રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

Spread the love

ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા ફક્ત મહિલાઓ માટે “રોયલ રાની ગરબા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ શનિવારે મહિલાઓનો ઉત્સાહ ઓતપ્રોત જોવા મળ્યો.

શાહી પિંક કલરના કોરચ્યુમમાં સજ્જ મહિલાઓએ જ્યારે ગરબે ઘૂમવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર હોલ રંગીન ઝગમગી ઉઠ્યો. લેટેસ્ટ અને મોસ્ટટ્રેન્ડિંગ ગુજરાતી ગીત “તને જોઇને દિલ મારું ડોલે કે પાંજરામાં પોપટ બોલે…” પર મહિલાઓએ ત્રણ તાળીની સાથે ગરબા કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ વાત એ રહી કે લગભગ ૨૦૦ “રોયલ રાનીઓ” એ એકસાથે તાલબદ્ધ ગરબો કરી કાર્યક્રમને વિશેષ બનાવ્યો.

માત્ર નૃત્ય જ નહીં, પરંતુ આ કાર્યક્રમમાં મહિલાઓની કલાત્મક પ્રતિભા પણ પ્રદર્શિત થઇ. ૫૦થી વધુ બહેનોએ એક્ઝિબિશનના સ્ટોલ્સ દ્વારા વિવિધ હસ્તકલા, ફેશન, આર્ટ અને ફૂડના સ્ટોલ્સ લગાવ્યા હતા. આ રીતે આ ગરબો માત્ર મનોરંજન પૂરતો જ સીમિત ન રહી, પરંતુ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રતિક પણ સાબિત થયો.

“રોયલ રાની ગરબા”એ શહેરની મહિલાઓને અનોખો આનંદ અને ઉત્સાહ આપ્યો, જે આગામી દિવસોમાં પણ સૌના હૃદયમાં યાદગાર બની રહેશે.

આ સમગ્ર પ્રોગ્રામ નું આયોજન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચઇન્સ્ટિટ્યૂટ ના સહયોગ થી થયુ . આ પ્રોગ્રામ ના મુખ્ય મહેમાન તરીકે ડો નિતિંનસુમંત શાહ ઉપસ્થિત રહ્યા.


Spread the love

Check Also

ટાટા મોટર્સ દ્વારા જાન્યુઆરી 2025થી તેનાં કમર્શિયલ વાહનોની કિંમતોમાં વધારાની ઘોષણા

Spread the love મુંબઈ 12 ડિસેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *