સેમસંગ ગેલેક્સી S25 સિરીઝની ભારતમાં જોરદાર શરૂઆતઃ ડિલિવરી લેવા માટે ગ્રાહકોની લાઈન લાગી

Spread the love

  • 7 ફેબ્રુઆરીથી શરૂઆત કરતાં ગ્રાહકો ગેલેક્સી S25 સિરીઝ ઓફફ-ધ-શેલ્ફ ખરીદી કરી શકે છે.
  • સેમસંગે ગેલેક્સી S25 સિરીઝ માટે 430,000થી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા, જે ગત વર્ષની તુલનામાં 20 ટકા વધુ છે.

ગુરુગ્રામ, ભારત 07 ફેબ્રુઆરી 2025: ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા આજે બારતમાં તેની ફ્લેગશિપ ગેલેક્સી S25 સિરીઝ માટે વિક્રમી પ્રતિસાદ પ્રાપ્ત થયો હોવાનુંમ જણાવવામાં આવ્યું હતું, જેને પરિણામે 430,000થી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા છે. ગેલેક્સી S25 સિરીઝ માટે પ્રી-ઓર્ડર ભારતમાં ગેલેક્સી S25 સિરીઝની તુલનામાં 20 ટકા ઉચ્ચ છે.

‘‘ગેલેક્સી S25 અલ્ટ્રા, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25 સ્માર્ટફોન્સ સેમસંગના આજ સુધી નિર્મિત સૌથી નૈસર્ગિક અને પરિપ્રેક્ષ્ય સતર્ક મોબાઈલ અનુભવો સાથે અસલ AI સાથી તરીકે નવું ધોરણ સ્થાપિત કરશે. અમને ગેલેક્સી AIના ઉપયોગમાં આગળ યુવા ટેક-સાવી ગ્રાહકોમાં ગેલેક્સી S25 સિરીઝ માટે મજબૂત માગણી જોવા મળી છે. આ વર્ષે અમે અમારું ફ્લેગશિપ વિતરણ નેટવર્ક 17,000 આઉટલેટ્સ સુધી વધાર્યું છે,સ જેનાથી અમને નાનાં શહેરોમાં માગણીને પહોંચી વળવામાં મદદ થઈ છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના MX ડિવિઝનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.

ગેલેક્સી S25 સિરીઝની સફળતા સેમસંગની એ માન્યતા પર ભાર આપે છે કે ગ્રાહકો વધુ ને વધુ તેમના રોજિંદા જીવનને પ્રભાવિત કરતા આસાન અને જ્ઞાનાકાર AI સમાધાન અપનાવી રહ્યા છે. ભારતમાં ગેલેક્સી S25ના ગ્રાહકો માટે ગૂગલ જેમિની લાઈવ આરંભથી હિંદીમાં ઉપલબ્ધ થશે, જે સેમસંગ માટે ભારતનું મહત્ત્વ અધોરેખિત કરે છે.

7મી ફેબ્રુઆરીથી આરંભ કરતાં ગેલેક્સી S25 સિરીઝ રિટેઈલ સ્ટોર્સ અને Samsung.com તેમ જ અન્ય ઓનલાઈન મંચોમાં પણ ઉપલબ્ધ થશે. ગેલેક્સી S25 અલ્ટ્રા ટાઈટેનિયમ સિલ્વરબ્લુ, ટાઈટેનિયમ બ્લેક, ટાઈટેનિયમ વ્હાઈટસિલ્વર અને ટાઈટેનિયમ ગ્રેમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી S25 અને ગેલેક્સી S25+ નેવી, સિલ્વર શેડો, આઈસીબ્લુ અને મિંટમાં આવે છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *