સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

Spread the love

ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ સ્માર્ટ ફોન સિરીઝ છે, જેમાં સેમસંગ દર વર્ષે આ લાખ્ખો ડિવાઈસીસ વેચે છે.

નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સ ગયા વર્ષે રજૂ કરવામાં આવેલા ગેલેક્સી A35 અને ગેલેક્સી A55 સ્માર્ટફોન્સના અનુગામી છે.

યુવા ગ્રાહકોની વધતી માગણીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં નવી ડિઝાઈન, બહેતર ટકાઉપણું અને આધુનિક સલામતીની વિશિષ્ટતાઓ હશે, જે આસાન અને સંરક્ષિત ઉપભોક્તા અનુભવની ખાતરી રાખશે.

વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગે ગેલેક્સી A સિરીઝમાં તેના અનેક ફ્લેગશિપ ફીચર્સ રજૂ કર્યા છે, જે તેના નવીનતમ ઈનોવેશન્સ વ્યાપક ઉપભોક્તા મૂળ સુધી વિસ્તારવામાં મદદરૂપ થયા છે. ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સની રજૂઆત પરંપરા ચાલુ રાખતાં ભારતીય ગ્રાહકોને વધુ પસંદગી આપશે.


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *