રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ દ્વારા મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું.

Spread the love

મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 નું ઓડિશન ઝાઈરા ડાયમંડ સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું.

અમદાવાદ 01 ઓક્ટોબર 2024: આ ઓડિશન માં કુલ 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, કેટ વોક અને સવાલ-જવાબ જેવા રાઉન્ડ યોજાયા હતા જેમાંથી 3 મિસ અને 2 મિસિસ ગુજરાતનું સિલેક્શન થયું હતું. હવે નેક્સ્ટ ઓડિશન અને ફિનાલે રાઉન્ડ સુરત ખાતે યોજાશે. આ કોમ્પિટિશનના વિનરને ટાઇટલ ક્રાઉનની સાથે સર્ટિફિકેટ, ગિફ્ટ્સ, 3 રાત 4 દિવસની ફૂડ, વિઝા ફ્રી સાથેની બાકુ ટ્રીપ મળશે. વિનરને ઈન્ડસ્ટ્રી પ્રિન્ટ શૂટ, કોમર્શિયલ ટીવી એડવર્ટાઈઝમેન્ટ, ટીવી શો ઇન્ફ્લ્યુન્સર્સ કોલાબ્રેશનમાં કામને પ્રમોટ કરવા માટે એક લાખ રૂપિયાનો એક્સક્લુઝિવ બે વર્ષનો કોન્ટ્રાક્ટ મળશે જેમાં વિનર ને એક લાખ રૂપિયાના કામ અપાવવાની જવાબદારી આયોજકની રહેશે. ઇઝમાયટ્રીપ તરફથી ફ્લાઇટ ટિકિટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. માઈરા બેગ્સ તરફથી એક્સક્લુઝિવ ફેશન બેગ્સ  ગિફ્ટ તરીકે મળશેવૈશાલી ધૂત બ્લેક બેલ્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા સ્વરક્ષણ માટે કોરિયન કરાટેની તાલીમ પણ આપવામાં આવશે. ગ્રૂમિંગ કોરિયોગ્રાફીની સાથે પોર્ટફોલિયો શૂટ, કેટ વોક, યોગ મેડિટેશન અને રિસોર્ટ અથવા ફોર સ્ટાર હોટેલમાં 2 દિવસ સ્ટે અને ફૂડ પણ મળશે. મિસ એન્ડ મિસિસ કોસમોસ ગુજરાત 2024 એ મિસ એન્ડ મિસિસ કોસમોસ ઇન્ટરનેશનલની સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *