ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરશે

Spread the love

અમદાવાદ 17 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી પાવરફુલ ગ્રૂપ દ્વારા ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય “ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગસાહસિક બનો” છે.

આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકોને ફંડિંગ, ઇન્ક્યુબેશન, મેન્ટરીંગ અને ફ્યુચર ગ્રોથની સંભાવનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માહિતગાર કરવામાં આવશે. બિઝનેસ લીડર્સ અને ઉભરતા ઉદ્યોગસાહસિકો બંને દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવેલા આ સેશનમાં યોગ્ય સલાહ અને સહયોગ માટેની તકો પ્રદાન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પેનલમાં જાણીતા ઉદ્યોગ,નિષ્ણાતો જેમ કે કેન્ડોર લીગલ એન્ડ ઇન્ડસ મેન્ટર્સના સ્થાપક શ્રી મનસ્વી  થાપર,  ઈઇન્ફો ચિપ્સના સહ-સ્થાપક શ્રી સુધીર નાઈક, અયમા ક્રિએશન્સનાં ડિરેક્ટર સુશ્રી મીના કાવિયા, લેખક અને ઇન્ટરનેશનલ કીનોટ સ્પીકર અને સલાહકાર  શ્રી કુણાલ દેવમાને, પાવરફુલ ગ્રુપના ગ્લોબલ હેડ બિઝનેસ એન્ડ નેટવર્કિંગ અને સ્વરાભ્ભના સ્થાપક નેહલ મહેતા ઉપસ્થિત રહેશે.

આ પ્રતિષ્ઠિત લીડર્સ  ઉદ્યોગસાહસિકતા પર નવા દ્રષ્ટિકોણ શેર કરશે અને ભારતીય અને વૈશ્વિક બિઝનેસ લેન્ડસ્કેપ્સ બંનેમાં પોતાના અનુભવો વિશે વાત કરશે.

આ કાર્યક્રમ અંગે વાત કરતા પાવરફુલ ગ્રૂપના સ્થાપક સુશ્રી વસુંધરા પવારે કહ્યું કે, “ભારત અવિશ્વસનીય ગ્રોથ  અને પરિવર્તનના શિખર પર છે.  ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપ અભૂતપૂર્વ ગતિએ વિકસી રહ્યું છે અને વર્તમાન અને ભાવિ પડકારો વિશે જાણકાર રહેવા માટે બિઝનેસ લીડર્સ માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ મહત્વાકાંક્ષી અને સ્થાપિત ઉદ્યોગસાહસિકોને આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ખીલવા માટે જરૂરી સાધનો, જ્ઞાન અને જોડાણોથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમે રસ ધરાવતા દરેકને હાજરી આપવા અને પેનલના સભ્યોની કુશળતાનો લાભ મેળવવા પ્રોત્સાહિત કરીએ છીએ.”

આ એક બિઝનેસ ગેધરિંગ નથી, પણ વિશિષ્ટ પેનલ ડિસ્કશન  થકી એક બીજાની સાથે જોડાવું શીખવું અને બિઝનેસની નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો એક સુવર્ણ અવસર પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ઉદ્યમીઓ જે પડકારોનો સામનો કરે છે તેનો સામનો કરવા માટે ખાસ કરીને ક્યુરેટેડ ડિસ્કશન અને ગ્રોથ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કામ કરશે.

આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે શુક્રવાર, 20 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યે કરવામાં આવ્યું છે.

પાવરફુલ ગ્રૂપ નવીનતા અને રોકાણ આધારિત નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને સપોર્ટ આપવા તેમજ બિઝનેસ લીડર્સને એકસાથે લાવવા માટે સમર્પિત છે.

એએમએ એ પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થા અને ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA)ના સ્થાપક સભ્ય તરીકે ભારતમાં મેનેજમેન્ટ શિક્ષણ અને વ્યાવસાયિક વિકાસને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *