સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી

Spread the love

ભારત, બેંગલુરુ ૨૭ મે ૨૦૨૫ — ભારતની પ્રથમ 100% FDI ટર્શરીકેર હોસ્પિટલ, સકરા વર્લ્ડ હોસ્પિટલએ ઉત્તર બેંગલુરુમાં બીજી આધુનિક હોસ્પિટલની ડિઝાઇન અને નિર્માણ માટે અગ્રણી હેલ્થકેર પ્રદાન કરતી EPC કંપની ટેન્ડમ હેલ્થકેર સાથે હાથ મિલાવ્યો છે. 6.8 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી 500 બેડની આ હોસ્પિટલ પોતાની રીતે એક અનોખી ગ્રીન બાયોફિલિક હોસ્પિટલ હશે. અહીં ગાર્ડન લાઉન્જ, ગ્રીન બાલ્કની, અરાઇવલ કેનોપી અને આકર્ષક લેક વ્યુ દર્દીઓને પ્રાકૃતિક વાતાવરણમાં સારવારનો અનોખો અનુભવ પ્રદાન કરશે. એવી અપેક્ષા છે કે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ હોસ્પિટલનું સંચાલન 30 મહિનામાં શરૂ થઈ જશે.

રૂ 1000 કરોડની આ ઐતિહાસિક પરિયોજના, સેકોમ મેડિકલ સિસ્ટમ અને ટોયોટા સુશોના સહયોગથી જાપાનીઝ ઇનોવેશન અને ટેકનોલોજીથી સંચાલિત વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સકરાના મિશનમાં એક મોટી ઉપલબ્ધિ હશે. આ નવા યુનિટમાં ગ્રાઉન્ડ ઉપરાંત 9 માળ હશે, ઇન્ડો-જાપાનીઝ આર્કિટેક્ચરથી બનેલી તેની ડિઝાઇન પરંપરા અને આધુનિકતાનું સંયોજન હશે.

બેંગલુરુમાં આવેલી નવી સકરા વર્લ્ડ હોસ્પિટલ આધુનિક ક્લિનિકલ પ્રોગ્રામ્સ દ્વારા દર્દીઓને અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડશે. આમાં કેન્સર માટેના આધુનિક ઉપચારો જેવા કે લિનેક, એમઆર-લિનેક, ગામા નાઈફ, બ્રેકીથેરાપી, આધુનિક ન્યુક્લિયર મેડિસિન અને અન્ય વિશિષ્ટ પ્રોગ્રામ્સ જેવા કે ન્યુરો અને રિહેબ, કાર્ડિયોલોજી તથા પ્રીમિયમ સી-સ્યુટથી સજ્જ મધર એન્ડ ચાઈલ્ડ પ્રોગ્રામ શામેલ હશે.ભવિષ્યને અનુરૂપ સંભાળ પૂરી પાડતી આ હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ, આરએફઆઈડી ટ્રેકિંગ જેવી સુવિધાઓ હશે. આ હોસ્પિટલ મહામારી માટે પણ સંપૂર્ણપણે તૈયાર હશે. સાથે જ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ મોડ્યુલર ઓટી, ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગ જેવી સુવિધાઓ દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને તેમને ઉત્કૃષ્ટ પરિણામો પ્રદાન કરશે.

ટેન્ડમ હેલ્થકેરની ડિઝાઇન દેખાવની સાથે-સાથે ટકાઉપણું પર પણ ભાર મૂકે છે. બિલ્ડિંગના પૂર્વ-પશ્ચિમ ભાગમાંથી કુદરતી નજારો દેખાશે, આ ઉપરાંત સ્લાન્ટેડ GFRC પેનલો દ્વારા બિલ્ડિંગની અંદર આવતી ગરમી ને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.સ્લાન્ટેડ ઓપનિંગથી ગોપનીયતા સુનિશ્ચિત થશે અને સાથે જ પ્રાકૃતિક રોશની અંદર આવશે, જેનાથી અંદરનું વાતાવરણ અનુકૂલિત થશે. ગ્રીન રૂફ કૂલિંગના લોડને ઘટાડવામાં મદદ કરશે.એલ્યુમિનિયમ કમ્પોઝિટ પેનલ્સ અને લો-ઈ-ગ્લેઝિંગ ઇમારતને ઊર્જા કાર્યક્ષમ બનાવશે. ડીપ કેનોપીથી યુક્ત સેમી ઓપન કેફે પ્રાકૃતિક વેન્ટિલેશનને પ્રોત્સાહન આપીને એર-કંડિશનિંગની જરૂરિયાતને ઓછી કરશે.

‘બેંગલુરુમાં આ વિશ્વસ્તરીય હોસ્પિટલના નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેર સાથે ભાગીદારી કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે,’ શ્રી યુઇચી નાગાનો, મેનેજિંગ ડિરેક્ટર, સકરા વર્લ્ડ હોસ્પિટલે જણાવ્યું. ‘આ ભાગીદારી જાપાનીઝ સચોટતા અને ટેન્ડમ હેલ્થકેરની નિપુણતા સાથે તબીબી ઉત્કૃષ્ટતા અને દર્દીઓની સંભાળમાં નવા ધોરણો સ્થાપિત કરશે.’

આલોક શર્મા, સ્થાપક અને નિર્દેશક, ટેન્ડમ હેલ્થકેરએ કહ્યું, “ટેન્ડમ માને છે કે સ્વાસ્થ્ય સુવિધાઓ એવી હોવી જોઈએ જે ફક્ત કાર્યક્ષમતાના દાયરાથી વધીને વિશ્વાસ અને ઉપચાર સુનિશ્ચિત કરે. સકરા સાથેની આ ભાગીદારી ફક્ત હોસ્પિટલ જ નહીં પરંતુ એવી સમગ્ર ચિકિત્સા પ્રણાલીના નિર્માણની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે આધુનિક ટેકનોલોજી સાથે સ્થાયીત્વ અને દર્દીઓ માટે અનુકૂળ ડિઝાઇનનું સંયોજન હોય.”

“સકરા વર્લ્ડ હોસ્પિટલ સાથે આ અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ અને ડિઝાઇન માટે ભાગીદારી કરીને અમને ખૂબ આનંદ થાય છે.” એમ આઝમ ખાન, ડાયરેક્ટર અને સીઈઓ, ટેન્ડમ હેલ્થકેર પ્રા. લિમિટેડ જણાવ્યું.“જાપાની બગીચાઓથી પ્રેરિત આ ગ્રીન બાયોફિલિક ડિઝાઇન ટકાઉપણું, આધુનિક ટેકનોલોજી અને દર્દીઓ માટે અનુકૂળ સુવિધાઓ સાથે ઉપચાર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે. આ અભિગમ દર્દીઓનો તણાવ ઘટાડીને તેમના કલ્યાણને સુનિશ્ચિત કરશે, જેનાથી તેમને કોઈપણ ઉપચાર પ્રક્રિયા પછી ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળશે. આ રીતે દર્દીઓ આરોગ્ય સેવાઓનો અજોડ અનુભવ મેળવી શકશે.”

‘પ્લેસ ઓફ હીલિંગ એમ્પાવર્ડ બાય નેચર’ ના દ્રષ્ટિકોણથી પ્રેરિત, બેંગલુરુની નવી સકરા વર્લ્ડ હોસ્પિટલ ગાર્ડન લાઉન્જ, ગ્રીન બાલ્કની અને લેક વ્યુ જેવા કુદરતી વાતાવરણમાં આધુનિક તબીબી સેવાઓ પૂરી પાડશે.  તેને યુએસજીબીસી લીડ પ્લેટિનમ સર્ટિફિકેશન માટે ડિઝાઇન કરવામાં આવશે.આ યુનિટ સ્થાયી સંરચના માટે યુએનના સેન્ટ્રલ પ્રોડક્ટ ક્લાસિફિકેશનને અનુરૂપ હશે, જ્યાં એક સ્વતંત્ર ગ્રીન કન્સલ્ટન્સીની દેખરેખ હેઠળ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ઉર્જા કાર્યક્ષમ ઉપકરણો અને ઓછા ઉત્સર્જન કરતા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે.

નવી હોસ્પિટલ સકરાની NABH માન્યતા અને કાઈઝેન અભિગમ સાથે સુરક્ષા અને ગુણવત્તાયુક્ત સંભાળ સુનિશ્ચિત કરશે. “આ યુનિટ આધુનિક ટેકનોલોજી સાથે સહાનુભૂતિપૂર્ણ સંભાળ ઉપલબ્ધ કરાવવાના અમારા મિશનને અનુરૂપ છે,” શ્રી નાઓયા માત્સુમી, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, સકરા વર્લ્ડ હોસ્પિટલ, જણાવ્યું. “અમે સારવારના પરિણામો સુધારીને દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માંગીએ છીએ. આ બીજી હોસ્પિટલ બેંગલુરુ નોર્થમાં દર્દીઓને ઉત્તમ અનુભવ પ્રદાન કરશે.”

આ નવો યુનિટ મરાઠાહલ્લીમાં આવેલા સકરા ના હાલના 350 બેડના ટર્શરી કેર સેન્ટરનો પૂરક છે. ગ્રુપે આવનારા વર્ષોમાં બેંગલુરુમાં 1000 બેડ સુધી વિસ્તાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. “આ નવા યુનિટ સાથે અમે ફક્ત અમારું કદ જ નથી વધારી રહ્યા, પરંતુ હેલ્થકેરને નવો આયામ આપવા માંગીએ છીએ,” શ્રી લવકેશ ફાસુ, ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર, સકરા વર્લ્ડ હોસ્પિટલે જણાવ્યું. “આ હોસ્પિટલ એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે આધુનિક ચિકિત્સકીય ઉત્કૃષ્ટતા સાથે દર્દીઓને અજોડ અનુભવ પ્રદાન કરે.”


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *