ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Spread the love

મહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે.

કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે.

શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે.

શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે.

એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે

પતિત પાવની મા ગંગાના કિનારે ઋષિકેશમાં ચાલી રહેલી રામકથાનાંપાંચમા દિવસે બાપુએ જણાવ્યું કે ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

અહીં બ્રહ્મ,પરબ્રહ્મ અને પરાત્પર બ્રહ્મ વચ્ચે શું અંતર છે એવો એક પ્રશ્ન પૂછવામાં આવેલો.એ વિશેની સંવાદ ભરી વાત કરતા બાપુએ કહ્યું એક શુદ્ધ રૂપમાં માત્ર બ્રહ્મનો વિચાર,અન્ય કોઈ વાત ન કરે એ પણ બ્રહ્મવિચારછે.બીજી રીત કોઈ વસ્તુને કેન્દ્રમાં રાખીને,બ્રહ્મને કેન્દ્ર બનાવી અને અન્ય ગ્રંથોના ઉદાહરણ કે આધાર લઈને બ્રહ્મને પ્રતિપાદન કરવું એ પણ એક બ્રહ્મ વિચારની ક્રિયા છે અને ત્રીજું-બ્રહ્મ સ્વયં પોતાનો વિચાર પ્રસ્તુત કરે એ પણ બ્રહ્મવિચારપામવાની ક્રિયા છે.

આમ આ સનાતની ત્રિપિટક છે.જાણે કે આધ્યાત્મિક ત્રિકોણ છે.પ્રસ્થાનત્રયિ વિશે પણ આપણે જાણીએ છીએ.

તો અહીં મહાત્મા બ્રહ્મ છે.સાધુ-મહાત્માને ભોજન કરાવીએ ત્યારે આપણે કહીએ છીએ કે બ્રહ્મ ભોજન કરાવ્યુંછે.બુદ્ધાત્મા એટલે કે બુદ્ધપુરુષ એ પરબ્રહ્મ છે અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે.

શાંત ચિત્ત અને એકાંત મળી જાય તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ શકતી હોય છે.એટલા એકલા થઈ જાઓ કે ગુરુ સિવાય તમારી પાસે કોઈ જ ન રહે.ગુરુને જ જુઓ,ગુરુને જ સાંભળો,ગુરુને જ સ્પર્શો અને ગુરુને જ ચાખો!

વિષ્ણુ દાદા કહેતા કે આ શ્રુતિઓ છે એ પરબ છે અને ત્યાંથી અધ્યાત્મનું અમૃત પીઓ.ધ્યાન વિશેની વાત કરતા તેમણે કહેલું જેટલા વધારે તમે શાંત થઈ જશો એટલા વધારે ધ્યાનિષ્ઠ બની જશો.વેદાંતરત્નાકરમાં વિષ્ણુ દાદા એ કહ્યું છે કે શાંતિપૂર્ણ ધ્યાનનો માર્ગ અપનાવીને,એકાંતમાં એકલા બનીને ધન્ય થઈ જાઓ.

રામકથા પણ વેદ છે.બાપુએ કહ્યું કે કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે જ સાર્થક છે જ્યારે બીજાનું શોષણ ન કરે.શ્રોતા વક્તાનું સાધન નહીં પણ સાધ્ય થઈ જાય એ જરૂરી છે.

કોઈએ પૂછ્યું હતું કે કબીર અને તુલસીદાસજીનાદોહાઓમાં શું ફરક છે?બાપુએ કહ્યું કે કબીરનાદોહામાં ક્રાંતિ છે અને તુલસીદાસજીનાદોહામાં શાંતિ છે.ઘણા સમય પહેલા કબીર માટેની કથા કહેલી ત્યારે એક નિવેદન પણ કરેલું કે:કબીરક્રાંતિકારી, શાંતિકારી અને ભ્રાંતિહારી છે.

આ પછી કથા પ્રવાહમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે શિવજી સહજ આસન બિછાવીને બેઠા છે ત્યારે કેવા દેખાય છે?તુલસીદાસજીલખે છે:

બૈઠેસોહ કામ રીપુકૈસે;

ધરેસરીરુંસાંતરસુ જૈસે.

જાણે કે કામદેવ સંતનું શરીર ધરી અને શાંતરસ બેઠો હોય એમ શિવજી બિરાજમાન હતા.શિવજીનું મૌન મુખર બને છે.મૌનમાં મુખરતા જન્મે છે અને એ જ મુખરતા મૌનમાંસમાઈ જાય છે.

શિવજી પાર્વતીની સામે રામકથાનો આરંભ કરે છે. અહીં રામ જન્મના પાંચ કારણોને શબ્દ,સ્પર્શ,રૂપ, રસ અને ગંધ સાથે જોડીને બાપુએ તેનું વિવરણ કર્યું અયોધ્યાની અંદર રામનવમિના દિવસે મંદ,સુગંધ, શીતલ વાયુ વાયછે.પરમાત્માનું અવતરણ અયોધ્યાનારાજમહેલમાં મા કૌશલ્યાની કૂખમાં થાય છે.બાપુએ કહ્યું કે પરમાત્મા ઉરમાં પણ રહી શકે,ઉદરમાં પણ રહી શકે છે.ચારહાથવાળાઇશ્વરને ભારતની માતા બે હાથવાળો મનુષ્ય બનાવે છે.એ વખતે સ્તુતિઓનું ગાન,દેવતાઓ દ્વારા સ્તુતિ અને એ પછી ઋષિકેશની ભૂમિ ઉપરથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ ખૂબ સંક્ષિપ્ત અને સાદગી ભરી રીતે આપી અને બાપુએ રામકથાને વિરામ આપ્યો. આજે રામકથાની અંદર યોગઋષિ સ્વામી રામદેવજી ની વિશેષ ઉપસ્થિતિ હતી.એણે પોતાનો ભાવ રાખતી વખતે બાપુ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કર્યો અને સાથે-સાથે હમણાં જ એક શંકરાચાર્ય દ્વારા ૩૦૭મી કલમ વિશેની વાત થઈ એના તરફ પોતાની નારાજગી પ્રગટ કરી અને રામકથા,વ્યાસપીઠ અને બાપુ પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો.


Spread the love

Check Also

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

Spread the love ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *