ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને ફક્ત રૂ. 59,999માં 8GB+128GB વેરિયન્ટની કિંમતે 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે
ગુરુગ્રામ, ભારત 30 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી Galaxy S24 FEના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે વધુ ઉપભોક્તાઓને પ્રીમિયમ મોબાઈલ અનુભવો પ્રદાન કરતી ગેલેક્સી AI ઈકોસિસ્ટમમાં નવો ઉમેરો છે.
ગેલેક્સી S24 FE, AI-આધારિત પ્રોવિઝ્યુઅલ એન્જિન દ્વારા પાવર્ડ છે અને ગેલેક્સી AIના ફોટો આસિસ્ટ ફીચર્સ બહેતર કેમેરા સેટઅપ દર્શાવે છે, જે ઉપભોક્તાઓને વધુ ક્રિયાત્મક બનવા માટે સશક્ત બનાવે છે. તે 6.7- ઈંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે, દીર્ઘ ટકાઉ 4,700mAh બેટરી અને શક્તિશાળી Exynos 2400 સિરીઝ ચિપસેટ સાથે ઓન-ધ-ગો ગેમિંગ માટે પરફેક્ટ ડિવાઈસ છે. ગેલેક્સી S24 FE પ્રીમિયમ ગેલેક્સી AI ટૂલ્સ અને ઈકોસિસ્ટમ કનેક્ટિવિટી ઓફર કરે છે, જે સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા વધારે છે, જે સર્વ મજબૂત સેમસંગ નોક્સ સિક્યુરિટી દ્વારા સુરક્ષિત અને પ્રતિકાત્મક ડિઝાઈનમાં સમાવિષ્ટ છે.
AI-સમૃદ્ધ કેમેરા અને એડિટિંગ
ગેલેક્સી S24 FEના પ્રીમિયમ કેમેરા સેટઅપમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP વાઈડ લેન્સ અને 8MP ટેલિફોટો લેન્સ છે, જે બંનેને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) – વત્તા 12MP અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 10MP સેલ્ફી કેમેરા સપોર્ટેડ છે.
FE સિરીઝમા પદાર્પણ કરતાં પ્રોવિઝ્યુઅલ એન્જિનમાં વ્યાપક સુધારિત ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે મંત્રમુગ્ધ કરનારી બારીકાઈ અને નોંધપાત્ર રીતે સબલ ટેક્સ્ચર્સ પ્રદાન કરવા માટે આધુનિક AI અલ્ગોરિધમ્સનો લાભ લે છેઃ
- ઓછા પ્રકાશના પરફોર્મન્સને સુધારવા માટે AI ઈમેજ સિગ્નલ પ્રોસેસિંગ (ISP) સાથે નાઈટોગ્રાફી રાત્રિનાં પોર્ટ્રેઈટ્સ સુંદર બનાવે છે.
- ઓપ્ટિકલ 3x ઝૂમ ઉપરાંત 2xથી ઝૂમ લેવલે ઓપ્ટિકલ- ગુણવત્તાનો પરફોર્મન્સ અભિમુખ બનાવવા માટે વાઈડ કેમેરાના 50MP એડપ્ટિવ પિક્સેલ સેન્સર સાથે કામ કરે છે. AI ઝૂમ ડિજિટલ ઝૂમ લંબાઈઓ વચ્ચે અંતરે બહેતર ઈમેજ ગુણવત્તા પણ પૂરી પાડે છે.
- સુપર હાઈ ડાયનેમિક રેન્જ (HDR)માં સીન્સ ઓળખવા અને કલર્સ મહત્તમ બનાવવા માટે ઓબ્જેક્ટ- અવેર એન્જિન ફોટોઝ અને વિડિયોઝ સ્વર્ણિમ અને જીવંત બને તેની ખાતરી રાખે છે.
એડિટ કરવાનું હોય ત્યારે ફોટો આસિસ્ટ ફીટર્સ આઈડિયાઝમાં પ્રાણ પૂરે છે. ગેલેક્સી S24 સિરીઝ ડિવાઈસીસની રજૂઆત થઈ ત્યારથી ગેલેક્સી AI ઈમેજીસ એડિટ કરવા અને ક્રિયાત્મકતા વ્યક્ત કરવા માટે મૂલ્યવાન બની ગયું છે.
- જનરેટિવ એડિટ ઓબ્જેક્ટ મુવિંગ અને રિમુવલ ક્ષમતા થકી દુનિયાને રિએસેમ્બલ કરીને વધુ ક્રિયાત્મક આઝાદી લાવે છે.
- પોર્ટ્રેઈટ સ્ટુડિયો ઓનલાઈન પ્રોફાઈલ્સમાં ખૂબી ઉમેરવા માટે કાર્ટૂન્સ, કોમિક્સ, વોટરકલર પેઈન્ટિંગ્સ અથવા સ્કેચીસ તરીકે સેલ્ફીની કલ્પના કરે છે.
- એડિટ સજેશન બટન દબાવતાં જ પ્રતિબિંબ જેવા નહીં જોઈતાં તત્ત્વોને તુરંત દૂર કરે છે.
- ઈન્સ્ટન્ટ સ્લો-મો સ્નેપમાં જીવનના મહત્ત્વપૂર્ણ અવસરોના દરેક સેકંડને યાદગાર બનાવે છે.
શક્તિશાળી પરફોર્મન્સ
શક્તિશાળી Exynos 2400 સિરીઝ ચિપસેટથી રે ટ્રેસિંગ જેવા અત્યાધુનિક ફીચર્સ સાથે અભિમુખ બાંધછોડ વિનાનો ગેમિંગ અનુભવ અભિમુખ બનાવે છે. ઝડપ અને કાર્યક્ષમતાનું બહુ મહત્ત્વ છે તેવી આ દુનિયામાં ગેલેક્સી S24 FE સ્પર્ધામાં આગળ રહેવા માટે અનેક મુખ્ય વિશિષ્ટતાઓનો ઉપયોગ કરે છેઃ
- 1x લાર્જર વેપર ચેમ્બર દીર્ઘ મુદત સુધી પીક પરફોર્મન્સ જાળવવા કૂલિંગ સુધારે છે.
- મોટી 4700mAh બેટરીને કારણે દીર્ઘ, ચિંતામુક્ત ગેમિંગ સત્રો માણી શકાય છે.
- 7” એડપ્ટિવ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે–FE સિરીઝમાં ઉપયોગ કરાયેલું આજ સુધીનું સૌથી મોટું ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ સ્મૂધ અને અદભુત વ્યુઈંગ અનુભવ પૂરો પાડે છે.
- વિઝન બૂસ્ટર સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટ અને આરામદાયક ગેમિંગ માટે કલર અને કોન્ટ્રાસ્ટને મહત્તમ બનાવે છે.
ગેલેક્સી AI અનુભવ
ગેલેક્સી S24 FE ગેલેક્સી S24 સિરીઝ જેવો જ એડવાન્સ્ડ AI અનુભવ સમાવે છે. બહેતર કામ, સરળ સંદેશવ્યવહાર અને વધુ કનેક્ટિવિટી માટે ઘડવામાં આવેલું S24 FE પરનું ગેલેક્સી AI નવી શક્યતાઓ ઉજાગર કરતાં ટૂલ્સ ઓફર કરે છેઃ
- ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ હોમ બટન અને સર્કલ લોંગ પ્રેસ કરતાં જ તુરંત સર્ચ રિઝલ્ટ્સ પ્રદાન કરીને અભૂતપૂર્વ આસાનીથી ઉત્સુકતાને સંતોષે છે.
- ઈન્ટરપ્રેટર તુરંત ઈન-પર્સન વાર્તાલાપ, લેક્ચર્સ અન કોઈ પણ પ્રકારનાં પ્રસ્તુતિકરણનું ઓફફલાઈન હોય ત્યારે પણ ભાષાંતર કરે છે.
- લાઈવ ટ્રાન્સલેટ ફોન કોલ્સ પર સંદેશવ્યવહારના અવરોધોને તોડે છે અને હવે લોકપ્રિય થર્ડ- પાર્ટી એપ્સની પસંદગીમાં પણ વિસ્તારવામાં આવ્યો છે.
- સેમસંગ કીબોર્ડનું કમ્પોઝર ઈમેઈલ અને સપોર્ટેડ સોશિયલ મિડિયા એપ્સ માટે સિંપલ કીવર્ડસ પર આધારિત સૂચિત ટેક્સ્ટ ઊપજાવે છે.
- નોટ આસિસ્ટ નોટ-ટેકિંગ પ્રક્રિયા પ્રવાહરેખામાં લાવે છે અને ફોર્મેટિંગ તથા ટ્રાન્સલેશન સ્વયંચાલિત બનાવે છે. સેમસંગ નોટ્સમાં તમે ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન મેળવી શકો છો અને વોઈસ રેકોર્ડિંગ્સ પણ સીધા જ સમરાઈઝ કરી શકો છો. પીડીએફ ફાઈલ્સમાં ટેક્સ્ટ પણ ભાષાંતર કરી શકાય છે અને પીડીએફ ઓવરલે ટ્રાન્સલેશન થકી ઓવરલેઈડ તકરી શકાય છે.
સેમસંગ ગેલેક્સી ઈકોસિસ્ટમ
દરેક ગેલેક્સી AI-એન્હાન્સ્ડ અનુભવ ગેલેક્સી S24 FE સેમસંગની વ્યાપક મોબાઈલ ઈકોસિસ્ટમ સાથે જોડવામાં આવે ત્યારે વધુ ઉપયોગી બને છે. તે આસાનીથી ફાઈલ્સ ટ્રાન્સફર કરે છે, વિસ્તારિત ડિસ્પ્લે ઝડપથી સેટઅપ કરે છે અને આસાનીથી જ્ઞાનાકાર ઈનપુટ્સ થકી કોમ્પ્લેક્સ ક્રિયેટિવ આઈડિયાઝનો અમલ કરે ચે. આ હાઈપર- કનેક્ટેડ સેમસંગ ગેલેક્સી ઈકોસિસ્ટમમાં ગેલેક્સી S24 FE અનુભવોને અભિમુખ બનાવે છે, જે ઉત્પાદકતા, ક્રિયાત્મકતા અને કાર્યક્ષમતા વધારે છે.
S સિરીઝના નાવીન્યપૂર્ણ વારસા પર નિર્મિત ગેલેક્સી S24 FE મજબૂત સિક્યુરિટી સાથે દ્રઢ બનાવવામાં આવી છે. ગેલેક્સી મલ્ટી-લેયર સિક્યુરિટી મંચ સેમસંગ નોક્સ એન્ડ-ટુ-એન્ડ સિક્યોર હાર્ડવેર, અસલ સમયમાં ખતરાની શોધ અને એકત્રિત રક્ષણ સાથે નિર્બળતાઓ સામે મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરે છે.
સક્ષમ ડિઝાઈનની S24 સિરીઝની પરંપરાને ચાલુ રાખતાં ગેલેક્સી S24 FE પૃથ્વીનાં સંસાધનોની વાત આવે ત્યારે ઓછા સાથે વધુ કરે છે. તેમાં વ્યાપક પ્રકારના રિસાઈકલ્ડ મટીરિયલ્સમાં રિસાઈકલ્ડ પ્લાસ્ટિક્સ, એલ્યુમિનિયમ, ગ્લાસ અને આંતરિક તથા બહારી કમ્પોનન્ટ્સમાં રેર અર્થ એલીમેન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં OS અપગ્રેડ્સની સાત પેઢી અને સિક્યુરિટી અપડેટ્સનાં સાત વર્ષનો સમાવેશ થાય છે અને 100 ટકા રિસાઈકલ્સ પેપર મટીરિયલમાંથી બનાવવામાં આવેલાં પેકેજિંગ બોક્સમાં આવે છે.
ઉપલબ્ધતા અને કિંમત
ગેલેક્સી S24 FE ત્રણ તાજગીપૂર્ણ રંગોમાં ઉપલબ્ધ થશે- બ્લુ, ગ્રેફાઈટ અને મિંટ. ગેલેક્સી S24 FE માટે પ્રી-બુકિંગ 27 સપ્ટેમ્બર, 2024થી શરૂ થાય છે. ગ્રાહકો Samsung.com અને અગ્રણી રિટેઈલ સ્ટોર્સ ખાતે ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવી શકે છે.
પ્રોડક્ટ | વેરિયન્ટ્સ | કલર્સ | એમઓપી |
ગેલેક્સી S24 FE | 8GB+128GB | બ્લુ, ગ્રેફાઈટ અને મિંટ | INR 59999 |
8GB+256GB | INR 65999 |
પ્રી-બુક ઓફર્સ
પ્રોડક્ટ | ઓફર્સ |
ગેલેક્સી S24 FE | ગેલેક્સી S24 FE પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને ફક્ત રૂ. 59,999માં 8GB+128GB વેરિયન્ટની કિંમતે 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે + ફક્ત રૂ. 999માં રૂ. 4799 મૂલ્યનું સેમસંગ કેર + પેકેજ+ 12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ [ સેમસંગ ફાઈનાન્સ+] |