સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે

Spread the love

  • ગ્રાહકો 30મી એપ્રિલ, 2025 સુધી વિશેષ કિંમતે ઉપલબ્ધ સેમસંગ કેર+ સાથે ખાસ વિસ્તારિત વોરન્ટી સાથે વધુ સુવિધા અને બાંયધરી માણી શકે છે.
  • ગ્રાહકો ચુનંદાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો પર ફક્ત રૂ. 499 માટે ઉપલબ્ધ રૂ. 4290 મૂલ્યની 2 વર્ષની વિસ્તારિત વોરન્ટી અને અનુક્રમે રૂ. 4490 અને રૂ. 1270 મૂલ્યની વોરન્ટીઓ પર 500 લિ.ની ફ્રેન્ચ ડોર અને સાઈડ-બાય- સાઈડ મોડેલો માટે રૂ. 449માં અને ફ્રોસ્ટ ફ્રી મોડેલો માટે રૂ. 349માં રેફ્રિજરેટરો પર 1 વર્ષની વિસ્તારિત વોરન્ટી મેળવી શકે છે.

ગુરુગ્રામ, ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિકસ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ કેર+ સાથે તેનાં ચુનંદાં રેફ્રિજરેટરો અને ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો પર ખાસ ભારતવ્યાપી વિસ્તારિત વોરન્ટી રજૂ કરાઈ છે.

ઓફર 30 એપ્રિલ, 2025 સુધી લાગુ રહેશે, જેમાં ગ્રાહકો ઉચ્ચ આકર્ષક અને કિફાયતી કિંમતે તેમનાં એપ્લાયન્સીસ માટે બહેતર રક્ષણ પ્રાપ્ત કરી શકશે. એપ્લાયન્સ ખરીદી કરવાનો નિર્ણય પ્રેરિત કરવામાં ટકાઉપણું એક મહત્ત્વપૂર્ણ પરિબળ હોવાથી આ પહેલ ગ્રાહકોને સેમસંગના વિશ્વસનીય આફ્ટર- સેલ્સ સાથે વધારાની સુવિધા અને લાંબા ગાળાની બાંયધરી પ્રદાન કરે છે.

આ વિશેષ ઓફર હેઠળ ગ્રાહકો ચુનંદાં ફ્રેન્ટ લોડ વોશિંગ મશીનો પર ફક્ત રૂ. 499ની વિશેષ કિંમતે રૂ. 4290 મૂલ્યની સેમસંગ કેર+ સાથે 2 વર્ષની વિસ્તારિત અને વ્યાપક વોરન્ટી મેળવી શકે છે. ઉપરાંત રેફ્રિજરેટરો માટે સેમસંગ દ્વારા ફ્રેન્ચ ડોર અને સાઈડ- બાય- સાઈડ (એસબીએસ) મોડેલો પર રૂ. 4490 મૂલ્યની વોરન્ટી માટે રૂ. 449 અને 500 લિ. નીચેનાં ફ્રોસ્ટ ફ્રી મોડેલો પર રૂ. 1270 મૂલ્યની વોરન્ટી માટે રૂ. 349ની વિશેષ કિંમતે 1 વર્ષની વિસ્તારિત વોરન્ટી ઓફર કરવામાં આવી રહી છે.

ગ્રાહકો સેમસંગ રિટેઈલ સ્ટોર્સ, Samsung.com અને દેશભરમાં અન્ય રિટેઈલ આઉટલેટ્સમાં આ મર્યાદિત સમયની ઓફર મેળવી શકે છે. સેમસંગે મજબૂત આફ્ટર- સેલ્સ સર્વિસના ટેકા સાથે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટો ઓફર કરી ગ્રાહક સંતોષને અગ્રતા આપી છે, જે ઈનોવેશન અને વિશ્વસનીયતા થકી જીવન સમૃદ્ધ બનાવવાના તેના ધ્યેય પર ભાર આપે છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સે ભારતની ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

Spread the loveગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *