સેમસંગ શાળાના વિદ્યાર્થીઓમાં કોયડા-ઉકેલ કૌશલ્ય વિકસાવવા માટે સૌપ્રથમ ડિઝાઇન થિંકીંગ વર્કશોપ ‘સોલ્વ ફોર ટુમોરો’ હાથ ધરે છે

Spread the love

  • આ વર્કશોપ્સ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ડિઝાઇન-થિંકીગ શિક્ષણ રજૂ કરવાની ખેવના રાખે છે
  • વર્કશોપ્સ 2,000 જેટલા શાળાના વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે પણ લાગુ પાડવામાં મદદ કરશે
  • સ્કુલ ટ્રેકમાં વિજેતી ટીમ ‘કોમ્યુનિટી ચેમ્પીયન’ને પ્રોટોટાઇપ પ્રગતિ માટે સહાય તરીકે રૂ. 25 લાખ મેળવશે
  • ડિઝાઇન થિંકીગ વર્કશોપનો હેતુ 14થી વધુ વર્ષના વિદ્યાર્થીઓને નવીન ઉકેલો મારફતે સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રોત્સાહન આપવાનો છે

ગુરુગ્રામ, ભારત, 21 મે 2024: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ સૌપ્રથમ ડિઝાઇન થિંકીંગ અને તાલીમ વર્કશોપને દેશભરની પસંદગીની શાળાઓમાં રજૂ કર્યો છે. આ વિશિષ્ટ પહેલ સેમસંગના ‘સોલ્વ ફોર ટુમોરો’ (આવતીકાલનો ઉકેલ) પ્રોગ્રામનો એક ભાગ છે જે વિદ્યાર્થીઓમાં માનવ-કેન્દ્રિત (હ્યુમન સેન્ટર્ડ) ડિઝાઇન થિંકીગ ફ્રેમવર્ક મારફતે સમસ્યા ઉકેલ, મહત્ત્વની વિચારસરણી, તપાસ અને સર્જાનાત્મકતા જેવી કુશળતાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ રાષ્ટ્રીય શિક્ષણ અને નવીન સ્પર્ધાનો હેતુ હવે પછીની પેઢીમાં નવીનતાની સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો છે.

ખાસ કરીને ભારત માટે રચવામાં આવેલ, એક દિવસીય વર્કશોપની કલ્પના ડિઝાઇન થિંકીંગના ખ્યાલની પ્રશંસા કરવા માટે પ્રોત્સાહન આપવા અને વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને ઓળખી કાઢવા અને ઉકેલવા માટે પ્રેરણા આપવાનો છે. શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરૂપે હ્યુમન સેન્ટર્ડ ડિઝાઇન થિંકીગ એ સમસ્યા ઉકેલવા માટે શક્તિશાળી પ્રેક્ટિસ છે. ડિઝાઇન વિશ્વમાંથી પ્રક્રિયાઓ અને ટૂલ્સનો ઉપયોગ કરતા હ્યુમન સેન્ટર્ડ ડિઝાઇન ફ્રેમવર્ક વપરાશકર્તાઓની જિંદગી સુધારવા માટે સહાનુભૂતિ, વ્યાખ્યા, વિચાર, પ્રોટોટાઇપીંગ અને ઉકેલના પરીક્ષણ પર પ્રભાવ પાડે છે.

“સેમસંગ સોલ્વ ફોર ટુમોરો એ અમારા એવા વિઝનનો એક ભાગ છે જેથ હવે પછીની પેઢીને સશક્ત બનાવી શકાય અને દેશમાં નવીનતાની વ્યવસ્થાનું સર્જન કરી શકાય. અમે માનીએ છીએ કે તેઓ નવીનતાના પ્રણેતાઓ છે અને યુવાન વયથી સંવર્ધન કરવાની જરૂર છે. ડિઝાઇન થિંકીગ વર્કશોપ્સને ચાલુ વર્ષે 10 શાળાઓમાં સૌપ્રથમ પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સમસ્યા ઉકેલ, સહયોગ અને સર્જનાત્મક વિચારસરણીનો સમાવેશ કરતા પ્રોજેક્ટોને આગળ ધપાવવા નાના વિદ્યાર્થીઓને ઉત્તેજન આપી શકાય. આ ઓફલાઇન સત્રો દ્વારાશાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતાઓ, વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને ઓળખી કાઢવા અને ટેક આધારિત ઉકેલો સામે પ્રશ્નાર્થ કરવાની વિશિષ્ટ તક પ્રાપ્ત કરશે”, એમ સેમસંગ સાઉથવેસ્ટના કોર્પોરેટ વાઇસ પ્રેસિડન્ટ એસપી ચૂનએ જણાવ્યું હતું.

