રિન્યૂએ CSR પહેલ માટે ધોલેરા સ્કૂલ સાથે ભાગીદારી કરી

Spread the love

ભારતની અગ્રણી અક્ષય ઉર્જા કંપની રિન્યૂએ પોતાની સીએસઆર પહેલની અંતર્ગત ગુજરાતના સશક્ત બનાવવા અને શિક્ષણના માધ્યમથી તેમના જીવનની ગુણવત્તામાં સુધાર લાવવાનું તથા રિન્યૂ વિઝન અને મિશનના અનુરૂપ તેમને આજીવિકાનું સાધન પૂરું પાડવાનું છે.

વિદ્યાલયમાં રિન્યૂ દ્વારા હસ્તક્ષેપ-જેએન વિદ્યા મંદિર:
1. બિલ્ડિંગનું નવીનીકરણ: તમામ વર્ગખંડો અને કોરિડોરમાં વ્યાપક સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણી ટપકયા ન કરે તે માટે છતનું સમારકામ કરવામાં આવ્યું છે.
2. રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશન: 5 કિલોવોટ નું રૂફટોપ સોલાર સેટઅપ (બેટરી વિના) સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના કારણે વાર્ષિક 60,000-70,000 રૂપિયાની બચત થઈ હતી. (પ્રતિ કિલોવોટ ખર્ચ – 60,000 રૂપિયા; કુલ ખર્ચ – 3 લાખ રૂપિયા)
3. સ્માર્ટ કલાસરૂમની સ્થાપના: ડિજિટલ શિક્ષણની તકો વધારવા માટે સ્માર્ટ ક્લાસરૂમની સ્થાપના કરવામાં આવી છે.
4. સ્વચ્છ પીવાના પાણીની જોગવાઈ: સ્વચ્છ પીવાના પાણીનું એકમ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે સલામત હાઇડ્રેશનની ખાતરી કરે છે.
5. ફર્નિચર અપગ્રેડ: જૂના ફર્નિચરને નવું, ટકાઉ વિકલ્પો સાથે બદલવામાં આવ્યું છે જેથી શ્રેષ્ઠ આરામ અને શીખવાના વાતાવરણમાં સુધારો થાય.
6. આગામી સ્વચ્છતા સુવિધાઓ: છોકરાઓ અને છોકરીઓ બંને માટે સ્વચ્છતા સંકુલનું બાંધકામ જેવી જમીન મળશે કે ઝડપથી શરૂ થશે.
7. સ્કીલ ડેવપલમેન્ટ સેન્ટર: વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક તાલીમ અને રોજગારીની તકો વધારવા માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર સોલાર મોડ્યુલ અને સેલ મેન્યુફેક્ચરિંગમાં રિન્યૂના કર્મચારીઓ માટે તાલીમ ગ્રાઉન્ડ તરીકે પણ કાર્ય કરશે.

આ પહેલ રિન્યૂ લાઇટિંગ લાઇવ્સ કાર્યક્રમની સાથે જોડાયેલી છે, જે સૌર ઉર્જાના માધ્યમથી એ શાળાના અંતિમ-માઈલ વિદ્યુતીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને ત્રણ કલાકથી ઓછી વીજળી મળે છે, જેનાથી શિક્ષણ વિતરણમાં ફેરફાર થાય છે અને સ્વચ્છ ઉર્જા હિમાયત દ્વારા યુવા ગ્રીન એમ્બેસેડર્સનું બળ ઉભું થાય છે. આ સંયુકત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 7- સ્વચ્છ અને સસ્તી ઊર્જાની પહોંચ સાથે પણ સંરેખિત છે. આ કાર્યક્રમના માધ્યમથી રિન્યૂ એ 183 શાળાઓનું વિદ્યુતીકરણ કર્યું છે અને 119 શાળાઓને ડિજીટલ કર્યું છે, જેનાથી 50,000 થી વધુ વિદ્યાર્થીઓના જીવન પર અસર પડે છે. ધોલેરામાં આ પહેલ દ્વારા 200 થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે અને અમારું લક્ષ્ય એક વર્ષના સમયગાળામાં 300 મહિલાઓ અને પુરૂષોને અને 5 વર્ષમાં 1000 લોકોને સ્કીલ ટ્રેનિંગ આપવાનું છે.

Cઆ પહેલ પર ટિપ્પણી કરતા રિન્યૂના સહ-સ્થાપક અને ચેરપર્સન, સસ્ટેનેબિલિટી, વૈશાલી નિગમ સિંહા એ જણાવ્યું હતું કે, “અમે ધોલેરા જેવા સમુદાયોમાં કાયમી અસર ઊભી કરવા માટે ઊંડાણપૂર્વક પ્રતિબદ્ધ છીએ. JN વિદ્યા મંદિરના સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ સંસાધનોથી સજ્જ એક સ્થાયી અને પ્રગતિશીલ શિક્ષણ વાતાવરણમાં પરિવર્તિત કરીને, અમે શિક્ષણ અને સ્થાનિક વિકાસના ભવિષ્યમાં રોકાણ કરી રહ્યાં છીએ. આગામી કૌશલ્ય વિકાસ કેન્દ્ર સૌર ટેક્નોલોજીમાં વ્યાવસાયિક તાલીમ સાથે વ્યક્તિઓને સશક્તિકરણ કરવાના અમારા ધ્યેયને આગળ વધારશે, તેમને સ્વચ્છ ઊર્જામાં સાર્થક કારકિર્દી માટે તૈયાર કરશે. રિન્યૂમાં અમે ટકાઉપણું માત્ર એક ઓપરેશનલ ધ્યેય તરીકે જ નહીં પરંતુ સકારાત્મક પરિવર્તન લાવવા અને સ્થિતિસ્થાપક સમુદાયો બનાવવાની જવાબદારી તરીકે જોઈએ છીએ.”

ગુજરાતમાં, રિન્યૂની CSR પહેલો એ અમદાવાદ, ભાવનગર, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરના સમુદાયોને લાભ આપ્યો છે. નીચે ગુજરાતમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી રિન્યૂની મુખ્ય CSR પ્રવૃત્તિઓ છે:

લાઇટિંગ લાઇવ્સ: ગુજરાતમાં કચ્છ, પાટણ, અમદાવાદ અને ભાવનગરના પ્રદેશોમાં 25 સરકારી ગ્રામીણ શાળાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું છે અને 24 સ્કૂલોને ડિજિટલ લેબ માટે સહાયતા આપવામાં આવી છે. ડિજિટલ લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ શાળાઓમાં 7 સ્માર્ટ ક્લાસરૂમની સ્થાપના કરવામાં આવી છે. સૌર વિદ્યુતીકરણ અને ડિજિટલ લેબની સાથે કચ્છ અને ધોલેરાની 10 થી વધુ શાળાઓને વિવિધ માળખાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે, જેમાં મકાન સમારકામ અને બાંધકામ, ફર્નિચર અને ઇલેક્ટ્રિકલ સાધનોની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે.
સ્વચ્છતામાં સુધારો કરવા માટ ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓ માટે કચ્છ અને ધોલેરા-અમદાવાદ ક્ષેત્રમાં 4 શાળાઓને ટોઇલેટ બ્લોક સાથે સમર્થન આપવામાં આવ્યું છે.
શાળાઓ માટે સ્વચ્છ પીવાના પાણીના એકમો: રિન્યૂ એ પાટણ અને કચ્છ જિલ્લામાં 4 શાળાઓને સ્વચ્છ પીવાના પાણીના એકમોની સહાય કરી, જેમાં પાણીના કુલર અને ફિલ્ટરનો સમાવેશ થાય છે.

તળાવ ખોદકામ: ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં 18 સામુદાયિક તળાવોનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેણે 23,000 લોકાના જીવન પર અસર પાડી. ખોદકામ બાદ તળાવોની ક્ષમતામાં વધારો થયો જેણે આસ-પાસના ગામોની જળ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.

સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ: રિન્યુનો પ્રોજેક્ટ સૂર્ય, જે સોલર પેનલ ટેકનિશિયન તરીકે મહિલા સોલ્ટ પાન કામદારોને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તે ગુજરાતના કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 400 થી વધુ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે, જેણે તેમની આજીવિકા પર પોઝિટીવ અસર કરી છે.

ધાબળા વિતરણ: રિન્યુના વાર્ષિક ધાબળા વિતરણ અભિયાન ‘ગિફ્ટ વોર્મથ’ હેઠળ, ગુજરાતભરના વંચિતોને 80,000 થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જે તેમને શિયાળાનો સામનો કરવામાં મદદ કરીને તેમના જીવનમાં સુકુન લાવે છે.
સોલાર સ્ટ્રીટ લાઈટોનું ઈન્સ્ટોલેશનઃ કચ્છ અને પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં 100 થી વધુ સોલાર પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. આ ઇકો-ફ્રેન્ડલી સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટો માત્ર ગામની સલામતી સુનિશ્ચિત કરતી નથી, પણ જીવનની ગુણવત્તામાં વધારો કરે છે અને સૂર્યાસ્ત પછી પણ પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે.

2014માં જ્યારે CSR કાયદો ભારતમાં અમલમાં આવ્યો ત્યારે રિન્યૂ તેની CSR સફરની શરૂઆતથી સામાજિક જવાબદારીની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. કંપનીએ મહારાષ્ટ્રમાં 1 સાઇટ સાથે શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં, તેણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઓડિશા સહિત 12 થી વધુ રાજ્યોમાં તેની પહોંચ વિસ્તારી છે. કંપનીએ તેની CSR પહેલ 740થી વધુ ગામોને આવરી લે છે, જે 1.4 મિલિયનથી વધુ વ્યક્તિઓને પોઝિટીવ અસર કરે છે.

રિન્યૂ પાસે ગુજરાતના 7 જિલ્લાઓમાં 1550MW વિન્ડ, સૌર અને વિન્ડ-સૌર હાઇબ્રિડ પ્રોજેક્ટની ક્ષમતા છે. આ વિવિધ શ્રેણીઓ હેઠળ છે, જેમ કે રાજ્યની બિડ, કેન્દ્રીય બિડ, રાજ્ય આધારિત ઔદ્યોગિક એકમોને આરઇ પાવરનો પુરવઠો વગેરે. રિન્યુએબલ એનર્જી મેજર ધોલેરામાં સૌર ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેમાં 2.4 ગીગાવોટ સોલાર મોડ્યુલો અને 6.5 ગીગાવોટ સોલર સેલ ક્ષમતા (2.5) છે. Ph-1 માં GW અને Ph-2 માં વધારાના 4 GW) જેમાંથી મોડ્યુલ સુવિધા પર ઉત્પાદન જાન્યુઆરી ’24 માં શરૂ થયું છે અને સેલ ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. રિન્યુનું ગુજરાતમાં રોકાણ રૂ.12000 કરોડ, અને કંપની રાજ્યમાં તેના RE પ્રોજેક્ટ્સ દ્વારા લગભગ 2200 નોકરીઓ (પ્રત્યક્ષ અને પરોક્ષ) સર્જન કરે છે.


Spread the love

Check Also

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

Spread the love ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *