- ટેબ્લેટ્સ ફ્લેગશિપ પરફોર્મન્સ અને અદભુત ડિઝાઈન સાથે AIની પાવરને જોડતાં નવું સીમાચિહન સ્થાપિત કરે છે.
- બંને ટેબ્લેટ્સ બહેતર આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ અને IP68 રેટિંગ ધરાવે છે.
- ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રામાં અદભુત વિઝ્યુઅલ્સ અને રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે એન્ટી- રિફ્લેક્ટિવ કોટિંગ છે.
- પ્રી-ઓર્ડસ બંને ટેબ્લેટ્સ પર આકર્ષક ઓફરો સાથે આજથી શરૂ થાય છે.
ગુરુગ્રામ, ભારત 27 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી ટેબ S10+ અને ટેબ S10 અલ્ટ્રા રજૂ કરવામાં આવ્યાં, જે ફ્લેગશિપ લાઈનઅપ અત્યાધુનિક AI ફીચર્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડે છે.
દુનિયાનાં પ્રથમ AI-પાવર્ડ ટેબ્લેટ્સ ગેલેક્સી ટેબ S10+ અને S10 અલ્ટ્રા પથદર્શક નવીનતાઓ લાવી છે, જેમાં ફ્લેગશિપ પરફોર્મન્સ, બહેતર ક્રિયેટિવ ટૂલ્સ અને આધુનિક ગેલેક્સી AI ફીચર્સનો સમાવેશ થાય છે, જે ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા વધારવા માટે તૈયાર કરાયાં છે. તમે મહત્તમ ઉત્પાદકતા માટે પ્રોફેશનલ જોતા હોય કે તમારું કામ વધારવા માટે ટૂલ્સ ચાહતા ક્રિયેટર જોતા હોય, ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા અને S10+ અપેક્ષાઓને પાર કરે તે રીતે ઘડવામાં આવ્યા છે.
બંને ગેલેક્સી ટેબ S10+ અને S10 અલ્ટ્રા અદભુત ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લેઝ સાથે પથદર્શક વિઝ્યુઅલ્સ અને રોમાંચક મનોરંજન અનુભવ માટે એન્ટી- રિફ્લેક્ટિવ કોટિંગ સાથે સમૃદ્ધ છે. ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા 14.6-ઈંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે સાથે અનોખું તરી આવે છે, જેમાં ઉજાશની સ્થિતિમાં પણ અદભુત વિઝ્યુઅલ્સ અને રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે એન્ટી- રિફ્લેક્ટિવ કોટિંગ છે. તેના ડ્યુઅલ 12- મેગાપિક્સેલ સેલ્ફી કેમેરા અને ડ્યુઅલ રિયર કેમેરા (13MP મેઈન અને 8MP અલ્ટ્રાવાઈડ) તેને પ્રોફેશનલ ફોટોગ્રાફી અને વિડિયો કોલ્સ માટે ઉત્તમ ટૂલ બનાવે છે.
ગેલેક્સી ટેબ 10 અલ્ટ્રા અને ગેલેક્સી ટેબ S10+ શક્તિશાળી, આસાન કામગીરી પ્રદાન કરવા માટે AI પ્રોસેસિંગમાં મોટી પ્રગતિઓનો લાભ લે છે. ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રામાં તેના પુરોગામી ગેલેક્સી ટેબ S9 અલ્ટ્રાની તુલનામાં CPUમાં 18% બૂલ્ટ અને GPUમાં 28 ટકા વધારો અને NPUમાં 14 ટકા સુધારણા ધરાવે છે. વિસ્તારિત બેટરી આયુષ્ય અને સુપર-ફાસ્ટ ચાર્જિંગ સાથે ગેલેક્સી ટેબ S10 સિરીઝ રિચાર્જિંગ માટે લઘુતમ ડાઉનટાઈમ સાથે દીર્ઘ ઉપયોગની ખાતરી રાખે છે. કીબોર્ડ પર સમર્પિત AI કી ઉપભોક્તાઓને સરળ ટેક્સ્ટ મેનેજમેન્ટ માટે ટ્રાન્સસ્ક્રિપ્ટ આસિસ્ટ અને નોટ આસિસ્ટ જેવાં શક્તિશાળી ટૂલ્સને પહોંચ આપે છે, જે સેકંડોમાં ગૂંચભર્યા ગણિતના પ્રોબ્લેમ્સનો ઉકેલ લાવી શકે છે. અન્ય અત્યાધુનિક ફીચર્સમાં સ્કેચ ટુ ઈમેજ અને જેમિનીમાં મલ્ટીટાસ્કિંગ અને ક્રિયેટિવિટી આસાન બને છે. બંને ટેબ્લેટ્સ IP68-રેટેડ S પેન સાથે આવે છે, જે ક્રિયેટર્સ અને પ્રોફેશનલ્સ માટે પણ અચૂકતા અને બેજોડ ઉત્પાદકતા પ્રદાન કરે છે.
ગેલેક્સી ટેબ S10 સિરીઝ હોમ AI ડિવાઈસ તરીકે પણ કામ કરે છે, જેમાં સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમમાં ડિવાઈસ મેનેજમેન્ટ સ્ટ્રીમલાઈન કરવા માટે 3D મેપ વ્યુ ઘરનું અને સર્વ કનેક્ટેડ ડિવાઈસીસનું વિઝ્યુઅલ ઓવરવ્યુ આપે છે. મજબૂત સેમસંગ નોક્સ સિક્યુરિટી ડેટા ગોપનીયતા અને નિયંત્રણની ખાતરી રાખે ચે, જ્યારે ઈનોવેટિવ મટીરિયલ્સ વધુ સક્ષમ ભવિષ્ય માટે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
વ્યાપક 11,200mAh બેટરી, 16GB RAM અને 1TB સ્ટોરેજ સાથે ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા વર્ક અને પ્લે માટે ઉત્તમ સાથી બને છે, જે તેના પુરોગામીઓની તુલનામાં ઉચ્ચ કક્ષાની વિશિષ્ટતાઓનું ઉત્તમ રીતે પ્રતિબિંબ પાડે છે.
ગેલેક્સી ટેબ S10+ વધુ કોમ્પેક્ટ 12.3-ઈંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે, 12MP ફ્રન્ટ કેમેરા અને તેવું જ એડવાન્સ્ડ રિયર કેમેરા સેટઅપ ધરાવે છે. 12GB સુધી RAM અને 512 GB સ્ટોરેજ સાથે આ ટેબ્લેટ આખા દિવસની ઉત્પાદકતા માટે 10,090mAh બેટરીના આધાર સાથે પોર્ટેબલ ફોર્મ ફેક્ટરમાં પીક પરફોર્મન્સની માગણી કરતા ઉપભોક્તાઓ માટે તૈયાર કરાયું છે. આધુનિક એન્ટી- રિફ્લેક્ટિવ ટેકનોલોજી સાથે દરેક બારીકાઈ કોઈ પણ ખૂણાથી અને સર્વ વાતાવરણમાં ધારદાર રહે છે, જેથી ગ્લેર ઓછી થાય છે અને પ્રતિબિંબ ઓછું થાય છે. સિરીઝમાં ક્વેડ- સ્પીકર સિસ્ટમને AI- પાવર્ડ ડાયલોગ બૂસ્ટ દ્વારા બહેતર બનાવવામાં આવી છે, જે ઉત્તમ સ્પષ્ટ ઓડિયો માટે પાર્શ્વભૂના અવાજની સામે વોઈસીસને એમ્પ્લિફાઈ કરે છે.
ગેલેક્સી ટેબ S10 સિરીઝ આસાન અને ફળદ્રુપ અનુભવ પ્રદાન કરે છે,સ જે તેને તમારી ક્રિયાત્મકતા ઉજાગર કરવા માટે ઉત્તમ મંચ બનાવે છે. નોટ આસિસ્ટ અને જ્ઞાનાકાર S પેન, સાથે વિશાળ ડિસ્પ્લે પર નોટ્સ લેવાનું એકદમ સહજ બની જાય છે. સ્કૂલવર્ક, નો- ટેકિંગ અને જર્મલિંગ જેવાં કામો AI-પાવર્ડ ઓટોમેટિક ટ્રાન્સક્રિપ્શન અને સમરીઝ સાથે વધુ કાર્યક્ષમ બને છે.
ગેલેક્સી ટેબ S10 સિરીઝ PDF ઓવરલે ટ્રાન્સલેશનને પણ સપોર્ટ કરીને ઓન-સ્ક્રીન ઓવરલે થકી PDFનું ટ્રાન્સલેશન આસાન બનાવે છે, જ્યારે હેન્ડરાઈટિંગ હેલ્પ મેસી નોટ્સનો દેખાવ સુધારે છે. ઉપરાંત ગેલેક્સી AIની સ્કેચ ટુ ઈમેજ ગેલેક્સી ટેબ S10 અલ્ટ્રા આઈડિયાઝને વાસ્તવિકતા ફેરવવા માટે આદર્ષ ટૂલનું કામ કરે છે. તે માનસિક અવરોધ દૂર કરવા મદદરૂપ થવા ક્રિયેટિવ આસિસ્ટન્સ તરીકે કામ કરે છે.
ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ ફીચરથી એપ્સ વચ્ચે સ્વિચ કર્યા વિના કશું પણ તુરંત સર્ચ કરી શકો છો. તમે તુરંત ઈમેજીસ, વિડિયોઝ અથવા ટેક્સ્ટ ફક્ત બે ટેપ્સમાં ભાષાંતર કરી શકો છો. સર્કલ ટુ સર્ચ ગણિતનો ઉકેલ લાવવા અને ફિઝિક્સના પ્રોબ્લેમ્સ ઉકેલવા માટે પગલાં અધોરેખિત કરવામાં મદદ કરે છે.
ગેલેક્સી S પેનનું એર કમાન્ડ AI દ્વારા પાવર્ડ હોઈ મેનુ સ્વિચ કર્યા વિના ગેલેક્સી AI આસિસ્ટન્ટ ફીચર્સને તુરંત પહોંચ આપે છે. AI આસિસ્ટન્ટ એપ્સ બુક કવર કીબોર્ડ પર ગેલેક્સી AI કી થકી આસાનીથી પહોંચક્ષમ છે, જેથી ઉપભોક્તાઓ પર્સનલાઈઝ્ડ AI અનુભવ માટે સમસંગના બિક્સબી અને ગૂગલના જેમિની વચ્ચે આસાનીથી સ્વિચ કરી શકે છે.
ગેલેક્સી ટેબ S10 સિરીઝ સેમસંગની વિસ્તારિત ગેલેક્સી ઈકોસિસ્ટમાં આસાનીથી ભળી જાય તે રીતે તૈયાર કરાઈ છે, જેથી ઉપભોક્તાઓ કોલ લેવો હોય, મેસેજીસને ઉત્તર આપવા હોય કે એકથી અન્ય ડિવાઈસ પરથી કામો ચાલુ રાખવા માગતા હોય તો ગેલેક્સી ડિવાઈસીસ વચ્ચે આસાનીથી સ્વિચ કરી શકે છે.
ગેલેક્સી ટેબ S10ની ઉપલબ્ધતા, કિંમત અને ઓફરો
ગેલેક્સી ટેબ S10 સિરીઝ 27 સપ્ટેમ્બર, 2024થી પ્રી-ઓર્ડર માટે Samsung.com, સેમસંગની સ્માર્ટ કેફે અને સર્વ અન્ય અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલસ્ટોર્સમાં મળી રહેશે.
મોડેલો | રંગ | સ્ટોરેજ | WiFi/5G | MOP(INR) | પ્રી બુક ઓફર (INR) | ચોખ્ખી અસરકારક કિંમત (INR) | |
Bank Cashback | અપગ્રેડ બોનસ | ||||||
ટેબ S10+ | મૂનસ્ટોન ગ્રે | 256 GB | WiFi | 90,999 | 14000 | 12000 | 76,999 |
પ્લેટિનમ સિલ્વર | 5G | 104,999 | 14000 | 12000 | 90,999 | ||
ટેબ S10 અલ્ટ્રા | મૂનસ્ટોન ગ્રે | 256 GB | WiFi | 108,999 | 15000 | 12000 | 93,999 |
પ્લેટિનમ સિલ્વર | 5G | 122,999 | 15000 | 12000 | 1,07,999 | ||
મૂનસ્ટોન ગ્રે | 512 GB | WiFi | 119,999 | 15000 | 12000 | 1,04,999 | |
પ્લેટિનમ સિલ્વર | 5G | 133,999 | 15000 | 12000 | 1,18,999 | ||
*બેન્ક કેશબેક અને અપગ્રેડ એકત્ર જોડી નહીં શકાશે. | |||||||
પ્રીબુક બંડલ ઓફરઃ ગ્રાહકો 2જી ઓક્ટોબર સુધી 30 ટકાએ કીબોર્ડ કવર ઉપલબ્ધ કરી શકે છે. |