પીએનબી મેટલાઈફ અને ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્ક સમાવેશક જીવન વીમા વિકલ્પો માટે એકસાથે આવે છે

Spread the love

નવી દિલ્હી 30 January 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) અને ઈન્ડિયા પૉસ્ટપૅમેન્ટ્સ બૅન્ક (આઈપીપીબી) વ્યૂહાત્મક બૅન્કઍસ્યોરન્સ જોડાણમાં પ્રવેશ્યા છે, જેનો ધ્યેય દેશભરમાંના કરોડો લોકો માટે જીવન વીમા ઉકેલોની પહોંચ વધુ આસાન બનાવવાનો છે. પીએનબી મેટલાઈફનો જીવન વીમા ઉત્પાદનોનો સમાવેશક પૉર્ટફૉલિયો આઈપીપીબીના ભારતભરમાં 110 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપતા 650 બૅન્કિંગ આઉટલેટ્સના વ્યાપક નેટવર્ક સાથે ભારતમાંના દરેક ઘર સુધી જીવન વીમા ઉકેલો પહોંચાડશે અને ગ્રાહકોને તેમનાં મોટાં સપનાં સુરક્ષિત કરવામાં મદદ કરવાની સાથે દેશભરમાં આર્થિક સર્વસમાવેશકતામાં વધારો કરશે.

પીએનબી મેટલાઈફના એમડી અને સીઈઓ સમીર બંસલે જણાવ્યું હતું કે, “ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્ક સાથે ભાગીદારી કરવી એ અમારા માટે વ્યાવસાયિક સહયોગથી કંઈક વધુ છે –તમામ ભારતીય માટે જીવન વીમા સુધીની પહોંચ આસાન બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતા છે. વીમો એ માત્ર એક ઉત્પાદન નથી, પણ પરિવારો માટે સલામતી અને લવચિકતાનું વચન છે એ વાતનું પ્રતિબિંબ આ ભાગીદારીમાં ઝીલાય છે. સાથે, અમારો ધ્યેય સૌ કોઈ માટે આર્થિક સમાવેશકતાને પ્રાપ્ત કરવાની દિશામાં અર્થપૂર્ણ પગલું લેવાનો છે, જે ‘મિલકર લાઈફ આગે બઢાએ’ની ભાવનાને વળગી રહેવાનો પ્રયાસ છે.”

ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્કના એમડી અને સીઈઓ આર. વિસ્વેસ્વરમે નોંધ્યું હતું કે, “આખા રાષ્ટ્રમાં સર્વસમાવેશક આર્થિક સેવાઓ પૂરી પાડવાના સિદ્ધાંત સાથે ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્કની સ્થાપના કરવામાં આવી હતી. પીએનબી મેટલાઈફ સાથે ભાગીદારી અમને અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલા જીવન વીમા ઉત્પાદનોની વ્યાપક શ્રેણી ઑફર કરી આ મિશનને આગળ વધારવાની છૂટ આપે છે. સાથે મળી અમે, અમારા ગ્રાહકોની આર્થિક સુરક્ષા માટે વધુ મજબૂત વાતાવરણનું સર્જન કરી રહ્યા છીએ ”

બંને સંસ્થાઓ ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અસરકારક, ઉપભોક્તા અનુરૂપ હોય એવી સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. તેમનાં સબળ પાસાંને એકત્ર લાવી પીએનબી મેટલાઈફ અને આઈપીપીબી જીવન વીમા જાગરુકતા તથા ભારતભરમાં વધુ પરિવારોને બહેતર સુરક્ષા પૂરી પાડવા માટે સુદૃઢ વાતાવરણ પૂરું પાડશે.

 


Spread the love

Check Also

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

Spread the love ગુજરાત, અમદાવાદ ૧૪ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *