સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ

Spread the love

  • ભારતમાં કમર્શિયલ કૂલિંગ સોલ્યુશન્સમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ.
  • રૂ. 35,000ની સ્પર્ધાત્મક કિંમતે શરૂ કરતાં વિંડફ્રી એસી સેમસંગ અધિકૃત ચેનલોમાં ઉપલબ્ધ છે.
  • ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સ ગ્રાહકોની જરૂરતોને અનુકૂળ 3 પ્રકારમાં ઉપલબ્ધ છે.

નેશનલ, 23 જુલાઈ, 2024ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું નવીનતમ ઈનોવેશન- ચિલ્ડ વોટર ઈનડોર શ્રેણીમાં નવાં વિંડફ્રી એર કંડિશનર્સ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. નવી રેન્જમાં ચિલ્ડ પાણી આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી અને 3600 બ્લેકલેસ ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે ઉપભોક્તાઓ માટે પ્રત્યક્ષ કોલ્ડ ડ્રાફ્ટની અસ્વસ્થતા આપ્યા વિના ઉત્કૃષ્ટ કૂલિંગ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાયાં છે.

ચિલ્ડ પાણી આધારિત કેસેટ યુનિટ્સ ઉપભોક્તાઓને ઈચ્છિત ટેમ્પરેચર સ્થાપિત કરવા માટે અનુકૂળતા આપે છે અને વિંડફ્રી કૂલિંગ ટેકનોલોજી પ્રતિ સેકંડ 0.15 મિનિટની વિંડ સ્પીડ પર 15,000 સુધી માઈક્રો એર હોલ્સમાંથી ઠંડી હવા નમ્ર રીતે પ્રસરાવે છે. ઉપરાંત આધુનિક એરફ્લો સિસ્ટમ ગણગણાટ બરોબર તેની સૌથી ઓછી સપાટીએ ફક્ત 24 ડીબી(એ) ધ્વનિ ઊપજાવીને શાંતિથી સંચાલન કરવા સાથે રૂમોને ઝડપથી ઠંડા કરે છે, જેથી બેડરૂમો, અભ્યાસ કક્ષ અને બેબી રૂમો માટે તેને આદર્શ બનાવે છે.

નવા ફેન કોઈલ યુનિટ વિંડફ્રી એસી પાણીના પાઈપ અને સંકળાયેલાં વાલ્વનો ઉપયોગ કરીને સેન્ટ્રલ ચિલ્ડ વોટર સિસ્ટમ સાથે જોડાયેલાં છે. આ હાઈડ્રોનિક ફેન કોઈલ યુનિટ્સ ગરમ અને ઠંડી વિશાળ જગ્યઓને કોઈલ થકી ગરમ અને ઠંડું પાણી સર્ક્યુલેટ કરે છે. આ યુનિટ્સ સેમસંગ એર- કૂલ્ડ ચિલર્સ અથવા કોઈ પણ થર્ડ પાર્ટી એર- કૂલ્ડ અને વોટર- કૂલ્ડ ચિલર્સ સાથે ઉપયોગ કરી શકાય છે.

સેમસંગમાં અમારો હેતુ અમારી અત્યાધુનિક પ્રોડક્ટ ઓફરો થકી અંતિમ ઉપભોક્તાઓને સુવિધા અને ટકાઉપણું પૂરું પાડવાનો છે.  ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સ શાંતિથી સંચાલન કરવા સાથે ઝડપી ગતિથી ઉત્કૃષ્ટ કૂલિંગ પૂરું પાડે છે. કૂલિંગ યુનિટ્સ વિશાળ જગ્યાઓ માટે અત્યંત યોગ્ય છે અને એરફ્લે સિસ્ટમ્સને વધુ આધુનિક, આહલાદક અને પહોંચક્ષમ બનાવવા માટે અમારા પ્રયાસ છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એસઈસી બિઝનેસના સિનિયર ડાયરેક્ટર શ્રી વિપિન અગ્રવાલે જણાવ્યું હતું.

સેમસંગ ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સ ત્રણ પ્રકારમાં ઉપલબ્ધ છેઃ

  • 1 વે કેસેટ (2.6KW~ 4.2KW): તેના ઓટો સ્વિંગ ફીચર સાથે મોટી જગ્યાઓ ઝડપથી અને કાર્યક્ષમ રીતે ઠંડી કરવા માટે તે તૈયાર કરાયા છે. તેની મોટી બ્લેડ ઓટો સ્વિંગનો ઉપયોગ કરીને હવા વધુ વિશાળ અને પહોળી જગ્યામાં દરેક દિશામાં હવાને વહેંચે છે. 1 વે કેસેટ્સ સુંદર અત્યંત સ્લિમ ડિઝાઈન ધરાવે છે. તેની ઊંચાઈ ફક્ત 135 મીમી છે અને ફક્ત 155 મીમીની નાની સીલિંગની જગ્યામાં ફિટ કરી શકાય છે. આથી તે જગ્યા મર્યાદિત હોય તેવાં સ્થળોની વ્યાપક શ્રેણીમાં કૂલિંગ અને હીટિંગના અનુકૂળ અને અસરકારક સમાધાન પૂરા ડે છે. ઉપરાંત તેની મનોહર અને કોમ્પેક્ટ ડિઝાઈન સર્વ પ્રકાર અને સ્ટાઈલ્સના ઈન્ટીરિયર્સમાં સહજતાથી સંમિશ્રિત થાય છે.
  • 4 વે કેસેટ (6.0KW~10.0KW): વિશાળ બ્લેડ ડિઝાઈન સાથે ઉત્કૃષ્ટ કૂલિંગ પરફોર્મન્સ પૂરો પાડે છે, જે હવાને સીધા જ જોઈતી જગ્યામાં અચૂક રીતે પહોંચાડે છે, જેને લીધે હવા અન્યત્ર પ્રસરવાનું નિવારે છે.
  • 360o ચિલ્ડ વોયર કેસેટ (6.0KW~10.0KW): ઈનોવેટિવ સર્ક્યુલર ડિઝાઈન સાથે તે આધુનિક આર્કિટેક્ચરલ ઈન્ટીરિયર્સને પૂરક છે, જે હવાને કોલ્ડ ડ્રાફ્ટ્સ વિના સર્વ દિશામાં એકસમાન પ્રસરાવે છે. બ્લેડ્સ કોઈ પણ હવાના પ્રવાહને અવરોધતી નથી. તે 25 ટકા વધુ હવા ફેંકે છે અને તેની પાર પ્રસરે છે.

કિંમત અને ઉપલબ્ધતા

સેમસંગ ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સના 3 પ્રકાર સૌથી નાની ક્ષમતાના યુનિટ માટે રૂ. 35,000થી શરૂ કરતાં ભારતભરમાં નોંધણીકૃત ઓફફલાઈન ભાગીદારોના સેમસંગના નેટવર્ક પાસેથી ખરીદી માટે ઉપલબ્ધ છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *