
નેક્સ્ટ- જનરેશન એઆઈ- પાવર્ડ ડિવાઈસીસ અને એક્સપીરિયન્સીસ 7 જાન્યુઆરી થકી કંપનીના ખાસ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે
ગુરુગ્રામ, ભારત | ૦૫મી જાન્યુઆરી ૨૦૨૬ — સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિન લાસ વેગાસ ખાતે લાટુર બોલરૂમમાં આયોજિત તેની સીઈએસ®2026 ઈવેન્ટમાં ધ ફર્સ્ટ લૂક ખાતે તેનું ‘‘કમ્પેનિયન ટુ એઆઈ લિવિંગ’’ વિઝન આજે રજૂ કર્યું હતું. આ ઈવેન્ટ સેમસંગની ફિલોસોફી તરીકે એઆઈ પર કેન્દ્રિત હતી, જે પાયો કંપનીની આરએન્ડડી પ્રોડક્ટ વિકાસ, ઓપરેશન્સ અને યુઝર અનુભવને જોડે છે.
સેમસંગના ડિવાઈસ એખ્સપીરિયન્સ (ડીએક્સ) ડિવિઝનના સીઈઓ અને હેડ ટી એમ રોહે કંપનીની એઆઈ આગેવાનીનું વિવરણ કરીને અને તેની વિશાળ, એઆઈ- એનેબલ્ડ, કનેક્ટેડ ઈકોસિસ્ટમને લીધે સેમસંગ યુઝર્સને તેમના રોજબરોજના જીવનમાં અસલ એઆઈ કમ્પેનિયન એક્સપીરિયન્સ કઈ રીતે પૂરો પાડી શકે તેનું વિવરણ કરતો ધ ફર્સ્ટ લૂકને ખુલ્લો મૂક્યો હતો. આ અભિગમ યુઝર્સને તેમની ટેકનોલોજીના બેઝિક્સથી પણ વધુ પહોંચની તક આપે છે અને તેને બદલે સર્વત્ર વધુ અર્થપૂર્ણ અવસરો શોધવાની તક પૂરી પાડે છે.
“સેમસંગ મોબાઈલ, વિઝ્યુઅલ ડિસ્પ્લે, હોમ એપ્લાયન્સીસ અને સર્વિસીસમાં વધુ યુનિફાઈડ, વધુ પર્સનલ અનુભવ નિર્માણ કરે છે,’’ એમ સીઈઓ ટીએમ રોહે જણાવ્યું હતું. ‘‘અમારી વૈશ્વિક કનેક્ટેડ ઈકોસિસ્ટમ સાથે અને વિવિધ શ્રેણીઓમાં એઆઈ મઢીને સેમસંગે વધુ અર્થપૂર્ણ રોજબરોજના એઆઈ અનુભવો પ્રદાન કરવાની રીતમાં આગેવાની કરી છે.’’
એન્ટરટેઈનમેન્ટ કમ્પેનિયનઃ એક્સપીરિયન્સને સહજ વ્યુઈંગની પાર વિસ્તારે છે
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે વિઝ્યુઅલ ડિસ્પ્લે (વીડી) બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ડબ્લ્યુ યોંગ અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અમેરિકા ખાતે વીડી બિઝનેસના ચીફ માર્કેટિંગ અને પાર્ટનરશિપ્સ ઓફિસર સુખમણિ મોહતાએ મંચ પર આવીને સેમસંગના ડિસ્પ્લે અસલ એન્ટરટેઈનમેન્ટ કમ્પેનિયન પૂરા પાડવા માટે હાર્ડવેર એક્સલન્સ અને વિઝ્યુઅલ ઈન્ટેલિજન્સને કઈ રીતે જોડે છે તે દર્શાવ્યું છે. ટીવી ઉદ્યોગમાં આગેવાનીનાં વીસ વર્ષથી પ્રેરિત સેમસંગે ફુલ એઆઈ ટીવી લાઈનઅપ નિર્માણ કરી છે, જે યુઝર્સને તેમના ટીવી સાથે ઈન્ટરએક્ટ કરવાની સંપૂર્ણ નવી રીત પૂરી પાડે છે.
ડિસ્પ્લે લાઈનઅપનું કેન્દ્ર 130 ઈંચ માઈક્રો આરબીજી છે, જે સ્તર અને પિક્ચરની ગુણવત્તામાં અદભુત છલાંગ આલેખિત કરે છે. 130 ઈંચ માઈક્રો આરબીજી કલરના નવા યુગનું નિશાન છે, જેમાં સેમસંગ ટીવીમાં આજ સુધી જોયું હોય તેનાથી સૌથી વ્યાપક અને સૌથી બારીકાઈભર્યું સ્પેક્ટ્રમ છે, જ્યારે તેની સમકાલીન ફ્રેમ ડિઝાઈન વિચલિતતા લઘુતમ કરે છે અને પિક્ચર અંડરસ્ટેટેડ મનોહરતા સાથે કેન્દ્રસ્થાન લેવા પિક્ચરને અનુકૂળતા આપે છે. માઈક્રો આકારના આરબીજી લાઈટ સોર્સ અભૂતપૂર્વ પિક્ચર ક્વોરિટી પ્રેરિત કરે છે, જેમાં દરેક માઈક્રોસ્સોપિક રેડ, ગ્રીન અને બ્લુ ડિયોડી તેના શુદ્ધતમ, સૌથી સ્વાભાવિક સ્વરૂપમાં રંગ પેદા કરવા માટે સ્વતંત્ર રીતે ચમકે છે. માઈક્રો આરજીબી એઆઈ એન્જિન પ્રો આરબીજી કલર્સનું અચૂક નિયંત્રણ અભિમુખ બનાવે છે અને દરેક સીનમાં અદભુત વૈવિધ્યપૂર્ણ પિક્ચર ક્વોલિટી નિર્માણ કરે છે.
આ ઉચ્ચ સ્તરના વ્યુઈંગ એક્સપીરિયન્સને નવી ઊંચાઈએ લઈ જતાં વિઝન એઆઈ કમ્પેનિયન (વીએસી)1 ઘરમાં ગમે ત્યાં બહેતર વ્યુઈંગ, ડાઈનિંગ અને મૂડ બહેતર બનાવવા માટે સંપૂર્ણ એન્ટરટેઈનમેન્ટ કમ્પેનિયન તરીકે યુઝર્સ સાથે કામ કરવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેની સાથે યુઝર્સ શું જોવું, શું ખાવું અને કયું સંગીત સાંભળવું તેની પર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે, જે સહજ વ્યુઈંગની પાર એકંદર ટીવી જોવાના અનુભવની રીતને બહેતર બનાવે છે.
સેમસંગ વ્યુઈંગ એક્સપીરિયન્સ પર્સનલાઈઝ કરવા માટે જ્ઞાનાકાર મોડ્સ પણ ઓફર કરે છે. સોકરના ચાહકો માટે એઆઈ સોકર મોડ પ્રો એઆઈ પ્રેરિત પિક્ચર અને સ્ટેડિયમ સ્તરની ગણવત્તાના સાઉન્ડ ટ્યુનિંગ થકી વધુ આકર્ષક ગેમડે અનુભવ પ્રદાન કરે છે. એઆઈ સાઉન્ડ કંટ્રોલર પ્રો તમને ટોળું, કોમેન્ટરી અથવા પાર્શ્વભૂ સંગીતના વોલ્યુમને વધારવા અથવા ઓછો કરવાની અનુકૂળતા આપે છે, જેથી ટીવી શો અને મુવીઝ માટે પર્સનલાઈઝ્ડ સાંભળવાનો અનુભવ પૂરો પાડે છે. યુઝર્સ મૌખિક વિનંતી કરી શકે અને માઈક્રો એલઈડી, માઈક્રો આરજીબી, ઓએલઈડી, નિયો ક્યુએલઈડી, મિની એલઈડી અને યુએચડી ટીવી સહિત વીએસી સાથે સુસજ્જ કોઈ પણ ટીવી પરિપ્રેક્ષ્યની રીતે તે વિનંતીઓ આગળ લઈ જાય છે.
પ્રોગ્રામિંગના અલગ અલગ પ્રકારમાં વીએસી એકંદર લાઈફસ્ટાઈલ અનુભવને પણ નવી ઊંચાઈએ લઈ જાય છે. તે યુઝર્સને આરોગ્ય અને ફિટનેસનાં લક્ષ્યો સાથે સુમેળ સાધતી ભલામણો કરવા માટે સહજ રીતે પૂછીને ટીવી પર તેઓ જુએ તે ભોજન માટે રેસિપી શોધવામાં મદદ કરે છે અને સૌથી અપટુડેટ માહિતીનો ઉપયોગ કરે છે. વીએસી મલ્ટી- ડિવાઈસ ફંકશનાલિટી ઓફર કરે છે તેમ જ ભલામણ કરેલી રેસિપીઓ સીધી જ નવા રજૂ કરાયેલા ધ મુવિંગસ્ટાઈલ જેવાં અન્ય ડિવાઈસીસને મોકલે છે, જે સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઈન્ટીગ્રેશન થકી હાંસલ મલ્ટી- ડિવાઈસ અનુભવ માટે હોમ અને કિચન એપ્લાયન્સીસ થકી આસાનીથી મુવ કરવા માટે તૈયાર કરાયું છે.
સેમસંગે લાગલગાટ 11 વર્ષ સુધી વૈશ્વિક સાઉન્ડબાર બજારની આગેવાની કરી છે. આ વર્ષે તે બે નવાં વાયફાય સ્પીકર્સ, મ્યુઝિક સ્ટુડિયો 5 અને 7 રજૂ કરીને તેની ઈન્ટીગ્રેટેડ ઈકોસિસ્ટમને વધુ વિસ્તારી રહી છે. આ મોડેલો વ્યાપક શ્રેણીના સાઉન્ડ સિસ્ટમ કોમ્બિનેશન્સને સપોર્ટ કરે છે, ઓડિયોવિઝ્યુઅલ ગુણવત્તા બહેતર બનાવે છે અને કોઈ પણ જગ્યાની સુંદરતા સુધારે છે. દરેક મોડેલ પ્રસિદ્ધ ડિઝાઈનર ઈરવાન બોરોલેક દ્વારા સમકાલીન, ડોટ ડિઝાઈન સંકલ્પના શૅર કરે છે, જે સંગીત અને કળામાં સાર્વત્રિક પ્રતીક દ્વારા પ્રેરિત છે અને સેમસંગની સિગ્નેચર ડિઝાઈન લેન્ગ્વેજમાં ગ્રાઉન્ડેડ છે.
સેમસંગે ઘણી બધી નવી પ્રોડક્ટો પણ રજૂ કરી છે, જે સુંદર રીતે યુઝર્સનાં ઘરો અને એસ્થેટિક્સ સાથે સંમિશ્રિત થાય છે. નવા, અલ્ટ્રા- થિન ઓએલઈડી એસ95એચમાં રિફાઈન્ડ બેઝલ છે, જે તેને આર્ટ ગેલેરીની મનોહરતા આપે છે અને સેમસંગનો નવો પોર્ટેબલ પ્રોજેક્ટર ધ ફ્રીસ્ટાઈલ+ વીએસી દ્વારા પાવર્ડ છે અને યુઝર્સને દીવાલો અને સીલિંગ પર તેમ જ ખૂણાઓ અને પડદાઓ જેવી અસમાન સપાટીઓ પર કન્ટેન્ટ જોવાની અનુકૂળતા પણ આપે છે.
2026 ટીવી લાઈનઅપ2 એચડીઆર10+ એડવાન્સ્ડને સપોર્ટ કરીને બહેતર બ્રાઈટનેસ, પ્રકાર આધારિત ઓપ્ટિમાઈઝેશન, ઈન્ટેલિજન્ટ મોશન સ્મૂધિંગ, એડવાન્સ્ડ લોકલ ટોન મેપિંગ અને સુધારિત ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.
એચડીઆર10+ અપનાવવાનું મુખ્ય ઓટીટી પ્રદાતાઓમાં વધ્યું હોઈ સેમસંગ તેની 2026ની ટીવી લાઈનઅપમાં એચડીઆર 10+ એડવાન્સ્ડ રજૂ કરનાર પ્રથમ બની રહેશે. સેમસંગમાં એક્લિપ્સા ઓડિયો પણ છે, જે કંપનીના નવા સ્પાશિયલ સાઉન્ડ સિસ્ટમ સર્વ 2026નાં ટીવામાં રજૂ કરાઈ છે.
સેમસંગે તેની આજ સુધીની સૌથી આધુનિક ઓડિસ્સી ગેમિંગ મોનિટર લાઈનઅપ પણ રજૂ કરી છે, જે પાંચ નવાં મોડેલોમાં રજૂ કરાઈ છે, જે રિઝોલ્યુશન, રિફ્રેશ રેટ અને રોમાંચક વિઝ્યુઅલ પરફોર્મન્સની સીમાઓને પાર કરે છે. સેમસંગની પ્રથમ 6કે 3ડી ઓડિસ્સી જી9થી પ્રેરિત 2026ની લાઈનઅપમાં ગેમર્સ અને ક્રિયેટર્સ માટે વિશ્વ કક્ષાની ડિસ્પ્લે ટેકનોલોજીઓ રજૂ કરી છે, જેમાં નેક્સ્ટ- જનરેશન ઓડિસ્સી જી6 અને ત્રણ નવાં ઓડિસ્સી જી8 મોડેલનો સમાવેશ થાય છે.
આ સર્વ ડિસ્પ્લે ઈનોવેશન્સના હાર્દમાં આજ સુધીનું સૌથી શક્તિશાળી ટાયઝેન ઓએસ છે. યુઝર્સ ટાયઝેન ઓએસ અપગ્રેડ્સનાં સાત વર્ષ માણી શકે છે, જે ટીવી ઘરમાં પ્રવેશ કરે તે પછી લાંબા સમય સુધી ઉત્ક્રાંતિ પામવાનું ચાલુ રાખે તેની ખાતરી રાખે છે.
હોમ કમ્પેનિયનઃ તમારા દિવસ દરમિયાન તમને માર્ગદર્શિત કરતાં કનેક્ટેડ સ્માર્ટ એપ્લાયન્સીસ
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ડિજિટલ એપ્લાયન્સીસ (ડીએ) ડિવિઝનના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ ચિયોલ્ગી કિમ અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અમેરિકા (એસઈએ) ખાતે ડીએના ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગના હેડ એલિઝાબેથ એન્ડરસને રોજિંદાં કામોનો તાણ દૂર કરવા માટે કામ કરતા અસલી ઘરના સાથીઓ હોમ એપ્લાયન્સીસ બને તે રીતે ઉત્ક્રાંતિ કરવાનો સેમસંગનો ધ્યેય અધોરેખિત કર્યો હતો. ચિયોલ્ગી કિમે ડિસેમ્બર 2025માં એવી પણ ઘોષણા કરી કે સ્માર્ટથિંગ્સ હવે 430 મિલિયનથી વધુ યુઝર્સને સેવા આપે છે,સ જે સેમસંગને ઉચ્ચ સ્તર અને ઈનસાઈટના ઊંડાણ સાથે સશક્ત બનાવીને અન્ય બ્રાન્ડ્સથી તેને અલગ તારવે છે.
આ ઈનસાઈટ ફેમિલી હબ સાથે જીવંત બે છે. એઆઈ- એનેબલ્ડ રેફ્રિજરેટર ઘરનું કેન્દ્રબિંદુ છે અને હવે ગૂગલ જેમિની3 સાથે નિર્મિત એઆઈ વિઝન અપગ્રેડ કરવા સાથે તે એઆઈ ફ્યુચર માટે જીવનની નવી વ્યાખ્યા કરે છે. આ અપડેટ સાથે એઆઈ વિઝન ખાદ્યપદાર્થો ઓળખવામાં, રેફ્રિજરેટરની અંદર શું મૂક્યું છે તેનું પગેરું રાખવા અને બહાર કાઢવા માટે તેની મોજૂદ મર્યાદાઓને ઉજાગર કરે છે, જેથી ભોજનનું નિયોજન અને ખાદ્યનું વ્યવસ્થાપન અગાઉ કરતાં વધુ આસાન બની ગયું છે. ફેમિલી હબે હમણાં સુધી 10 સીઈએસ ઈનોવેશન એવોર્ડસ જીત્યા છે અને સેમસંગ એઆઈ- એનેબલ્ડ ફ્રિજને ગત ત્રણ વર્ષ માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે.
‘‘વ્હોટ્સ ફોર ટુડે?’’ નામે ગેમિફાઈડ ફીચર થકી ચુનંદાં રેફ્રિજરેટર રેફ્રિજરેટરમાં શું છે તેને આધારે રેસિપીની ભલામણ પૂરી પાડે છે અથવા અડસટ્ટે ભલામણો પણ પૂરી પાડે છે, જેથી શું રાંધવું તે વિચારવાની ઝંઝટ દૂર કરે છે. પસંદગી કરાયા પછી રેસિપી સ્માર્ટથિંગ્સ ફૂડ થકી દેખાય છે, જ્યાં યુઝર્સને તુરંત શરૂઆત કરવા માટે મદદરૂપ થવા પગલાંવાર માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. ચૂંટેલી રેસિપી પ્રક્રિયા સહજતાથી શરૂ કરવા માટે કનેક્ટેડ કૂકિંગ એપ્લાયન્સીસને પણ મોકલવામાં આવે છે. વિડિયો ટુ રેસિપી વધુ સાદગી ઉમેરીને યુઝર્સને ભલામણ કરેલી કૂકિંગ વિડિયોઝ પૂરા પાડે છે અને તે વિડિયોઝને પાલન કરવામાં આસાન પગલાંમાં ફેરવીને યુઝર્સને વિડિયો પૉઝ અથવા બેકટ્રેકિંગ કર્યા વિના રાંધવા દરમિયાન તેનું પાલન કરવાની અનુકૂળતા પણ આપે છે.
સેમસંગે ફૂડનોટ પણ રજૂ કરી છે, જે નવો, સાપ્તાહિક અહેવાલ સૌથી વધુ ઉપયોગ કરાતી સામગ્રીઓ અને રેસિપીની ભલામણો અને કઈ ચીજો ફરીથી જથ્થામાં લાવવી જોઈએ ત્યાં સુધી યુઝર્સની ખાદ્ય સેવન શૈલીનું રિકેપ પણ છે. ઉપરાંત નાઉ બ્રિફમાં ફેમિલી હબ સ્ક્રીન પર વધુ વિજેટ્સનો સમાવેશ થાય છે અને વોઈસ આઈડી સાથે પરિવારના સભ્યો વચ્ચે ભેદ પાડે છે અને દરેક વ્યક્તિગતને સુસંગત કન્ટેન્ટ પ્રદર્શિત કરે છે. આખરે આ ફીચર્સ એકત્ર આવીને સપ્તાહભરમાં વિવિધ મદદરૂપ થતી ઈનસાઈટ્સ અને માહિતી પૂરી પાડે છે.
લોન્ડ્રી રૂમમાં બીસ્પોક એઆઈ લોન્ડ્રી કોમ્બો લોન્ડ્રીનો લોડ ટ્રાન્સફર કરવાની જરૂર દૂર કરે છે, જેથી પરિવારો માટે મુખ્ય મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય છે. આ વર્ષનું મોડેલ બહેતર ફીચર્સ સાથે આવે છે, જેમાં ઝડપી સુપર સ્પીડ સાઈકલ અને બહેતર ડ્રાઈંગ પરફોર્મન્સ સાથે આવે છે. ઉપરાંત સેમસંગનું નવું બીસ્પોક એઆઈ એરડ્રેસર તમારાં કપડાં સાથે વધુ એક સામાન્ય સમસ્યાનો ઉકેલ લાવે છે. તેમાં ઓટો રિંકલ કેર પણ છે, જે તીવ્ર હવા અને સ્ટીમ જેટ્સને બ્લાસ્ટ કરીને શર્ટસ મુલાયમ બનાવે છે. યુઝર્સે ફક્ત તેમના શર્ટ ટિંગાડવાના અને રાહ જોવાની રહે છે, જેથી વ્યસ્ત સવારમાં બોજ ઓછો થાય છે.
ઘરોમાં બીસ્પોક એઆઈ જેટ બોટ સ્ટીમ અલ્ટ્રા ક્વેલ્કોમ ડ્રેગનવિંગ™ પ્રોસેસર દ્વારા પાવર્ડ હોઈ તેમાં કોફી, જ્યુસ અથવા પારદર્શક દ્રવ્યો, જેમ કે, પાણી ઓળખવા માટે એક્ટિવ સ્ટીરિયો 3ડી સેન્સર છે. તેનો કેમેરા નેવિગેશનમાં મદદ કરે છે ત્યારે તે રોબો વેક્યુમને યુઝર્સ ઘરથી દૂર હોય ત્યારે મોનિટરિંગ ડિલાઈસનું કામ કરીને તેમને તેમના પાલતુ જનાવર અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે સૂચિત કરે છે. ઉપરાંત સ્માર્ટર બિક્સબી સાથે યુઝર્સ આસાનીથી ટાસ્ક્સ પાર પાડવા માટે તેમના રોબો વેક્યુમ સાથે વાર્તાલાપ કરી શકે છે. પરિપૂર્ણ, એઆઈ- પાવર્ડ એક્સપીરિન્સનો આધાર બનતા કનેક્ટિવિટી અને ઈન્ટીગ્રેશનની ઘેરી સપાટી માટે સેમસંગ બીસ્પોક એઆઈ એપ્લાયન્સીસને સીઈએસ ઈનોવેશન એવોર્ડ પ્રાપ્ત થયો છે.
વધારાના લાભોમાં સ્માર્ટ હોમ અનુભવ માટે અસલ, અર્થપૂર્ણ બચતો ઉજાગર કરવા મદદરૂપ થવા માટે હાર્ટફોર્ડ સ્ટીમ બોઈલર (એચએસબી) સાથે અનોખી ભાગીદારીનો સમાવેશ થાય છે. એચએસબીના પ્રેસિડેન્ટ અને સીઈઓ ગ્રેગ એમ. બારાત્સ ભાગીદારીના ચર્ચા કરવા માટે પ્રસ્તુતિકરણમાં જોડાયા હતા, જેમાં તેમણે વીમા પ્રીમિયમ ઓછું કરવા સ્માર્ટથિંગ્સ સાથે જોડાયેલાં સ્માર્ટ એપ્લાયન્સીસ ધરાવવાના સંભાવ્ય લાભો સમજાવ્યા હતા. આ શ્રેષ્ઠ એઆઈ યુગ છે, જેમાં યુઝર્સ માટે વધુ રક્ષણ અને ઘટતા ખર્ચનો સમાવેશ થાય છે. યુએસમાં 2025માં સફળ પાઈલટ રન પછી જોડાણ યુએસમાં વધુ રાજ્યોમાં વિસ્તર્યું છે અને અન્ય વૈશ્વિક પ્રદેશોમાં હોમ ઈન્શ્યુરન્સ વાહકોમાં આગેવાની કરી રહી છે.
કેર કમ્પેનિયનઃ રિએક્ટિવમાંથી પ્રોએક્ટિવ કેરમાં રૂપાંતર
આખરે સેમસંગ રિસર્ચ અમેરિકા (એસઆરએ) ખાતે ડિજિટલ હેલ્થના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ પ્રવીણ રાજાએ સેમસંગ ઈન્ટીગ્રેટેડ ડિવાઈસ ઈકોસિસ્ટમ દ્વારા એનેબલ્ડ ઈન્ટેલિજન્ટ કેર માટે સેમસંગના લાંબા ગાળાના ધ્યેય રજૂ કર્યા, જે રિએક્ટિવ જરૂરતમાંથી સંભાળને પ્રોએક્ટિવ તકમાં ફેરવવા માટે નવી વ્યાખ્યા કરે છે. એઆઈ, ફોન્સ, એપ્લાયન્સીસ, વેરેબલ્સ અને અન્ય કનેક્ટેડ ડિવાઈસીસ સાથે યુઝર્સ સંભાવ્ય આરોગ્યની ચિંતાઓ ઉદભવવા પૂર્વે નિવારી શકે છે.
દાખલા તરીકે, સેમસંગનું લક્ષ્ય મુખ્ય હઠીલા રોગો માટે જોખમો ઓછું કરવા મદદરૂપ થવા અને કનેક્ટેડ રેફ્રિજરેટર્સમાં ઉપલબ્ધ સામગ્રીઓને આધારે યોગ્ય રેસિપીઓ સૂચવવા માટે પણ મદદરૂપ થવા અસરકારક કસરત અને સ્લીપ કોચિંગ પ્રદાન કરવા માટે પર્સનલાઈઝ્ડ હેલ્થ કોચિંગ પૂરું પાડવાનું છે. ઉપરાંત જો કોઈ અસામાન્ય ચિહનો અથવા શૈલીઓ શોધી કઢાય તો તે યુઝર્સને એલર્ટ રે છે, જેથી તેઓ તેમના હેલ્થના મેટ્રિક્સ શેલ્થ પ્લેટફોર્મ થકી પ્રદાતાઓ સાથે આદાનપ્રદાન કરી શકાય અને વર્ચ્યુઅલ પ્રોફેશનલ કન્સલ્ટેશન કરી શકાય.
પ્રતિબંધાત્મક આરોગ્યના મહત્ત્વને ઓળખીને સેમસંગે મોબિલિટી, સ્પીડ અને એન્ગેજમેન્ટમાં નમ્ર ફેરફાર નોંધતાં વેરેબલ ડિવાઈસીસ સાથે સંશોધન ભાગીદારીઓ થકી ડિમેન્શિયા ડિટેકશનમાં તેની ક્ષમતાઓ પણ વિસ્તારી છે, જે લાંબા ગાળાના જ્ઞાનાકાર ફેરફારનો સંકેત બની શકે છે.
સેમસંક નોક્સ અને નોક્સ મેટ્રિક્સ આ હાઈપર- પર્સનલાઈઝ્ડ ઈકોસિસ્ટમનો પાયો તરીકે કામ કરે છે, જે દરેક વળાંકે યુઝરના ડેટાનું રક્ષણ કરે છે. એઆઈ સતત ઉત્ક્રાંતિ પામી રહ્યું છે તેમ નોક્સ અને નોક્સ મેટ્રિક્સ પણ ઉત્ક્રાંતિ પામી રહ્યા છે. એકધાર્યા ફેરફાર છતાં સલામતી જાળવી રાખવા માટે સેમસંગની સિક્યુરિટી સિસ્ટમ્સે એઆઈ તાલીમ પ્રક્રિયાઓમાં ડેટાના રક્ષણ માટે પ્રગતિ કરીને અને રેડ ટીમ વિશ્લેષણ થકી મોડેલો મંજૂર કરીને એઆઈ જોખમો સતત ઓળખે છે.
સીઈએસ ખાતે સેમસંગ એક્ઝિબિશન ઝોન 4-7 જાન્યુઆરીના રોજ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે વિઝિટ કરોઃ Samsung Newsroom.
◊◊◊◊◊◊◊◊◊◊
Aajna Samachar