સેમસંગ દ્વારા ગેલેક્સી F56 લોન્ચ, જે ભારતમાં તેના સૌથી સ્લિમ F સિરીઝ સ્માર્ટફોન છે

Spread the love

ગેલેક્સી F56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે અનોખા તરી આવે છે.

ગ્રાહકો સેમસંગ ફાઈનાન્સ+ થકી માસિક રૂ. 1556થી શરૂ થતા સરળ ઈએમઆઈ વિકલ્પો સાથે ગેલેક્સી F56 5G વસાવી શકે છે. 


ગુરુગ્રામ, ભારત ૦૯ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F56 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે F-સિરીઝ પોર્ટફોલિયોમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ફક્ત 7.2mm સ્લિમ છે અઅને અનેક સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓ સાથે અનોખા તરી આવે છે, જેમાં ફ્લેગશિપ ગ્રેડ કેમેરા, એન્ડ્રોઈડ અપગ્રેડ સાઈકલની 6 જનરેશન્સ, આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન અને એડવાન્સ્ડ AI એડિટિંગ ટૂલ્સનો સમાવેશ થાય છે.

“ગેલેક્સી F56 5Gના લોન્ચ સાથે સેમસંગે શક્તિશાળી, ભાવિ તૈયાર ટેકનોલોજી થકી ગ્રાહકોના જીવનને સશક્ત બનાવવા માટે અર્થપૂર્ણ ઈનોવેશન લાવવાની પોતાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર મૂક્યો છે. ગેલેક્સી F56 5G તેમની જીવનશૈલીને પૂરક સ્માર્ટફોન જોતા યુવા ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઈન અને ફંકશનાલિટીનું ઉત્તમ સંમિશ્રણ લાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

ફ્લેગશિપ ગ્રેડ કેમેરા

ગેલેક્સી F56 5G હાઈ રિઝોલ્યુશન અને શેક- ફ્રી વિડિયોઝ અને ફોટોઝ શૂટ કરવા માટે ફ્લેગશિપ- ગ્રેડ 50MP OIS ટ્રિપલ કેમેરા સાથે આવે છે. સ્માર્ટફોનમાં સમૃદ્ધ અને વાઈબ્રન્ટ સેલ્ફીઝ માટે અદભુત 12MP HDR ફ્રન્ટ કેમેરા પણ આવે છે. ગેલેક્સી F56 5G પર કેમેરા તેની બિગ પિક્સેલ ટેકનોલોજી, લો નોઈઝ મોડ અને AI ISPને આભારી ઓછા પ્રકાશમાં પણ વૈવિધ્યપૂર્ણ ફોટોઝ અને વિડિયોઝ માટે તૈયાર કરાયા છે, જે તેની નાઈટોગ્રાફીને નવી ઊંચાઈએ લઈ જાય છે. તેમાં રિયર કેમેરા પર 2X ઝૂન  સાથે પોર્ટ્રેઈટ 2.0 પણ છે, જે ક્રિસ્પ અને નૈસર્ગિક બોકેહ ઈફેક્ટને અભિમુખ બનાવે છે. ઉપભોક્તાઓ 10-bit HDRમાં 4K 30 FPS વિડિયોઝ પણ રેકોર્ડ કરી શકે છે, જે ટ્રુ-ટુ-લાઈફ આઉટપુટ માટે કલર્સની વ્યાપક શ્રેણી મઢી લે છે. ગેલેક્સી F56 5Gમાં એડવાન્સ્ડ AI-પાવર્ડ એડિટિંગ ટૂલ્સ પણ છે, જેમ કે, ઓબ્જેક્ટ ઈરેઝર, એડિટ સજેશન્સ, જે દરેક શોટને સોશિયલ- તૈયાર બનાવે છે.

સંપૂર્ણ નવી ડિઝાઈન, ડિસ્પ્લે અને બેજોડ ટકાઉપણું

ગેલેક્સી F56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને તેમાં આગળ અને પાછળ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® પ્રોટેકશન પણ ધરાવે છે, જે તેને અત્યંત મજબૂત અને એર્ગોનોમિક પણ બનાવે છે. તેમાં 6.7”ફુલ+ સુપર AMOLED+ હાઈ બ્રાઈટનેસ મોડ (HBM)ના 1200 nits અને વિઝન બૂસ્ટર ટેકનોલોજી સાથે ડિસ્પ્લે પણ છે, જે ઉપભોક્તાઓ ઘેરા સૂર્યપ્રકાશ હેઠળ પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ સહજ રીતે માણી શકે તેની ખાતરી રાખે છે. 120Hz રિફ્રેશ રેટ સોશિયલ મિડિયા ફીડ થકી સ્ક્રોલિંગ અત્યંત સહજ બનાવે છે. ગેલેક્સી F56 5G પર ગ્લાસ બેક અને મેટલ કેમેરા ડેકો અત્યંત લોકપ્રિય F સિરીઝ અપગ્રેડ કરવા માટે રિફ્રેશિંગ અને પ્રીમિયમ ડિઝાઈન લાવે છે. સ્માર્ટફોન બે વાઈબ્રન્ટ અને તેજસ્વી રંગો ગ્રીન અને વાયોલેટમાં આવે છે.

શક્તિશાળી કામગીરી

LPDDR5X સાથે Exynos 1480 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી F56 5G અત્યંત ઝડપી અને વીજ કાર્યક્ષમ છે. 5G ની અલ્ટિમેટ સ્પીડ અને કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં ફુલ્લી કનેક્ટેડ રહીને ઝડપી ડાઉનલોડ્સ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગ અનુભવી શકે છે. પ્રોસેસર તેની ફ્લેગશિપ લેવલ વેપર કૂલિંગ ચેમ્બર અને હાઈ ક્વોલિટી ઓડિયો અને વિઝ્યુઅલ્સ સાથે ઝડપી મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.

ગેલેક્સી F56 5G પેક્સમાં 5000mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગના લાંબા સત્રો અભિમઉખ બનાવે છે. વ્યાપક બેટરીને કારણે ઉપભોક્તાઓ રોકટોક વિના સ્ટે, કનેક્ટેડ, એન્ટરટેઈન્ડ અને પ્રોડક્ટિવ રહી શકે છે. ઉપરાંત 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ડિવાઈસ ઝડપથી ફરીથી પાવર પ્રાપ્ત કરે તેની ખાતરી રાખે છે, જે તમને દિવસભર કનેક્ટેડ અને પ્રોડક્ટિવ રાખે છે.

ગેલેક્સી અનુભવો

ગેલેક્સી F56 5G એન્ડ્રોઈડ અપગ્રેડ્સની સેગમેન્ટમાં અવ્વલ 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ ઓફર કરીને ઉદ્યોગનાં સીમાચિહનોને નવેસરથી લખવા માટે સુસજ્જ છે, જે ભાવિ તૈયાર અનુભવની ખાતરી રાખે છે. સ્માર્ટફોન One UI 7 આઉટ ઓફ ધ બોક્સ સાથે આવે છે.

One UI 7 સરળ, પ્રભાવશાળી અને ભાવનાત્મક ડિઝાઈન સાથે આવે છે, જે ગેલેક્સીના ઉપભોક્તાઓ માટે સ્ટ્રીમલાઈન્ડ અને કોહેસિવ અનુભવ લાવે છે. સિમ્પ્લિફાઈડ હોમ સ્ક્રીન, નવેસરથી ડિઝાઈન કરાયેલા One UI વિજેટ્સ અને લોક સ્ક્રીન ઉપભોક્તાઓને તેમનાં ડિવાઈસ જ્ઞાનાકાર અને આસાનીથી કસ્ટમાઈઝ કરવાની અનુકૂળતા આપે છે. વધારાની સુવિધા માટે હવે બાર અસલ સમયની અપડેટ્સ પૂરી પાડે છે, જે લોક સ્ક્રીન પર સૌથી મહત્ત્વપૂર્ણ છે. આથી સવારે મોર્નિંગ દરમિયાન ઉપભોક્તાઓ આસાનીથી તેમની પ્રગતિ તપાસી શકે છે અને તેમના ગેલેક્સી બડ્સમાં કયું ગીત વાગી રહ્યું છે તે જોઈ શકે છે,સ જે સર્વ તેમનો ફોન અનલોક કર્યા વિના ફક્ત સ્વાઈન કરીને જોઈ શકે છે. ઉપરાંત ડીલર ગૂગલ જેમિની ઈન્ટીગ્રેશન સાથે ડિવાઈસનું નિયંત્રણ મિત્ર સાથે વાત કરવા જેટલું આસાન બની ગયું છે.

ગેલેક્સી F56 5Gમાં સેમસંગની એક સૌથી ઈનોવેટિવ સિક્યુરિટી વિશિષ્ટતા છેઃ સેમસંગ નોક્સ વોલ્ટ. આ હાર્ડવેર આધારિત સલામતી પ્રણાલી હાર્ડવેર અને સોફ્ટવેર હુમલા સામે વ્યાપક રક્ષણ પ્રદાન કરે છે. સેમસંગે ગેલેક્સી F56 5G સાથે સેમસંગ વોલેટ સાથે તેનું ઈનોવેટિવ ટેપ એન્ડ પે ફીચર પણ રજૂ કર્યું છે, જે ગ્રાહકોને પેમેન્ટ્સ સહજતાથી પ્રાપ્ત કરવાનું આસાન બનાવે છે.

પ્રોડક્ટ

પ્રકાર આરંભિક કિંમત ઓફર્સ

 

ગેલેક્સી F56 5G

8GB+128GB INR 25999 INR 2000ના ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સહિત
8GB+256GB INR 28,999 INR 2000ના ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સહિત

 

આજથી આરંભ કરતાં ગેલેક્સી F56 5G 2 સ્ટોરેજ પ્રકારમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો સેમસંગ ફાઈનાન્સ+ અને સર્વ અગ્રણી એનબીએફસી ભાગીદારો થકી માસિક INR 1556થી આરંભ કરતાં સરળ EMI વિકલ્પ લાથે ગેલેક્સી F56 5Gવસાવી શકે છે.


Spread the love

Check Also

નાણાકીય વર્ષ 2025ના દ્વિતીય અર્ધવાર્ષિક ગાળામાં બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 159% વધ્યો

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: બાહેતી રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: BAHETI), એલ્યુમિનિયમ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *