
અમદાવાદ, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતી અગ્રણી કંપનીરાજપૂતાના સ્ટેનલેસ લિમિટેડ (Rajputana Stainless Limited) એ તેના પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટેની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની આ આઈપીઓ દ્વારા મૂડી બજારમાંથી આશરે Rs.254.98 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખે છે.
IPO વિગતો
રાજપૂતાના સ્ટેનલેસનો IPO રોકાણ માટે9 માર્ચ, 2026 (સોમવાર)ના રોજ ખુલશે અને11 માર્ચ, 2026 (બુધવાર)ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠRs.116 થી Rs.122ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો લઘુત્તમ110 શેરના લોટમાં અને તેના ગુણાંકમાં અરજી કરી શકશે. રિટેલ રોકાણકારો માટે ઉપરની પ્રાઇસ બેન્ડ મુજબ લઘુત્તમ Rs.13,420 નું રોકાણ જરૂરી રહેશે.
શેરનું એલોટમેન્ટ 12 માર્ચે પૂર્ણ થવાની ધારણા છે અને16 માર્ચ, 2026ના રોજ BSE અને NSE પર લિસ્ટિંગ થવાની શક્યતા છે.
આ IPO ના બુક રનિંગ લીડ મેનેજરનિર્ભય કેપિટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડછે, જ્યારે રજિસ્ટ્રાર તરીકે Kfinટેકનોલોજી લિમિટેડ કાર્ય કરી રહ્યા છે.
રાજપૂતાના સ્ટેનલેસ લિમિટેડ તેની બ્રાન્ડ આરએસએલ હેઠળ લાંબા અને ફલેટ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોના ઉત્પાદનમાં રોકાયેલ છે. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં બિલેટસ, ફોર્જિંગ ઈન્ગોટ્સ, રોલ્ડ બ્લેક બાર, રોલ્ડ બ્રાઈટ બાર, ફલેટ્સ, પેટી અને અન્ય સહાયક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જે ૮૦થી વધુ સ્ટેનલેસ સ્ટીલ ગ્રેડમાં ઓફર કરવામાં આવે છે. કંપની બીટુબી મોડેલ પર કાર્ય કરે છે, જે મુખ્યત્વે ઉત્પાદકો અને વેપારીઓને સેવા આપે છે. તેના ઉત્પાદનો સીમલેસ પાઈપ, ફોર્જિંગ, વાયર મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, કાસ્ટિંગ, ફાસ્ટનર્સ, વાસણો પંપ અને શાફટ અને ઓટોમોટીવ ક્ષેત્ર જેવા વિવિધ ઉદ્યોગોને સેવા આપે છે.
પંચમહાલ વડોદરા સ્થિત વિશિષ્ટ સ્ટેનલેસ/સ્પેશિયલ ઉત્પાદન ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુ મજબૂત વ્યાપારી વિરાસત ધરાવતી દિગ્ગજ કંપની રાજપૂતાના સ્ટેનલેસ લિમિટેડ તેની વિકાસગાથાને આગળ ધપાવવા સજ્જ બની છે. કંપની રુા.૧૦ની કિંમતનો એક એવા કુલ રપ૪.૯૮ કરોડની રકમનો મેઈનબોર્ડનો આકર્ષક ઈસ્યુ સાથે ૬ માર્ચ ર૦ર૬ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને ઈસ્યુ ૧૧ માર્ચ ર૦ર૬ના રોજ બંધ થશે. કંપની કુલ રપ૪.૯૮ કરોડના મૂલ્યના પબ્લીક ઈસ્યુમાં ૬ર.પ૦ લાખ શેરોની રુા.૭૬.રપ કરોડ ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ઈશ્યુનું કદ અને ભંડોળનો હેતુ
કુલ Rs.255 કરોડના આ ઈશ્યુમાં Rs.178.73 કરોડના મૂલ્યના1.47 કરોડ નવા શેર (Fresh Issue) જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના Rs.76.25 કરોડના શેર પ્રમોટર્સ દ્વારાઓફર ફોર સેલ (OFS)હેઠળ વેચવામાં આવશે.
કંપની આ ભંડોળનો ઉપયોગ વ્યૂહાત્મક વિસ્તરણ માટે કરશે:
- નવું પ્લાન્ટ:કંપની તેના પોર્ટફોલિયોને વધારવા માટે ‘સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ પાઇપ્સ’ના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે Rs.18.57 કરોડનો ખર્ચ કરશે.
- દેવામાં ઘટાડો:કંપની તેના સુરક્ષિત દેવાની Rs.98 કરોડ સુધીની આંશિક અથવા પૂર્ણ ચુકવણી કરશે, જેનાથી વ્યાજ ખર્ચમાં ઘટાડો થશે અને નફાકારકતા વધશે.
કંપનીની પ્રોફાઇલ અને ઉત્પાદન ક્ષમતા
1991 માં સ્થપાયેલી રાજપૂતાના સ્ટેનલેસ લિમિટેડ આજે સ્ટેનલેસ સ્ટીલના લોન્ગ અને ફ્લેટ ઉત્પાદનોમાં વિશાળ અનુભવ ધરાવે છે. કલોલ, ગુજરાત ખાતે 35,196 ચોરસ મીટરમાં ફેલાયેલું આધુનિક ઉત્પાદન એકમ ઈન્ડક્શન ફર્નેસ, AOD, CCM અને રોલિંગ મિલ જેવી સુવિધાઓથી સજ્જ છે.
કંપનીના મુખ્ય ઉત્પાદનોમાં:
- બિલેટ્સ અને કાસ્ટ ઇન્ગોટ્સ:જે ફોજિંગ અને રિંગ રોલિંગ પ્રોસેસમાં વપરાય છે.
- હેક્સાગોનલ બાર્સ:જેનો ઉપયોગ નટ્સ, વાલ્વ અને ફાસ્ટનર્સ બનાવવા માટે થાય છે.
- વૈવિધ્યસભર ગ્રેડ:કંપની 80 થી વધુ વિવિધ ગ્રેડમાં ઉત્પાદનો પૂરા પાડે છે.
વૈશ્વિક હાજરી અને ગ્રાહક આધાર
કંપની તેના ઉત્પાદનો ભારતીય બજાર ઉપરાંત અમેરિકા (USA), યુએઈ (UAE), તુર્કી, કુવૈત અને પોલેન્ડ જેવા દેશોમાં નિકાસ કરે છે. કંપનીના ઉત્પાદનો એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોટિવ, એવિએશન અને ઓઈલ એન્ડ ગેસ જેવી હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝમાં કાચા માલ તરીકે વપરાય છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીમાં 400 થી વધુ કુશળ કર્મચારીઓ કાર્યરત છે.
મજબૂત નાણાકીય પ્રદર્શન
છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે:
- કુલ આવક:નાણાકીય વર્ષ 2025 માં Rs.937.49 કરોડની આવક થઈ હતી.
- નફો (PAT):માર્ચ 2025 ના અંતે ચોખ્ખો નફો Rs.39.85 કરોડ હતો, જે સપ્ટેમ્બર 2025 ના અર્ધવાર્ષિક ગાળામાં જ Rs.24.41 કરોડ સુધી પહોંચી ગયો છે.
- નેટવર્થ:સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીની નેટવર્થ વધીને Rs.176.65 કરોડ થઈ છે.
Aajna Samachar