મુંબઇ ૦૮ એપ્રિલ ૨૦૨૫: ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયલિટી કેમિકલ્સ બનાવતી અગ્રણી કંપની રિમેડિયમ લાઇફકેર લિમિટેડ (BSE: 539561) ને બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)તરફથી તેમના પ્રસ્તાવિત રાઇટ્સ ઇશ્યૂ માટે મંજૂરી મળી ગઈ છે.
આ મંજૂરી પછી, ઝડપથી વિકસી રહેલી આ કંપની હવે પોતાના હાલના શેરધારકો પાસેથી વધુ મૂડી એકઠી કરી શકશે, જેના કારણે તેની નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તે પોતાના મેન્યુફેક્ચરિંગ, નવા પ્રોડક્ટ્સનો વિકાસ અને વૈશ્વિક બજારમાં વિસ્તરણ જેવા પ્રયાસોને વેગ આપી શકશે.
રાઇટ્સ ઇશ્યૂના મુખ્ય મુદ્દાઓ:
- રેકોર્ડ તારીખ: મંગળવાર, 15 એપ્રિલ 2025
- ઇશ્યૂ સાઇઝ: ₹4,919.04 લાખ (જો સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થાય તો)
- પ્રતિ શેર કિંમત: ₹1.00
- કુલ શેર: 49,19,04,000 સંપૂર્ણપણે ચૂકવેલ ઇક્વિટી શેર (₹1 મૂલ્યના)
- રાઇટ્સ રેશિયો: રેકોર્ડ તારીખે તમારા પાસે જેટલા પણ સંપૂર્ણપણે ચૂકવેલા 50 શેર હોય, તેના બદલામાં તમને 61 રાઇટ્સ શેર મળશે
- ઉદ્દેશ્ય: વર્કિંગ કેપિટલની જરૂરિયાતો, R&D માટે સાધનો, અને વિસ્તરણ
કંપનીના હોલટાઇમ ડિરેક્ટર આદર્શ મુંજાલે કહ્યું કે BSE તરફથી મળેલી મંજૂરી અમારી યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો છે. અમે અમારી કામગીરીને જવાબદારીપૂર્વક અને સસ્ટેનેબલ રીતે આગળ વધારતા રહીને શેરહોલ્ડર્સને શેરની વેલ્યૂ વધારવાનું વચન આપીએ છીએ.
આ રાઇટ્સ ઇશ્યૂ એવા સમયે આવી રહ્યો છે જ્યારે રિમેડિયમ લાઇફકેરને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2025માં, કંપનીએ UKની એક અગ્રણી ફાર્મા ડિસ્ટ્રિબ્યુટર સાથે ₹182.7 કરોડનો મલ્ટી-ઇયર એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. કંપની હવે એન્ટી-ઇન્ફેક્ટિવ્સ, હૃદયરોગ, મગજ સંબંધિત રોગો અને કેન્સર સહાયક દવાઓ જેવા ગ્લોબલ સેગમેન્ટ્સમાં મજબૂત સ્થિતિમાં છે, જ્યાં માંગ ઝડપથી વધી રહી છે.