સેમસંગ ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ દ્વારા ભૂતાનના શિક્ષક સમુદાય માટે આકર્ષક કાર્યક્રમ રજૂ કરાયો

Spread the love

ગુરુગ્રામ, ભારત ૧૫ મે ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ભૂતાનના અંતરિયાળ ખૂણાઓના જોશીલા શિક્ષકોને પોતાના વધતા સમુદાય ‘ગેલેક્સી એમ્પાવર્ડ’માં આવકારે છે, જે અનોખો સમુદાય પ્રેરિત કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકો, પ્રિન્સિપાલો અને વહીવટકર્તાઓને સશક્ત બનાવીને શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરાયો છે.

‘ગેલેક્સી એમ્પાવર્ડ’નું લક્ષ્ય ઓન-ગ્રાઉન્ડ અને ઓનલાઈન લર્નિંગ ઈવેન્ટ્સનું આયોજન કરીને આવતીકાલના ક્લાસરૂમો માટે શિક્ષકોને તૈયાર કરવાનું છે, જે ડિસેમ્બર 2024માં ભારતમાં લોન્ચ કરાયો હતો.હવે વ્યાપક વર્કશોપ અને એકત્રિત લર્નિંગ થકી ભૂતાની શિક્ષકો પણ ચળવળનો હિસ્સો છે, જેણે ટેકનોલોજી અને ઈનોવેશન સાથે ક્લાસરૂમ્સનો નવો દાખલો બેસાડ્યો છે.

સેમસંગ દ્વારા આ શિક્ષકો માટે ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ વ્યાપક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાંથી ઘણા બધા આજે ભૂતાનમાં ગુરુગ્રામમાં તેના એક્ઝિક્યુટિવ બિઝનેસ સેન્ટર (ઈબીસી) ખાતે અંતરિયાળ અને વંચિત સમુદાયોમાં સેવા આપે છે. આ વ્યાપક કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ ગેલેક્સી સ્માર્ટફોન્સ, ગેલેક્સી બુક્સ, ટેબ્લેટ્સ, ફ્લિપબોર્ડસ અને ડિસ્પ્લેઝ સહિત ગેલેક્સી ઈકોસિસ્ટમ સાથે હાથોહાથનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

ઉપરાંત તેમને આધુનિક, સમાવેશક શિક્ષણ માટે તૈયાર કરાયેલા ગેલેક્સી ડિવાઈસીસ અને ગેલેક્સી એઆઈ એપ્લિકેશન્સ સહિત શિક્ષણમાં સેમસંગના નવીનતમ ઈનોવેશન્સ તરફ પણ સન્મુખ કરાયા હતા. ભૂતાનના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયના શાળા શિક્ષણ વિભાગના શિક્ષક અને શૈક્ષણિક આગેવાની વિભાગ (ટીઈએલડી) સાથે ભાગીદારીમાં આ કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.

“મેં અગાઉ ક્યારેય ઈન્ટરએક્ટિવ વ્હાઈટબોર્ડનો ઉપયોગ કર્યો નહોતો. તેને કૃતિમાં જોતાં મને મારા વિદ્યાર્થીઓને વધુ સહભાગી કરવા પાઠ બનાવવાના ઘણા બધા વિચારો આવ્યા હતા,’’ એમ વાંગડુઈ પ્રાઈમરી સ્કૂલના શિક્ષક ખંડુએ જણાવ્યું હતું.

સેમસંગના પ્રાદેશિક વડામથક ખાતે આ વ્યાપક કાર્યક્રમમાં ખંડોથાંગ પ્રાઈમરી સ્કૂલ (સમ્તસે), પેલરિથાંગ હાયર સેકંડરી સ્કૂલ (ગેલેફુ, સરપાંગ), લોબેસા લોઅર સેકંડરી સ્કૂલ (પુનાખા ઝોંગખાગ), યોચેન સેન્ટ્રલ સ્કૂલ (પેમા ગેટશેલ), ફુએન્ટશોલિંગ પ્રાઈમરી સ્કૂલ (ફુએન્ટશોલિંગ થ્રોમ્બે) અને ચુખા જોંગખાગ વગેરે સહિત ભૂતાનમાં વિવિઘ શાળાઓમાંથી શિક્ષકોએ ભાગ લીધો હતો.

“અમે આજે ટેકનોલોજી જોઈ તે ક્લાસરૂમો વધુ રોમાંચક અને વિદ્યાર્થી અનુકૂળ કઈ રીતે બની શકે તે બતાવી દીધું છે. હું અમારા પોતાના ગામમાં નાના ફેરફારો કઈ રીતે કરી શકાય તે વિશે વિચારી રહ્યો છું,’’ એમ પેલરિથાંગ હાયર સેકંડરી સ્કૂલ (ગેલેફુ, સરપાંગ) ખાતે શૈક્ષણિક પ્રમુખ ઘના શ્યામ ધુંગાનાએ જણાવ્યું હતું.

ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન તરીકે સેમસંગ નવીનતમ ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓને જોડીને શિક્ષકોને સશક્ત બનાવતા ભાવિ તૈયાર ક્લાસરૂમો વિકસાવીને શિક્ષણના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે. ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ જેવી પહેલી થકી સેમસંગ શિક્ષકોને ટેકો આપવા સાથે શાળાને શૈક્ષણિક ઈનોવેશનમાં આગેવાન તરીકે પણ ઊભરી આવી છે.

“સેમસંગમાં અમે સમજીએ છીએ કે શિક્ષકોને સશક્ત બનાવવાથી ક્લાસરૂમો ઉત્સુકતા, ક્રિયાત્મકતા અને જોડાણની સ્વર્ણિમ જહ્યાઓમાં ફેરવવા માટે પ્રેરિત કરવા વિશે છે. ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ થકી અમે ભાવિ પેઢીઓના મનમાં આકારની ચમક પ્રગટાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમને આ કાર્યક્રમ ભારતની પાર વિસ્તરી રહ્યો છે અને શિક્ષણ તથા જોડાણ માટે વૈશ્વિક મંચમાં ફેરવાઈ રહ્યો છે તે જોવાનું ગૌરવજનક લાગે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

‘ગેલેક્સી એમ્પાવર્ડ’ કાર્યક્રમ શિક્ષકો અને શાળાઓને પણ નિઃશુલ્ક અપાય છે, જે એ ખાતરી રાખશે કે શૈક્ષણિક પ્રગતિ માટેના મૂલ્યવાન સંસાધનો નાણાકીય ખેંચ વિના પહોંચક્ષમ બની શકે.તે ખર્ચ વિના ઓનલાઈન તાલીમ, સ્વ-ગતિના કોર્સ ગેલેક્સી એમ્પાવર્ડ સાઈટ અને ફિઝિકલ બૂટ કેમ્પ્સ ખાતે ઓફર કરે છે.

“આ મુલાકાતે મને એ યાદ અપાવ્યું કે ટેકનોલોજી ફક્ત મોટાં શહેરો માટે નથી. યોગ્ય આધાર સાથે અંતરિયાળ શાળાઓને પણ આ ઈનોવેશન્સનો લાભ મળી શકે છે,’’ એમ જિગમેલિંગ પ્રાઈમરી સ્કૂલ (તાંગ, બુમથાંગ) ખાતે ઓફિશિયેટિંગ પ્રિન્સિપાલ પેમા દોરજીએ જણાવ્યું હતું.

ભારતમાં ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ના છત્ર હેઠળ 250થી વધુ શાળાના 4800થી વધુ શિક્ષકોને ડિસેમ્બર 2024થી પ્રમાણપત્રો અપાયા છે. કાર્યક્રમનું લક્ષ્ય 2025 સુધી ભારતની 600 શાળાના 20,000થી વધુ શિક્ષકોને સશક્ત બનાવવાનું છે.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *