પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

Spread the love

ટ્રોમ્સો, નોર્વે 15 જુલાઈ 2024: નોર્વેના શાંત શહેર ટ્રોમ્સોમાં રામચરિત માનસના પ્રચારક અને આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દરમિયાન એક હ્રદયસ્પર્શી વાર્તાનું વર્ણન કરતાં સમગ્ર માહોલ ભાવનાઓથી છલકાઇ ગયો હતો.
વિશ્વભરમાં પોતાના જ્ઞાન અને કરૂણા માટે પ્રખ્યાત પૂજ્ય બાપૂએ એક એવી ઘટનાનું વર્ણન કર્યું હતું કે જેણે ઉપસ્થિત દરેક લોકોના હ્રદયને સ્પર્શી લીધી હતી અને દરેક વ્યક્તિને જીવનની અનમોલતા અને કરૂણાની શક્તિનો પરિચય કરાવ્યો હતો.
રામકથામાં પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે મીનલ નામના તેમની કથાના એક શ્રોતા આંખમાં આંસુ સાથે તેમની પાસે આવ્યાં અને તેમની પુત્રી શિવાનીના સંધર્ષ વિશે વાત કરી. મીનલે પૂજ્ય બાપૂને કહ્યું કે શિવાની ગંભીર ડિપ્રેશનથી પીડિત હતી અને સ્કૂલમાં તેને પરેશાન કરવામાં આવતાં તેણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો.
તેમને હૂંફ અને સહાનુભૂતિ સાથે મોરારી બાપૂએ શિવાનીને પોતાની પાસે બોલાવી અને ધીમેથી પૂછ્યું કે શું તે રામનામી શાલ આપશે, જે બાપૂએ તેને આપી હતી. શિવાનીએ દ્રઢતાથી જવાબ આપ્યો કે તે ક્યારેય આપશે નહીં કારણકે આ શાલ તેના માટે મૂલ્યવાન ગિફ્ટ છે.
એક કોમળ સ્મિત સાથે પૂજ્ય બાપૂએ જવાબ આપ્યો કે, જ્યારે મેં આપેલી રામનામી શાલ આપવા તમે તૈયાર નથી તો શા માટે પ્રભુએ આપેલું સુંદર જીવન ત્યજી દેવા માગો છો?
પૂજ્ય બાપૂએ તેને સમજાવ્યું છે જીવનમાં સંઘર્ષ અને જીત છે, તેનો આદર અને ઉજવણી કરવી જોઇએ. બાપૂના પ્રેમ અને સમજણથી ભરપૂર શબ્દો શિવાની અને શ્રોતાઓને સ્પર્શી ગયાં. મોરારી બાપૂએ તેને ફરી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર ન કરવા વિનંતી કરી. તેમણે સલાહ આપી કે જો તે સ્કૂલ જવા ન ઇચ્છતી હોય તો તે ઓનલાઇન અભ્યાસ કરી શકે છે. તેની નૃત્ય પ્રતિભાની ઓળખ કરતાં બાપૂએ તેને ભેટ શ્રોતાઓ સાથે શેર કરવા પ્રેરિત કરી હતી.
આ હ્રદયસ્પર્શી વાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે, જે વિશ્વભરના લોકોને ખૂબજ સ્પર્શી છે. મોરારી બાપૂની કરુણા અને જ્ઞાન અસંખ્ય હૃદયોને સ્પર્શી ગયા છે, જે દરેકને સહાનુભૂતિ, કરુણા અને જીવનના સહજ મૂલ્યની યાદ અપાવે છે.

Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *