ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચર આયોજન, ઈ ડી આઈ આઈ

Spread the love

ઉદ્યોગ સાહસિકો દેશના અર્થતંત્રની ધરોહર છે

શ્રી સવજીભાઈ ધોળકીયા, સ્થાપક તથા અધ્યક્ષ, શ્રી હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ લિમિટેડ

ઈ ડી આઈ આઈ ખાતે ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચર આયોજન

‘ઉદ્યોગ સાહસિકો દેશના આર્થિક વિકાસનો પાયો છે.’ વિષય ઉપર શ્રી સવજીભાઈ ધોળકીયાનું ઉદબોધન આ પ્રસંગે રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા પશિક્ષક પ્રોત્સાહક, શિક્ષણ વિદને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

અમદાવાદ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૪: ઉદ્યોગ સાહસિકતા વિષયમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વનું યોગદાન પ્રદાન કરતી ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડૉ. સુનિલ શુક્લ, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના મહાનિર્દેશકે ડૉ. વી.જી. પટેલને યાદ કરતા જણાવ્યું કે ડૉ. વી.જી. પટેલે દેશમાં ફક્ત ઉદ્યોગ સાહસિકતાનો ખ્યાલ સ્થાપિત કર્યો એટલુંજ નહિ પરંતુ તાલીમ દ્વારા ઉદ્યોગ સાહસિકો વિકસાવી શકાય છે તેને સફળતા પૂર્વક સાબિત કરી આપ્યું. આજે તેમના આ ખ્યાલને ભારત સરકાર દ્વારા એક ખાસ મંત્રાલય ઉભું કરીને માન્યતા મળી. દેશ-વિદેશમાં આ ખ્યાલની વિશ્વનીયતા સ્થાપિત થઇ તથા તમામ મંત્રાલયો દ્વારા ઉદ્યોગ સાહસિકતા કે સ્ટાર્ટઅપ સંબંધી કાર્યક્રમો તથા નીતિઓ ઘડ્યા એટલું જ નહિ દરેક રાજ્યમાં આગળ સંસ્થાનોની સ્થાપના થઇ. ડૉ. વી.જી. પટેલનું આયોગદાન અવિસ્મરણીય છે અને દેશ તેમની આ ચળવળ સ્થાપિત કરવા બાદલ સદૈવ આભારી રહેશે.

આ પ્રસંગે દેશ-વિદેશમાં જાણીતા ઉદ્યોગ સાહસિક, શ્રી સવજીભાઈ ધોળકીયા, સ્થાપક તથા અધ્યક્ષ, શ્રી હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ લિમિટેડએ રાજ્યના વિદ્યાર્થી સમુદાય, ભાવિ ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ્સ, શિક્ષણકારોને ઉદબોધન કરતા જણાવ્યું કે ડૉ. વી.જી. પટેલ એક સાચા અર્થમાં સ્વપ્ન દ્રષ્ટા હતા. તેઓએ ઉદ્યોગ સાહસિકતા પાઠ શીખવ્યા. યુવાનો યુવતીઓને આજના યુગમાં વૈકલ્પિક કારકિર્દી વિષે સમજાવતા જણાવ્યું હતું કે પોતાનો ઉદ્યોગ સ્થાપીને વ્યક્તિ પોતેજ આત્મનિર્ભર નથી બનતો પરંતુ અન્યો માટે પણ રોજગારીની તકો ઉભી કરે છે. ઉદ્યોગ સાહસિકોજ છે જેઓ પોતાના દમ અને આત્મ વિશ્વાસથી આર્થિક સંકટનો સામનો કરી શકે છે. જે દેશોમાં વધુ સફળ ઉદ્યોગ સાહસિકો હશે તે દેશો આર્થિક રીતે તરક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સહુ પણ આદિશામાં વિચારી શકો અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકો. ડૉ. સુનિલ શુક્લ આ વારસાને સફળતા પૂર્વક આગળ ધપાવી રહ્યા છે તે મારે તેમને તથા સંસ્થાનની મહત્વની કામગીરી બદલ તેમને ધન્યવાદ આપું છું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી સવજીભાઈએ ડૉ. વી.જી. પટેલ નેશનલ મેમોરિયલ એવોર્ડ એનાયત કર્યો. ઉદ્યોગ સાહસિકતા વિકાસ ચળવળને વેગ આપવા બદલ એનાયત થતા આ રાષ્ટ્રીય એવોર્ડમાં ઉદ્યોગ સાહસિકતા પ્રશિક્ષક, શિક્ષણ વિદ તથા પ્રોત્સાહક માટે દેશભરમાંથી કુલ ૪૬૯ અરજીઓ આવેલ જેમાંથી નિષ્ણાતો દ્વારા ત્રણ પ્રશિક્ષકોની પસંદગી થયેલ. જેના વિજેતાઓમાં વિદ્યા દીપ ફોંઉન્ડેશન, સતારા, મહારાષ્ટ્રના ડૉ. દિપક ઉત્તમ રાવતત્પુજે, ડૉ વિજય શ્રી લક્ષ્મણ, બી એન એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગ્લોર તથા ડૉ અભિષેક પારિક, બનસ્થલી વિદ્યાપીઠ, રાજસ્થાનનો સમાવેશ થાય છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *