અબુ ધાબી, યુએઈ- મે, 2024:અબુ ધાબીનો સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (ડીસીટી અબુ ધાબી) દ્વારા આજે ફરીથી સમર્થન આપવામાં આવ્યું હતું કે તેની સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ 2025માં પૂર્ણ થશે.
સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ વૈશ્વિક મંચ છે, જે પરંપરાઓ અને આધુનિક સમાન સંસ્કૃતિઓની ઉજવણી કરતા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાંથી સાકાર થઈ રહ્યો છે. તે વૈવિધ્યપૂર્ણ વૈશ્વિક સાંસ્કૃતિક ક્ષિતિજને પ્રોત્સાહિત કરતા પ્રદેશના વારસાની ઉજવણી કરતાં મ્યુઝિયમ, કલેકશન્સ અને વાર્તાઓ દર્શાવતું સશક્તિકરણનું દ્યોતક છે.
તે પૂર્ણ થયા પછી સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટની સંસ્થાઓની વૈવિધ્યતા ડિસ્ટ્રિક્ટને સૌથી અજોડ સાંસ્કૃતિક મંચમાંથી એક બનાવશે. તે આરબની દુનિયામાં પ્રથમ સાર્વત્રિક સંગ્રહાલય લુવર અબુ ધાબીનું ઘર છે, જે આસપાસ અલગ અલગ સંસ્કૃતિઓમાંથી કળાકૃતિઓ દર્શાવે છે અને માનવી જોડાણોની વાર્તા કહે છે. 2017માં આરંભથી લુવર અબુ ધાબીએ 5 મિલિયન મુલાકાતીઓને આવકાર્યા છ અને તે મંત્રમુગ્ધ કરનારા આર્કિટેક્ચર અને તેની નાવીન્યપૂર્ણ વાર્તા માટે ઓળખાય છે. નજીકમાં બર્કલી અબુ ધાબી વર્ષભર સંગીત, પરફોર્મિંગ આર્ટસ અને શૈક્ષણિક કાર્યક્રમો ઓફર કરે છે.
ઉપરંત મનારત અલ સાદિયત ક્રિયાત્મક કળાત્મક અભિવ્યક્તિ માટે કેન્દ્ર તરીકે કામ કરે છે અને અબુ ધાબીની સાંસ્કૃતિક તિથિમાં બે નોંધપાત્ર પહેલો અબુ ધાબી આર્ટ અને કલ્ચર સમિટ અબુ ધાબીનું ઘર છે.
હાલમાં સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટનું નિર્માણકાર્ય 76 ટકા પૂર્ણ થયું હોઈ સંસ્થાઓ ટૂંક સમયમાં જ ખુલ્લી મુકાશે. યુનાઈટેડ આરબ અમીરાતનું રાષ્ટ્રીય સંગ્રહાલય ઝાયેદ નેશનલ મ્યુઝિયમ રાષ્ટ્રના સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિની ઉજવણી કરવા સાથે દેશના સ્થાપક પિતામહ સ્વ. શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયનના વારસાનું સન્માન પણ છે. ઉપરાંત ટીમલેબ ફેનોમેના અબુ ધાબી મુલાકાતીઓને તેમની કલ્પનાની સીમાઓને પાર કરી જનારી સતત બદલાતી ખોજ પર આવકારે છે.
સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ સ્વ. શેખ ઝાયેદના વારસાને સલામી આપે છે, જેમણે સાંસ્કૃતિક એજન્ડાનો નવો દાખલો બેસાડ્યો હતો અને આર્કેલોલોજિકલ ખોદકામો અને શોધ થકી યુએઈનો ઈતિહાસ દુનિયા સામે મૂક્યો હતો. આ વારસો અલ આઈન મ્યુઝિયમની સ્થાપના સાથે શરૂ થયો હતો, જે યુએઈમાં પ્રથમ મ્યુઝિયમ 1971માં ખુલ્લું મુકાયું હતું. આ પછી 1981માં કલ્ચરલ ફાઉન્ડેશનનું ઉદઘાટન કરાયું હતું. શેખ ઝાયેદનો વારસો તે પછી શેખ ખલફા બિન ઝાયેદ અલ નાહયાનના માર્ગદર્શનમાં ઉત્ક્રાંતિ પામ્યો હતો. આજે યુનાઈટેડ આરબ અમીરાતના પ્રેસિડેન્ટ સન્માનનીય શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સન્માનનીય શેખ ખાલેદ બિન મહંમદ બિન ઝાયેદે તે વારસો નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે.
ડીસીટી અબુ ધાબીના ચેરમેન સન્માનનીય મહંમદ અલ મુબારકે જણાવ્યું હતું કે, “સંસ્કૃતિ જોડાણથી પણ પર જાય છે. તે આપણી પોતાની ઉત્ક્રાંતિને આકાર આપે છે અને આપણા પરિપ્રેક્ષ્યોને વ્યાપક બનાવે છે. અબુ ધાબીમાં અમે આ પ્રભાવને અપનાવીને ઊંડી સરાહના કરીએ છએ, જે અમારા સમુદાય સાથે ઉત્તમ સુમેળ સાધે છે. સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ સાંસ્કૃતિક આશાનું દ્યોતક છે. ડિસ્ટ્રિક્ટ સાંસ્કૃતિક વૈવિધ્યતાનો સંદેશ આપે છે, જે સમયાંતરે વધુ શક્તિશાળી બનીને વૈશ્વિક જોડાણો નિર્માણ કરશે. સાંસ્કૃતિક આદાનપ્રદાન પ્રેરિત કરશે અને પ્રદેશ, ગ્લોબલ સાઉથ અને દુનિયાને ટેકો આપવા માટે વિચારવાની નવી રીતને પોષશે. સાદિયત કલ્ચરલ ડિસ્ટ્રિક્ટમાં લોકો ભૂતકાળમાંથી શીખવા, આપણા વર્તમાનને સમજવા અને આપણી ભવિષ્ય પર કેન્દ્રિત થવા માટે આવે છે.”