ગાંધીનગર સેક્ટર-25 માં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 611/650 માર્ક્સ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

Spread the love

ગાંધીનગર, બુધવારે જાહેર થયેલ બોર્ડના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં (1) માણસા તાલુકાના અલુવા ગામની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 12-સાયન્સમાં  650 માર્ક્સમાંથી 611 માર્ક્સ મેળવી A1 ગ્રેડ સાથે 99.94 PR  પ્રાપ્ત કરી 94% સાથે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં  પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમનું સપનું MBBS  કરીને લોકોની સેવા કરવાનું છે. (2) રાધનપુરનો વિદ્યાર્થી નાનેચા સ્મિત મહેશકુમાર સ્કૂલની હોસ્ટેલમાં રહીને 99 PR મેળવેલ છે. (3). ઝાલોદ ની વિદ્યાર્થીની પટેલ ધારા ભરતભાઈ સ્કૂલની હોસ્ટેલમાં રહીને 97.94 PR મેળવેલ છે. (4). દાહોદનો વિદ્યાર્થી ભરવાડ યુવરાજ પરષોત્તમભાઇ સ્કૂલની હોસ્ટેલમાં રહીને 97.73 PR મેળવેલ છે. (5). બનાસકાંઠાની વિદ્યાર્થીની પઢીયાર હિમાની દલપતભાઈ સ્કૂલની હોસ્ટેલમાં રહીને 94 PR મેળવેલ છે.

A1 ગ્રેડ સાથે ધોરણ ૧૦ ના બે વિદ્યાર્થીઓ. ધોરણ ૧૦ નું શાળાનું પરિણામ ૯૭.૨૯%

તદુપરાંત તાજેતરમાં શનિવારના રોજ ધોરણ-10ના  બોર્ડના પરિણામમાં

(1) દાહોદનો વિદ્યાર્થી સતોલ પરેશ સ્કૂલની હોસ્ટેલમાં રહીને 99 PR  સાથે A1 ગ્રેડ મેળવેલ છે.

(2) સુરતની વિદ્યાર્થીની તલાવિયા હેપ્પી સ્કૂલની હોસ્ટેલમાં રહીને 98 PR સાથે A1 ગ્રેડ મેળવેલ છે.

ઉપરોક્ત તમામ વિદ્યાર્થી તેમના પરિણામનો શ્રેય તેમના માતાપિતા અને શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કુલ, સેક્ટર-૨૫ ના ચેરમેન શ્રી બાબુદાદા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. ડી.બી પટેલસર, અને પ્રિન્સીપાલ શ્રી ડો.બેલા પટેલને તથા તમામ શિક્ષક મિત્રોને આપી રહ્યા છે.


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *