વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે.
ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે.
ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ કહું છું અને સાંજે જે મળીએ છીએ એ પ્રેમસભા છે,જ્યાં અનેક કલાઓ પ્રગટ થાય છે અને યજ્ઞની પાસે બે ચાર લોકો બેઠા હોય એ પ્રેમવર્ષાછે.યજ્ઞપૃથ્વિનીનાભી છે એવું વેદ કહે છે.
સીતાજી માટે અદભુત રામાયણના આધાર ઉપર કહેવાયું છે કે એ કાલિકા બનેલા.રાવણની સામે યુદ્ધ શરૂ થાય છે,કુંભકર્ણ અને મેઘનાથવિરગતિ પામી ચૂક્યા છે,રામ-રાવણ વચ્ચે ભીષણ દ્વંદ યુદ્ધ થાય છે વાલ્મિકીજીએ અદભુત રામાયણ લખ્યું છે એટલે એને આદિ રામાયણ પણ કહી શકાય.ત્યાંરાવણને ખૂબ જ મોટો બળવાન બતાવેલોછે.સંસ્કૃતમાં પણ યુદ્ધનું વર્ણન ખૂબ ભયંકર રીતે કરેલું છે.
એ પછી એક પ્રક્ષેપ આવે છે.ત્રિજટા જાનકી પાસે જાય છે.રાવણમરતો નથી,પણ થોડુંક આશ્વાસન પણ આપે છે,સાંભળીને જાનકી ખૂબ દુઃખી થાય છે,જો કે એ લીલા છે,પણ ત્યારે ત્રિજટા પોતાના સપનાની વાત કરે છે અને સાથે૦સાથે એક વાત એ પણ કરે છે જેમાં સીતાને થોડીક સલાહ આપે છે. એને ખબર નથી કે આ છાયા સીતા છે.ત્રિજટા કહે છે કે સમગ્ર રાક્ષસ સમાજ યુદ્ધમાં છે તો તમારી પણ ફરજ છે કે યુદ્ધમાં જાઓ.પતિનાસંઘર્ષનીવેળામાં નારી હંમેશાંપતિઓના સાથે આવી છે એ ભારતીય સંસ્કૃતિમાં વારંવાર બતાવેલું છે.એક બાજુ આશ્વાસન આપે છે અને અશોક વાટિકામાંસીતાજી ઊભા થાય છે.પૃથ્વી માતાને પ્રણામ કરે છે એક રૂપમાં યુદ્ધ મેદાનમાં આવે છે.ભગવાનરામને ખબર નથી એ વિભીષણને સામે જોઈ અને પૂછે છે કે રાવણ મરતો કેમ નથી? ત્યારે વિભૂષણ કહે છે કે એની નાભિમાં અમૃત કુંભ છે.
બાપુએ કહ્યું કે એક અમૃત છે જે મરવા નથી દેતું અને એક સંજીવની છે જે મરેલાને જીવિત કરે છે. કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે.
કથા એવી છે કે રાવણના ગુરુ શુક્રાચાર્ય અને દેવતાઓના ગુરુ ગૃહસ્પતિ.રાવણના સદગુરુ શંકર છે.રાવણ સંજીવની વિદ્યા લેવા માટે શુક્રાચાર્ય પાસે જાય છે અને શુક્રાચાર્ય એ વિદ્યા આપે છે. રાવણ યોગી નથી પણ કુયોગી છે અને બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકતું ટપકતુંનાભીકુંડમાં એકઠું થાય છે.આથી ૩૦ તીર મારવા છતાં પણ રાવણ મરતો નથી.
અલગ અલગરામાયણના સંદર્ભમાં અલગ અલગકથાઓ છે આ ૩૧મું તીર રામ પાસે ક્યાંથી આવે છે કુબેર રઘુ રાજા પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે રાવણ એનો ભાઈ હોવા છતાં પુષ્પક વિમાન લઈ ગયો છે.રઘુરાજા રાવણ પાસે જાય છે.રાવણરઘુને સ્પષ્ટ ના કહે છે.એ વખતે રઘુ એક તીર ઉઠાવે છે, સરસંધાન કરે છે,એ જ વખતે બ્રહ્મા દોડીને આવે છે અને કહે છે કે તમારા હાથથીરાવણનું મૃત્યુ નથી. રઘુનાહાથથી,નહીં રઘુનાથ રામનાહાથથી એનું મોત લખેલું છે.રઘુ કહે છે બાણ ચડી ગયું હવે ઉતરે નહીં એ વખતે બ્રહ્મા રઘુનાબાણને લઈને રાખે છે અને પછી રામચરિતમાનસનાઅરણ્યકાંડમાંકુંભજ પાસે આવી અને કહે છે કે આ બાણ રાખો.રામ તમારી પાસે આવી અને મંત્ર પૂછે ત્યારે આ બાણ તેમને આપજો.
રામ વિહવળ થાય છે અને ભાસ થાય છે કે મારી શક્તિ આવી ગઈ છે. અને યુદ્ધના મેદાનમાં કાલિકાના રૂપમાં જાનકી તાંડવમચાવેછે.અનેક રૂપ ધારણ કરે છે.રામ શોધે છે કે મારી સીતા તો સૌમ્ય છે. દ્રોપદી જ્યાં ગઈ ત્યાં શોક ઉત્પન્ન થયો સીતા જ્યાં જાય ત્યાં અશોક ઉત્પન્ન કર્યું છે.કાલિકાના પગમાં જે મહાકાલ શિવ સુઈ ગયા અને એની ઉપર જગદંબા ઉભી છે. અહીં પણ ક્યાંક લખેલું છે કે રાવણનેરામે નહીં કાલિકાએ માર્યો છે.સિતા મહાન છે પણ રામ સિતાના પતિ છે,પાર્વતી મહાન છે પણ શંકર પાર્વતીના પણ પતિ છે.અહીં કોઈ નાનું મોટું નથી.
શાસ્ત્રોમાં આદેશ છે કે વિષયીએ નવ કલાક,સાધકે છ કલાક અને સાધુએ ત્રણ કલાક જ સુવું જોઇએ.
ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે.
નામવંદના બાદ રામકથાની રચના વિશેની કથા તુલસીજીએ લખી છે.અનાદિશિવે સૌપ્રથમ રચના કરી પોતાનાં માનસમાંરાખ્યું.પછી અવસર જોઇ શિવા-સતીનેરામકથાસંભળાવી.કાલાંતરેકાગભુશંડિનેસંભળાવી,કૈલાસ ઊતરીને કથા ભુશુંડિ દ્વારા ગરુડને મળી.પછી એ ગંગધારા નીચે ઊતરીને પ્રયાગમાંયાગજ્ઞવલ્ક્યએભરદ્વાજનેસંભળાવી.પછીતુલસીજીનાં ગુરુ નરહરિ મહારાજે સૂકર ક્ષેત્રમાં વારંવાર તુલસીજીનેસંભળાવી અને એમાંથી રામનવમી ૧૬૩૧માં અયોધ્યામાંરામકથાનું પ્રાગટ્ય થયું.
તદપિ કહિ ગુરુ બારહિબારા;
સમુઝી પરિ કછુ મતિ અનુસારા.
એક વખત કુંભ સ્નાન બાદ કુંભજને કથા પૂછવામાં આવી અને ત્યાંથી પહેલા સેતુરૂપશિવકથા બાદ રામકથાનો આરંભ થાય છે.
Box
કથા વિશેષ:
આ છ લક્ષણ દેખાય તો સમજવું કે એ બુધ્ધપુરુષ છે:
૧-ઔદાર્ય-ક્યારેક તો સહન ન થાય એટલી ઉદારતા દેખાય.
૨-સૌંદર્ય-સ્મરણનું,ભજનનું,શીલનું સૌંદર્ય.
બાહ્ય અને ભીતરી સૌંદર્ય,બુધ્ધ જેવું,માસુમ.
૩-આદ્રતા:સંવેદનશીલતા ખૂબ હોય છે.
૪-ગાંભીર્ય:હિમાલય જેટલી ગંભીરતા,સમુદ્ર જેટલી ઊંડાઇનું ગાંભીર્ય
૫-ધૈર્ય:ધીરજ ખૂબ જ હોય.
૬-શૌર્ય:એના સમાન કોઇ શૂરવીર નથી.