સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

સત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું આયોજન કરવાની એક પહેલ કરી. જેનો ઉદ્દેશ આરોગ્યસંભાળ દ્વારા જનજાગૃતિ ઉભી કરવાનો અને  ગુજરાતના લોકો માટે એક તંદુરસ્ત સમાજને સમક્ષ બનાવવાનો છે.

આ મેગા હેલ્થ ચેક-અપ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં આવેલા ચાર ગામોમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલે નેનપુર, ચોઈલા, ઉમલ્લા અને સુખસરના ગામડાઓમાં અને તેની આસપાસ રહેતા લગભગ 400 લોકોને સેવા આપી અને લોકોને પ્રમાણિત ડોકટરોથી તબીબી દેખરેખની સુવિધા આપી. તેમણે લાભાર્થીઓને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિઓ અનુસાર જરૂરી જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.

ડૉકટરોના માર્ગદર્શન હેઠળ સંબંધિત વિસ્તારોમાં નજીકના મંદિરો અને પંચાયત ભવનના પરિસરમાં દિવસભર આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આરોગ્ય શિબિર દરમ્યાન મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્યથી લઈને આહાર અને પોષણ, જીનેટિક દવાઓ, મહત્વપૂર્ણ તપાસ જેવી કે હાઈપરટેન્શન ટેસ્ટ, બ્લડ પ્રેશર ટેસ્ટ વગેરે તેમજ કાઉન્સેલિંગ માટે એમ.બી.બી.એસ ડોકટરો પાસેથી મફત આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો હતો.

આ પહેલ પર પોતાના નમ્ર વિચારો શેર કરતાં, સત્યા શક્તિ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સી.ઈ.ઓ શિખા શર્માએ જણાવ્યું હતું કે, “આરોગ્ય શિબિર એ લોકોને મદદ કરવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક છે જેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે અને અમે આ મફત આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં સક્ષમ બનવા પર ગૌરવ અનુભવીએ છીએ. લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોતા અમે નાગરિકોના એકંદરે આરોગ્યની જાળવણી કરવા ભવિષ્યમાં આથી વધુ બીજા આરોગ્ય કેમ્પનું આયોજન કરવાની આશા વ્યકત કરીએ છીએ. તદઉપરાંત આ પહેલમાં અમને ટેકો આપવા બદલ હું સત્યા માઇક્રોકેપિટલના એમ.ડી, સી.આઈ.ઓ અને સી.ઇ.ઓ હું શ્રી વિવેક તિવારીનો આભાર માનું છું. જ્યારે એ જાણીને નવાઈ લાગે છે કે સત્યા પિરામિડના તળિયે રહેતા લોકોને માઇક્રો લોનની સુવિધા આપવા ઉપરાંત હેલ્થકેર ચેકઅપ સર્વિસ પૂરી પાડીને માનવતાની સેવામાં વધુ પ્રયાસો કરી રહી છે. હું આને શકય બનાવવા માટે તમામ ડોકટરો અને તબીબી સમુદાયની પણ આભારી છું.”

એક ખૂબ જ ખુશ સહભાગીએ કહ્યું કે, “આવા મફત આરોગ્ય શિબિરોનું વારંવાર આયોજન થવું જોઈએ, જેથી કરીને ગામડાના લોકો નિવારક આરોગ્ય સંભાળનો લાભ મેળવી શકે. હું આ આરોગ્ય શિબિર માટે પૂજા સ્થળને પસંદ કરવા બદલ આયોજકોની પ્રશંસા કરું છું. પૂજાસ્થળ પર આરોગ્ય શિબિરમાં હાજરી આપવાથી અમારા ઘરઆંગણે વિનામૂલ્યે શ્રેષ્ઠ તબીબી સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો ખૂબ મોટ વિશ્વાસ ઉભો થયો છે. આ શિબિરોએ ચોક્કસપણે લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સક્રિય રહેવા અને નિવારક આરોગ્ય તપાસને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા છે.”


Spread the love

Check Also

કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

Spread the loveપૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *