એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

Spread the love

– પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બીબ વિતરણ સમારોહ યોજાશે, દોડવીરોને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે.

– પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી વિજય ગુર્જરે મેરેથોનનું પોસ્ટર લોન્ચ કર્યું.

– 30 જૂનના રોજ દેશભરના યુવાનો ‘ક્લીન સુરત, ફિટ સુરત’ અને નો ડ્રગ્સ ના સંદેશ સાથે દોડશે.

સુરત, 28 જૂન:  સુરતના લોકો તેમના શહેરમાં એસકે સુરત મેરેથોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 30મી જૂને IIEMR અને એસકે ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે એસકે સુરત મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે. ઈવેન્ટમાં દેશભરના યુવાનો 21 કિમીની હાફ મેરેથોન, 10 કિમી, 5 કિમી અને 3 કિમીની ડ્રીમ મેરેથોનમાં સ્વચ્છ સુરત, ફિટ સુરત અને નો ડ્રગ્સ ના સંદેશ સાથે જોવા મળશે.

આ પહેલા 29 જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી બીબ એક્સપોનું આયોજન કરવામાં આવશે, જેમાં રજીસ્ટર્ડ રનર્સને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પેસર મીટ અને એમ્બેસેડર મીટ પણ થશે.

સુરત પોલીસ કમિશનરે પોસ્ટર વિમોચન કર્યું –

એસકે મેરેથોનમાં સુરત પોલીસ પણ સહકાર આપી રહી છે. આ શ્રેણીમાં સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી વિજય ગુર્જરે એસકે સુરત મેરેથોનનું પોસ્ટર વિમોચન કર્યું હતું. આ દરમિયાન એસ.કે. સુરત મેરેથોનના આયોજક શ્રી મુકેશ મિશ્રા અને મેરેથોનના સંયોજક શ્રી ડેની નિર્બાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, બોલીવુડ અભિનેતા શર્મન જોષી અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશ મવાણી એસકે સુરત મેરેથોનને ફ્લેગ ઓફ કરાવતા જોવા મળશે.

વિજેતાને 21 હજાર રૂપિયાનું ઇનામ મળશે –

એસકે સુરત મેરેથોનમાં મેલ અને ફિમેલ કેટેગરી રાખવામાં આવી છે. 21 કિમી હાફ મેરેથોનના વિજેતાને 21 હજાર રૂપિયા, 10 કિમી 10Kના વિજેતાને 11 હજાર રૂપિયા અને 5 કિમીના વિજેતાને મળશે. સુરત સ્પિરિટ રનના વિજેતાને અન્ય ઈનામો સાથે રૂ. 5100 આપવામાં આવશે.


Spread the love

Check Also

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા એક અઠવાડિયા સુધી ચાલનારા બ્લડ પ્રેશર અને ઇસીજી ફ્રી સ્ક્રીનીંગ કેમ્પ થકી પ્રિવેન્ટિવ હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

Spread the loveઅમદાવાદ ૧૭ મે ૨૦૨૫: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન ડે-૨૦૨૫ના ઉદ્દેશોના સમર્થનમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *