વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા, મંદિરમાં આયોજિત વિવિધ પૂજામાં ભાગ લીધો

Spread the love

ગુજરાત, સોમનાથ ૦૨ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતી કાલે બે દિવસ ગીરની મુલાકાતે છે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. એક કલાક જેટલા મંદિરમાં રોકાણ દરમિયાન મોદીએ મંદિરમાં આયોજિત વિવિધ ધાર્મિક પૂજા અને દર્શનમાં ભાગ લીધો હતો.

ભગવા કપડામાં સજ્જ થયેલા નરેન્દ્ર મોદીએ મંદિર પરિસરમાં પરિક્રમા પણ કરી હતી અને ત્યારબાદ તેઓ તેના આગળના કાર્યક્રમ માટે સાસણ જવા રવાના થયા હતા.

વડાપ્રધાન મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન: સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે આવ્યા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ મહાકુંભ પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવશે તે પ્રતિજ્ઞાને આજે સોમનાથ આવીને ભોળાનાથના દર્શન કરીને તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી.

સોમનાથનો કાર્યક્રમ બે કલાક મોડો શરૂ થયો હતો. એકદમ ભગવા વસ્ત્રમાં શુસજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના ચરણોમાં દર્શન પૂજા અને અભિષેક માટે પહોંચ્યા હતા. અહીં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનુ ધાર્મિક વિધિ વિધાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદી સામેલ થયા હતા.

મોદીએ માર્કન્ડેય પૂજામાં લીધો ભાગ: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ સોમનાથ મુલાકાત હતી. અગાઉ તો વર્ષ 2017 માં વડાપ્રધાન બન્યા બાદ સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા, ત્યારબાદ તેમની આ બીજી મુલાકાત છે. આજની મુલાકાતમાં એકદમ ભગવા વસ્ત્રોમાં વડાપ્રધાન મોદી શિવના ભક્ત તરીકે મંદિર પરિસરમાં ઉપસ્થિત થયા હતા. મંદિરમાં આયોજિત માર્કેન્ડેય પૂજામાં ભાગ લીધો હતો, ત્યારબાદ મહાદેવને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.

સુવર્ણ કળશની પૂજા પણ કરવામાં આવી: આ પૂર્વે મંદિરમાં પ્રવેશતાની સાથે જ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ પર પવિત્ર ગંગાજળનો અભિષેક કરીને સોમનાથ મંદિરની પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન મંદિરના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટી છાત્રો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન મોદીની પૂજામાં સહભાગી થયા હતા. મોદી દ્વારા આજે 100 સુવર્ણ કળશની પૂજા પણ કરવામાં આવી હતી. આ પૂજા થયેલા કળશ સોમનાથ મંદિરના શિખર પર લગાવવામાં આવશે, ત્યારબાદ મોદીએ મંદિર પરિસરની પરિક્રમા કરીને સોમનાથ મહાદેવ પ્રત્યે તેમની આસ્થા પ્રગટ કરી હતી.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *