સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
Share
Spread the love
ગુજરાત 21 ઓગસ્ટ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ગોંડલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. આ ઘટનામાં જુનાગઢ, ધોરાજી અને ગોંડલના યુવાનોના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુની રામકથા ઈન્ડોનેશિયા ખાતે ચાલી રહેલ છે. પૂજ્ય બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના ગણેશગઢ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજયા હતા જ્યારે તળાજા તાલુકામાં બાઇક સ્લીપ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને કુલ મળીને ૪૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયા છે તેમના સૌનાં નિર્વાણ મોરારીબાપુએ માટે પ્રાર્થના કરી છે.