રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો

Spread the love

અમદાવાદ 23મી સપ્ટેમ્બર 2024: રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો. સવારે 9:00 થી બપોરે 12:30 સુધી યોજાયેલા આ કેમ્પમાં 240 લોકોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી.

દરેક લોકોના હૃદયની હાડકાની, દાંતની આંખની તથા હરસ મસા અને ભગંદરની તપાસ નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી. જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી. આ કેમ્પમાં માત્ર શારીરિક તપાસ પૂરતું નિદાન સીમિત ન રાખતા, લોકોના એક્સરે તથા ઇકો કાર્ડિયોગ્રામ પણ કરવામાં આવ્યા હતા, જેથી ડ્રાઇવર કંડકટરની હૃદયની બીમારીઓ કે હાડકાની બીમારીઓ અંગે સંપૂર્ણ જાણકારી મળી શકે.

આ પ્રસંગે એએમટીએસના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દરેક વિભાગમાં રૂબરૂ મુલાકાત લઈ ડ્રાઇવર કંડક્ટરોને આરોગ્ય તપાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા તથા રોટરી કલબ ના સભ્યો અને તબીબોનો આભાર માન્યો હતો.

રોટરી ક્લબ ઓફ અમદાવાદના પ્રેસિડેન્ટ જતીન્દર કૌર ભલ્લા તથા સેક્રેટરી નીરવ જોશી એ જણાવ્યું હતું કે આગામી સમયમાં નિયમિત અંતરાલ પર આ પ્રકારના કેમ્પ એએમટીએસના દરેક ટર્મિનલ પર કરીશું ઉપરાંત ડ્રાઇવર કંડક્ટરોને વ્યસન મુક્તિ માટે પણ જાગૃત કરીશું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી માત્ર ત્રણ કલાકમાં 240 લોકોના તપાસની કામગીરી પૂર્ણ કરવામાં તેમજ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી હતી


Spread the love

Check Also

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Spread the loveમહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *