સેમસંગ ગેલેક્સી Z Fold6, Z Flip6, વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 આકર્ષક ઓફરો સાથે વેચાણમાં

Spread the love

ગુરુગ્રામ, ભારત, 26મી જુલાઈ, 2024: સેમસંગના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ- ગેલેક્સી Z Fold6, ગેલેક્સી Z Flip6, ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને બડ્સ 3 હવે તમારી નજીકનાં રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો Samsung.com, Amazon.in અને ફિલપકાર્ટ પર પણ ડિવાઈસીસ ખરીદી શકે છે.

ગેલેક્સી Z Fold6 અનેગેલેક્સી Z Flip6ને અદભુત સફળતા મળી છે, જેમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં પ્રથમ 24 કલાકમાં 40 ટકા વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા છે. ગેલેક્સી Z Fold6 અને Z Flip6 આજ સુધીની સૌથી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ છે, જે સ્ટ્રેઈટ એજીસ સાથે અનુરૂપ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 સાથે સુસજ્જ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે.

ગેલેક્સી Fold6 અને Z Flip6 ગેલેક્સી માટે આજ સુધીનું સૌથી આધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, કક્ષામાં ઉત્તમ CPU GPU અને NPUપરફોર્મન્સને જોડે છે.

ગેલેક્સી ZFold6 અને Z Flip6 સેમસંગ નોક્સ દ્વારા સંરક્ષિત છે, જે કંપનીનું ડિફેન્સ- ગ્રેડ, મલ્ટી-લેયર સિક્યરિટી પ્લેટફોર્મ મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા અને નિર્બળતાઓ સામે રક્ષણ કરવા નિર્માણ કરાયું છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રા ગેલેક્સ વોચ પોર્ટફોલિયોમાં નવીનતમ અને સૌથી શક્તિશાળી ઉમેરો છે, જે અલ્ટિમેટ ઈન્ટેલિજન્સ અને ક્ષમતાઓ સાથે ઉચ્ચ સ્તરની સિદ્ધિ માટે બહેતર ફિટનેસ અનુભવ કરાવે છે. ગેલેક્સી વોચ 7 સાથે ઉપભોક્તાઓ અચૂક રીતે 100થી વધુ વર્કઆઉટ્સ ટ્રેક કરી શકે છે અને તમારાં લક્ષ્યો હાંસલ કરવા માટે વર્કઆઉટ રુટિન સાથે વિવિધ કસરતોને જોડીને રુટિન્સ નિર્માણ કરી શકે છે. ગેલેક્સી વોચ 7 સ્લીપ એનાલિસિસ માટે નવા આધુનિક ગેલેક્સી AI અલ્ગોરીધમ સાથે સુસજ્જ છે, જ્યાં ઉપભોક્તાઓ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) અને બ્લડ પ્રેશર (બીપી) મોનિટરિંગ સાથે તમારા હૃદયના સ્વાસ્થ્યને ઊંડાણથી સમજી શકે છે.

ગેલેક્સી બડ્સ 3 ગેલેક્સી AIથી સમૃદ્ધ છે, જે અતુલનીય સાઉન્ડ માટે ઘડવામાં આવ્યા છે અને નવા કમ્પ્યુટેશનલ ઓપન- ટાઈપ ડિઝાઈન સાથે આવે છે, જે આરામદાયક રીતે ફિટ થાય છે.

કિંમતો અને ઓફરો

ગેલેક્સી Z Flip6 INR 109999થી શરૂ થાય છે અને ત્રણ અદભુત રંગો બ્લુ, મિંટ અને સિલ્વર શેડોમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો હવે 24 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ સાથે ફક્ત INR 4250માં ગેલેક્સી Z Flip6 વસાવી શકે છે. ગેલેક્સી Z Fold6 INR 164999થી શરૂ થાય છે અને ત્રણ રંગો- સિલ્વર શેડો, નેવી અને પિંકમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો 24 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈ સાથે ફક્ત INR 6542માં ગેલેક્સી Z Fold6 વસાવી શકે છે. ઉપરાંત ગ્રાહકો ગેલેક્સી વેરેબલ્સ- ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7 અને ગેલેક્સી બડ્સ 3ની ખરીદી કરવા સાથે INR 18000 સુધી મલ્ટીબાય લાભો મેળવી શકે છે.

ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અનેગેલેક્સી Z Flip6 ખરીદી કરે તો તેમને ગેલેક્સી Z એશ્યોરન્સ મળે છે, જેમાં તેમને ફક્ત INR 2999માં ઉદ્યોગની પ્રથમ બે સ્ક્રીન / પાર્ટસ રિપ્લેસમેન્ટ મળી શકે છે.

ગેલેક્સી વોચ અલ્ટ્રાની કિંમત INR 59999 છે અને 40mm વેરિયન્ટ માટે ગેલેક્સી વોચ 7ની કિંમત INR 29999થી શરૂ થાય છે. ગ્રાહકો તેમની ખરીદી પર 24 મહિના સુધીનું નો-કોસ્ટ ઈએમઆઈ મેળવી શકે છે. ગેલેક્સી બડ્સ 3ની કિંમત INR 14999 છે.

Product Variants Price  Offers Net Effective Price
Galaxy Watch7 Watch7 40 mm BT INR 29999 INR 5000 Bank Cashback or Upgrade INR 24999
Watch7 40 mm LTE INR 33999 INR 5000 Bank Cashback or Upgrade INR 28999
Watch7 44 mm BT INR 32999 INR 5000 Bank Cashback or Upgrade INR 27999
Watch7 44 mm LTE INR 36999 INR 5000 Bank Cashback or Upgrade INR 31999
Galaxy Watch Ultra Watch Ultra 47mm LTE INR 59999 INR 6000 Bank Cashback or Upgrade INR 53999
Galaxy Buds Galaxy Buds3 INR 14999 INR 3000 Bank Cashback or Upgrade INR 11999

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *