એજન્સી – ગુજરાત સ્ટેટ નો એવોર્ડ માનનીય શ્રી જુઆલ ઓરામ, કેબિનેટ મિનિસ્ટર, મિનિસ્ટ્રી ઓફ ટ્રીબલ અફેર્સ ના હાથે પ્રાપ્ત કર્યો છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *