સેમસંગ દ્વારા ભારતમાં આગામી ગેલેક્સી S સિરીઝ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યું

Spread the love

ગુરુગ્રામ, ભારત 07 જાન્યુઆરી 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજથી આરંભ કરતાં તેમના આગામી ગેલેક્સી S સિરીઝ સ્માર્ટફોન ગ્રાહકો પ્રી-રિઝર્વ કરી શકે એવી આજે ઘોષણા કરી છે. નવી ગેલેક્સી S સિરીઝ મોબાઈલ AIમાં નવો અધ્યાય શરૂ કરશે. પ્રીમિયમ ગેલેક્સી ઈનોવેશન્સ રજૂ કરતાં તમારા જીવનના દરેક અવસરમાં અસીમિત સુવિધા લાવશે.

 

ગ્રાહકો Samsung.com, ભારતભરમાં સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ અને અવ્વલ ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સ પર રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને ફ્લેગશિપ ગેલેક્સી S સિરીઝ પ્રી-રિઝર્વ કરી શકે છે. પ્રી-રિઝર્વ કરનારા ગ્રાહકો વહેલી પહોંચ માટે પાત્ર બનશે અને નવાં ગેલેક્સી S સિરીઝ ડિવાઈસીસની ખરીદી પર રૂ. 5000 સુધી લાભો પ્રાપ્ત કરશે.

 

સેમસંગ ગેલેક્સી AIમાં નવી ક્રાંતિ લાવશે, જે ગ્રાહકો રોજબરોજ દુનિયા સાથે આદાનપ્રદાન કરે છે તે રીત બદલી નાખશે. નવી ગેલેક્સી S સિરીઝ મોબાઈલ AI અનુભવમાં ફરી એક વાર નવો દાખલો બેસાડશે. સેમસંગ સેમ જોશ, કેલિફોર્નિયામાં 22 જાન્યુઆરીના રોજ ગેલેક્સી અનપેક્ડ ખાતે ગેલેક્સી S સિરીઝની તેની આગામી પેઢી રજૂ કરશે.


લિંકઃ
https://www.samsung.com/in/unpacked/


Spread the love

Check Also

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

Spread the love LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *