કંપની વિશે મુખ્ય હાઈલાઈટ્સ :
• નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 84% વધ્યો તેમજ આવક 29% વધી
• નાણાકીય વર્ષ 24-25 ના નવ મહિનામાં ચોખ્ખો નફો 126% વધ્યો તેમજ આવક 65% વધી
• કંપનીના બોર્ડે નવી અને હાલની પેટાકંપનીમાં રૂ. 3,500 લાખના રોકાણને મંજૂરી આપી
• બોર્ડે વ્યવસાય વિસ્તરણ માટે 500 લાખની ફાળવણીને મંજૂરી આપી
મુંબઈ ૦૮ એપ્રિલ ૨૦૨૫: હોમ ડેકોર(ગૃહ સજાવટ) અને વિવિધ સુગંધિત પ્રોડક્ટના ઉત્પાદન સાથે સંકળાયેલી સત્વ સુકુન લાઇફકેર લિમિટેડ (BSE : 539519) કંપનીને તેના રૂ. 49.50 કરોડના પ્રસ્તાવિત રાઇટ્સ ઇશ્યૂ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કંપનીને આ મંજૂરી 27 માર્ચ, 2025 ના દિવસે મળી હતી.
સત્વ સુકુન લાઇફકેર લિમિટેડ કંપની, આ રાઇટ્સ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ વિશેષ કરીને, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, વ્યવસાયના વિસ્તરણને સમર્થન આપવા અને હાલની પેટાકંપનીઓમાં રોકાણ કરવા માટેનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ ફંડનો ઉપયોગ વ્યવસાય વિસ્તરણ અને વૈવિધ્યકરણ માટે નવી પેટાકંપનીઓ અથવા સહયોગી કંપનીઓ બનાવવા અથવા હસ્તગત કરવા અથવા ઉચ્ચ વૃદ્ધિ ક્ષમતા ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માટે પણ થઈ શકે છે.
આ ડેવલપમેન્ટ અંગે સત્વ સુકુન લાઇફકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મીત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “રાઇટ્સ ઇશ્યૂ માટે BSE તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળવી એ ખરેખર, અમારા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. અમે અમારી બજાર સ્થિતિને મજબૂત બનાવવા અને બર્નર મેન્યુફેક્ચરિંગમાં નવીનતાને આગળ વધારવાનું કામ આગળ પણ જારી રાખીશું. આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો વ્યૂહાત્મક ઉપયોગ અમારી કાર્યકારી મૂડીને મજબૂત કરવા, વ્યવસાયના વિસ્તરણને ટેકો આપવા અને હાલની અને સંભવિત પેટાકંપનીઓમાં રોકાણ કરવા માટે કરવામાં આવશે. અમારા પ્રીમિયમ એરોમા અને હોમ ડેકોર ઉત્પાદનો માટે અમારી માંગ સતત વધી રહી છે. વળી, આ મૂડી રોકાણ અમને કામગીરીને વધારવા, ઉત્પાદનમાં નવીનતા વધારવા અને અમારી બજારમાં હાજરીને વિસ્તૃત કરવામાં અમને વધુ સક્ષમ બનાવશે.”
સત્વ સુકુન લાઇફકેરે ડિસેમ્બર-2024 માં પૂરા થયેલા નવ મહિનાના સમયગાળામાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી હતી. જેમાં કંપનીની આવકમાં 65% નો વધારો થયો હતો અને ચોખ્ખો નફો 126% વધ્યો હતો, જે તેની કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવે છે. સત્વ સુકુન લાઇફકેર નવી તકોનો લાભ લેવા, તેના ડિજિટલ ફૂટપ્રિંટ(પદચિહ્ન)ને વિસ્તૃત કરવા અને તમામ હિસ્સેદારોને મૂલ્ય પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા તાજેતરમાં નવી અને હાલની પેટાકંપનીઓમાં રૂ. 3,500 લાખના રોકાણને મંજૂરી આપવામાં આવી છે અને વ્યવસાય વિસ્તરણ માટે રૂ. 500 લાખની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે.
શ્રી મીત બ્રહ્મભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે, આ રાઇટ્સ ઇશ્યૂ લાંબાગાળાની સફળતા માટે અમારા પાયાને વધુ મજબૂત બનાવશે. અમારા શેરધારકો અને રોકાણકારોના સતત સમર્થન સાથે, અમે નવીનતાને આગળ વધારવા, અમારી પહોંચ વધારવા અને પર્યાવરણ ને અનુકૂળ ટકાઉ મૂલ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે એક ઉજ્જવળ ભવિષ્ય માટે આશાન્વિત છીએ.”
ડિસેમ્બર-2024 ત્રિમાસિક ગાળામાં સત્વ સુકુન લાઇફકેરની આવક રૂ. 195.94 લાખ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલ રૂ. 151.54 લાખ કરતાં 29% વધુ છે.
ડિસેમ્બર-2024 ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 69.23 લાખ હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 37.67 લાખના નફા કરતા 84% વધુ છે.
નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં, કંપનીની આવક રૂ. 421.14 લાખ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલ રૂ. 256.09 લાખની આવક કરતાં 65% વધુ છે.
ડિસેમ્બર-2024 માં પૂરા થયેલા નવ મહિના માટે ચોખ્ખો નફો રૂ. 164.80 લાખ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલ રૂ. 73.03 લાખના ચોખ્ખા નફા કરતા 126% વધુ છે.
ઉલ્લેખનીય છે કે, સત્વ સુકુન લાઇફકેર એ પ્રીમિયમ એરોમા અને હોમ ડેકોર પ્રોડક્ટ્સનું ઉત્પાદક છે, જે એરોમા ડિફ્યુઝર્સ, ગ્લાસ અને લાકડાના ડિફ્યુઝર્સ, ધૂપ બર્નર્સ, અસેન્શલ ઓઈલ, કપૂર ઉત્પાદનો, સુશોભન લેમ્પ્સ અને અન્ય વધુ પ્રોડક્ટના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. 20 વર્ષથી વધુના ટ્રેક રેકોર્ડ અને નવીનતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, સત્વ સુકુન કંપનીએ કોર્પોરેટ અને રિટેલ, બંને ક્ષેત્રોમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. તેના ઉત્પાદનો JioMart, Amazon, Flipkart, Meesho, Snapdeal અને IndiaMART જેવા અગ્રણી ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જેથી તે દેશભરના ગ્રાહકો માટે સરળતાથી ઉપલબ્ધ છે.