એક દિવસીય ડિઝાઇન થિંકીંગ વર્કશોપ કેવો દેખાય છે તે નીચે આપેલ છે:

– ડિઝાઇન થિંકીંગના પ્રાથમિક ખ્યાલોનો પરિચય

-ડિઝાઇન થિંકીંગ પ્રક્રિયાના પાંચ પગલાં

  1. સહાનુભૂતિ: વિદ્યાર્થીઓ વાસ્તવિક-દુનિયાની સમસ્યાઓથી પ્રભાવિત વિવિધ પ્રકારના વપરાશકર્તા સાથે સહાનુભૂતિ દર્શાવતા, તેમના અનુભવો અને દ્રષ્ટિકોણની શોધ કરીને ભૂમિકા ભજવે છે અને ઇન્ટરવ્યુમાં જોડાય છે.
  1. વ્યાખ્યાયિત કરવુ: એકીકૃત નોંધો અને માર્ગદર્શિત ચર્ચાઓ દ્વારા, વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ ટ્રી જેવા સાધનોનો ઉપયોગ કરીને મૂળ મુદ્દાઓને વ્યાખ્યાયિત કરે છે, મૂળ કારણો અને હસ્તક્ષેપ માટેના વિસ્તારોને ઓળખે છે.
  1. વિચાર: સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતા, વિદ્યાર્થીઓ સમૂહ સહયોગ દ્વારા આંતરિક રીતે સંકળાયેલ ઉકેલોને રિફાઈનિંગ અને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, તમામ પ્રકારના વિચારોને સ્વીકારીને, ઘણા બધા ઉકેલો પર વિચાર કરે છે.
  1. પ્રોટોટાઇપ: વિદ્યાર્થીઓ પ્રોટોટાઇપિંગ પદ્ધતિઓનું પુનરાવર્તન કરે છે અને તેમના પસંદ કરેલા ઉકેલોને મૂર્ત સ્ટોરીબોર્ડ્સમાં અનુવાદિત કરે છે, પ્રતિસાદ અને વધુ વૃદ્ધિ માટે તેમના વિચારો રજૂ કરે છે.
  1. પરીક્ષણ: ઉકેલો બનાવ્યા પછી, પ્રતિસાદ પદ્ધતિ શરૂ થાય છે જ્યાં વપરાશકર્તાના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે છે અને પ્રતિભાવના આધારે; તે તેમના સંતોષ સ્તરો અનુસાર સુધારેલ હોય છે.

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ નાના દિમાગમાં સમસ્યાનું નિરાકરણ, સહયોગ અને સર્જનાત્મક વિચારસરણીનો જુસ્સો પ્રજ્વલિત કરે છે. યુ.એસ.માં સૌપ્રથમવાર 2010માં લોન્ચ કરાયેલ, સોલ્વ ફોર ટુમોરો હાલમાં વૈશ્વિક સ્તરે 63 દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં 2.3 મિલિયનથી વધુ યુવાનોએ ભાગ લીધો છે.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની વૈશ્વિક સીએસઆર વિઝન ‘ટુગેધર ફોર ટુમોરો! ઇનેબલીંગ પીપલ’ વિશ્વભરના યુવાનોને આવતીકાલના નેતાઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સ્કુલ ટ્રેક પ્રથમ નજરે 

કોણ ભાગ લઇ શકે: 14-17 વર્ષના, વ્યક્તિગત કે પાંચ સભ્યોની ટીમ “કોમ્યુનિટી એન્ડ ઇન્ક્લુઝન” થીમમાં પોતાના વિચારો સુપરત કરી શકે છે જેથી આરોગ્ય, શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો કરવા અને શિક્ષણો લાભ ઉઠાવવા અને દરેક માટે સમાવેશીતા દ્વારા વંચિત જૂથોને સેવા આપી શકાય

તેમને શું મળશે:સેમી ફાઇનલિસ્ટ 10 ટીમોને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અને સેમસંગ ગેલેક્સી ટેબ્સ માટે રૂ 20,000ની સહાય મળશે. અંતિમ પાંચ ટીમોને પ્રોટોટાઇપ એન્હાન્સમેન્ટ અને સેમસંગ ગેલેક્સી ઘડિયાળો માટે પ્રત્યેકને રૂ. 1 લાખની સહાય ગ્રાન્ટ મળશે

વિજેતાઓને શું મળે છે: વિજેતા ટીમને સોલ્વ ફોર ટુમોરો 2024ની “કમ્યુનિટી ચેમ્પિયન” તરીકે જાહેર કરવામાં આવશે અને પ્રોટોટાઇપ એડવાન્સમેન્ટ માટે રૂ. 25 લાખની સીડ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. વિજેતા ટીમોની શાળાઓને શૈક્ષણિક તકોમાં વધારો કરવા માટે, સમસ્યાનું નિરાકરણ કરવાની માનસિકતાને પ્રોત્સાહિત કરવા માટે સેમસંગ પ્રોડક્ટ્સ પણ પ્રાપ્ત થશે.

તેઓ ક્યાં અરજી કરી શકે છે: www.samsung.com/in/solvefortomorrow

ક્યારથી: 09 એપ્રિલ, 2024થી શરૂ થાય છે

ક્યારે:31 મે, 2024ના રોજ સાંજે 5 વાગ્યે

એપ્લિકેશન એન્ટ્રીઓ 31 મે, 2024ના રોજ સાંજે 5 વાગ્યે બંધ થશે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *