ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર્સનલ સ્ટાઈલ અને સ્વઅભિવ્યક્તિના પ્રચાર માટેની ક્રોક્સ પરિવારની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

Spread the love

ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના ભારત માટે વૈશ્વિક સ્તરે ‘યોર ક્રોક્સ, યોર સ્ટોરી, યોર વર્લ્ડ’ અભિયાનનું નેતૃત્વ કરે છે. અને કેટલાંક મુખ્ય ક્લાસિક્સ શ્રેણી અને જિબિટ્ઝ ચાર્મ્સ દ્વારા પ્રશંસકોને પોતાની વિશિષ્ટતા અપનાવવાની પ્રેરણા આપે છે.

ફન અને નવીનતમ ફૂટવેરની વૈશ્વિક અગ્રણીગણાતીબ્રાન્ડ ક્રોક્સએ  ભારતીય ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાને ભારતમાં તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી છે.  ભારતીય સિનેમામાં તેમનીવિવિધભૂમિકાઓ અને વિશાળ ચાહકવર્ગને કારણે, રશ્મિકા આજે ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની છે. તેમનું પ્રામાણિક વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ક્રોક્સ માટે સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થાય છે. એક એવી બ્રાન્ડ જે વ્યક્તિત્વ, શૈલી અને નિખાલસ સ્વ અભિવ્યક્તિને આગવું સ્થાન આપે છે.

ક્રોક્સ ઇન્ટરનેશનલ માર્કેટિંગના હેડ, યાન લ બોઝેકે જણાવ્યું, “રશ્મિકા એ બધું વ્યક્ત કરે છે જે માટે ક્રોક્સ ઓળખાય છે. જેમ કે નિખાલસતા, આત્મવિશ્વાસ અને વ્યક્તિગત અભિવ્યક્તિ. ભારતભરમાં, ખાસ કરીને યુવાન વર્ગમાં, તેમની અદભૂત લોકપ્રિયતાને કારણે સ્થાનિક ગ્રાહકો સાથે અમારા સંબંધો વધુ મજબૂત બનાવવા માટે તેઓએક પરિપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડર સાબિતથાય છે. રશ્મિકા અમારી અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે એ જોઈને અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આશા રાખીએ છીએ કે હવેની નવી પેઢી ક્રોક્સ દ્વારા પોતાની અસલી ઓળખને ઉજવવા માટે પ્રેરાશે.”

કુલ્ફી કલેક્ટિવના સીસીઓ અને સહ-સ્થાપક અક્ષત ગુપ્તે જણાવ્યું: “ક્રોક્સ હંમેશા સ્વ અભિવ્યક્તિ પર ધ્યાન આપતી બ્રાન્ડ રહી છે. આ અભિયાન દ્વારા, અમે જિબિટ્ઝને સ્ટોરી ટેલીંગના એક ટૂલ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જે આપણા અનુભવને એક માળખામાં દર્શાવે છે. આ વાત છે  તમારી દુનિયાને તમારી રીતે જીવવાની, અને રશ્મિકા આ વિચારને સુંદર રીતે જીવંત બનાવે છે.”

આ નવી ભાગીદારીના ભાગરૂપે, ક્રોક્સ ઇન્ડિયા દેશભરના ખૂણે ખૂણા સુધી પહોંચી વધુમાં વધુ લોકોને પોતાની બ્રાન્ડ સાથે જોડવાનું લક્ષ્ય રાખે છે, ખાસ કરીને એવી ફેશન માટે જે વ્યક્તિત્વ દર્શાવે અને દરેક માટે ઉપલબ્ધ હોય. રશ્મિકા મંદાનાની સમગ્ર દેશમાં લોકપ્રિયતા અને સાંસ્કૃતિક જોડાણ ક્રોક્સને નવીનતમ અને સ્ટોરીટેલીંગ આધારિત અભિયાનો દ્વારા ગ્રાહકો સાથે જોડવામાં મદદ કરશે. આ સહયોગનું શુભારંભ “યોર ક્રોક્સ. યોર સ્ટોરી. યોર વર્લ્ડ.” અભિયાનથી થશે — જે ક્રોક્સની ક્લાસિક્સ સંગ્રહ અને જિબિટ્ઝ ચાર્મ્સ માટે જાગૃતિ વધારશે અને ગ્રાહકનીરોજિંદીફેશન માટે જરૂરી બનાવશે, સાથે દેશના નવા બજારોમાં પણ વિકાસના દરવાજા ખોલશે.

વિશ્વવ્યાપી ‘યોર ક્રોક્સ, યોર સ્ટોરી, યોર વર્લ્ડ’ અભિયાનના ભારતીય એમ્બેસેડર તરીકે, રશ્મિકા પોતાની સ્ટાઇલ દ્વારા પર્સનલ સ્ટોરીટેલીંગ રજૂ કરે છે. આ અભિયાન ક્રોક્સને ફક્ત ફૂટવેર તરીકે નહીં, પરંતુ એવા કેનવાસ તરીકે રજૂ કરે છે જ્યાં તમે તમારી ઓળખ બતાવી શકો છો. રમૂજભર્યા અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા જિબિટ્ઝ ચાર્મ્સની મદદથી લોકો પોતાનો અનોખો લુક બનાવી શકે છે. દરેક ક્રોક્સ પેર તમારા મૂડ, તમારી યાદગાર પળો અને તમારી સ્ટાઇલની ખાસ સ્ટોરી કહે છે.

રશ્મિકાના રોજિંદા જીવન પર આધારિત આ અભિયાનની ફિલ્મ ‘યોર ક્રોક્સ, યોર સ્ટોરી, યોર વર્લ્ડ’ એક રંગીન અને કલ્પનાશીલ દુનિયા બનાવે છે. ફિલ્મમાં CGI અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરીને સામાન્ય સ્થળોને — જેમ કે ફિલ્મના સેટ, રેડ કાર્પેટ અને ઘરના શાંત પળોને — એવી જાદૂઈ જગ્યા તરીકે રજૂ કરવામાં આવ્યા છે જ્યાં રશ્મિકાના ક્રોક્સ અને તેના જિબિટ્ઝ ચાર્મ્સ કેન્દ્રમાં રહે.

દરેક ચાર્મ જીવંત એનિમેશન સાથે પાત્ર બનતું જાય છે અને રશ્મિકાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનના અલગ અલગ પાસાંઓને દર્શાવે છે, જ્યાં વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની લાઇન ધૂંધળી થઇ જાય છે.

આ ફિલ્મ જિબિટ્ઝ ચાર્મ્સને સ્વ અભિવ્યક્તિના એક મજબૂત ટૂલતરીકે રજૂ કરે છે, જ્યાં દરેક ક્રોક્સની જોડી એક અનોખું અને સર્જનાત્મક કેનવાસ બની જાય છે. આ પ્રકારની સ્ટોરી ટેલીંગની રીત દર્શકોને પ્રેરણા આપે છે કે તેઓ પોતાની ઓળખ અને અંદરનાં વિચારોને આઝાદીથી વ્યક્ત કરી શકે. એક સ્વપ્ન જેવો અનુભવ આપે છે, જ્યાં વ્યક્તિગત શૈલીની કોઈ મર્યાદા નથી.

“ક્રોક્સ એ હંમેશા એક એવી બ્રાન્ડ રહી છે જેને લઈને મને એક અલગ જોડાણ લાગતું આવ્યું છે. મને તેની રંગીન ડિઝાઇન્સ, અનોખી શૈલીઓ અને જે રીતે તે નિડર રીતે વ્યક્તિત્વને દર્શાવે  છે તે મને બહુ ગમે છે,” રશ્મિકા મંદાનાએ કહ્યું. “જો તમે મને ઓળખો છો તો તમે જાણતા હશો કે, હું ક્યારેય મારા મનના વિચારોને વ્યક્ત કરવાનું ટાળતી નથી. ભલે તે મને K-pop ગમતું હોય, કોરિયન નાસ્તા કે પછી સનફ્લાવર્સ. હું મારાવિચારોને  ખુલ્લેઆમ વ્યક્ત કરવાનુંપસંદ કરું છું.  ક્રોક્સ અને જિબિટ્ઝ મારફતે હવે હું મારી આ ટેવને વધુજીવંત બનાવી શકું છું અને કંઈક એવું સર્જી શકું છું જે માત્ર મારી ઓળખ ધરાવતું હોય. મને ઘણી ખુશી છે કે ભારતભરના મારા ફેન્સ હવે ‘યોર ક્રોક્સ. યોર સ્ટોરી. યોર વર્લ્ડ.’ કેમ્પેઈનનો અનુભવ કરશે અને ક્રોક્સ દ્વારા પોતાની ખાસ શૈલી કેવી રીતે વ્યક્ત કરી શકાય તે શોધી શકશે.”

આ 360-ડિગ્રી અભિયાન ડિજિટલ, સોશિયલ મિડીયા, રિટેલ અને ખાસ બ્રાન્ડના અનુભવોથી શરૂ થશે. જે ગ્રાહકોને પોતાની અનોખી ઓળખ જાહેર કરવાની તક આપશે. ઉપરાંત, આમાં નવા અને ટ્રેન્ડી ડિઝાઇન્સ જેમ કે Bae Clog તેમજ ક્લાસિક્સ અને ક્રશ નવા રંગો, જેમ કે Mystic Purple, Daylily વગેરે રજૂ કરવામાં આવ્યા છે. આ નવી સ્ટાઈલ હવે ભારતભરના ક્રોક્સ સ્ટોરો પર અથવા crocs.in અને Myntra પર ઓનલાઇન ઉપલબ્ધ છે.


Spread the love

Check Also

મહેમદાવાદ અને કોલકતા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love ગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ખેડા જીલ્લાના મહેમદાવાદ નજીક આવેલ કનીજ ગામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *