પૂજ્ય મોરારી બાપૂએ પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી

Spread the love

ગુજરાત, અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા વિશે દુઃખ પ્રગટ કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ માનસ શ્રીનગર રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.

તેમણે ઉમેર્યું હતું કે, કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ. હું પરમ સ્નેહી અરૂણભાઇને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. 5 લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે.


Spread the love

Check Also

અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ના ચહેરા તરીકે હેપ્પી હોસ્ટ પ્રિયાંક દેસાઈ ચમક્યા

Spread the loveઅમદાવાદ 30 એપ્રિલ 2025 – અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) 2025 એ સિનેમા, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *