પિઝા હટ લોન્ચ કરે છે રસદાર મોમોઝ અને ચીઝી પિઝાનું અનોખું સંયોજન, મોમો મિયા પિઝા

Spread the love

અમદાવાદ 04 ઓક્ટોબર 2024: નવી દિલ્હી : ભારતની સૌથી પ્રિય અને વિશ્વસનીય પિઝા બ્રાન્ડ, પિઝા હટે એના પ્રકારનું પહેલ વહેલું સંયોજન, પિઝા હટના સિગ્નેચર, ચીઝી પાન પિઝા ઉપર મસાલેદાર શેઝવાન સૉસ અને તેના પોપડામાં રસદાર સ્ટ્રીટ-સ્ટાઈલ મોમોઝ, મોમો મિયાપિઝા લૉન્ચ કરેલ છે.વેજ અને નોન-વેજ બંને વિવિધતામાં ઉપલબ્ધ, Momo Miapizza આઇએનઆર 269 ના સરસ મૂલ્યે શરૂ થાય છે.

મોમો મિયાના વેજિટેરિયન વિવિધતામાં કેપ્સિકમ, ઓનિયન અને સ્વીટ કોર્નના ટોપિંગ સાથે, મોંમાં પાણી લાવી દે તેવા વેજીટેબલ મોમોઝથી તરબોળ સરસ મઝાનો ક્રન્ચી પાન પિઝા બેઝ છે. નોન-વેજિટેરિયન વિવિધતા ઓનિયન શેઝવાન ચિકન મીટબોલ, કેપ્સિકમ અને ઓનિયન ટોપિંગ્સ સાથે આવે છે, જેમાં કિનારીઓની આસપાસ રસદાર ચિકન મોમોઝ હોય છે. પરંતુ જાદુ ત્યાં જ અટકતો નથી – દરેક મોમોની નીચે બોલ્ડ અને મસાલેદાર શેઝવાન ચટણીની બીજી એક છુપાયેલી પરત હોય છે, જે દરેક બાઇટ માટે એક તમતમતો સ્વાદ લઈને આવે છે. ચીઝી પિઝાનો મઝાનો ભરપૂર ટેક્સ્ચર અને રસદાર મોમોઝની આહલાદક રચના સાથે મસાલેદાર શેઝવાન સૉસના બોલ્ડ ફ્લેવર ગ્રાહકોને પસંદ આવશે.

લોંચ પર બોલતા, પિઝા હટ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના મેનેજિંગ ડિરેક્ટર, રોહન પેવેકરે જણાવ્યું, “ઇનોવેશન હંમેશા પિઝા હટના હાર્દમાં રહ્યું છે. વર્ષોથી, અમે સતત સ્વાદિષ્ટ અને સંશોધનાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી છે જે અમારા ગ્રાહકોની ની અપેક્ષાઓની સીમાઓને આગળ ધપાવે છે. મોમો મિયા પિઝા એક ઉત્તમ ઉદાહરણ છે. ” અમે અમારા ગ્રાહકો માટે -મોમોઝ અને પિઝા -ભારતની બે સૌથી પ્રિય ફૂડ આઇટમ્સનું આ અનોખું મિશ્રણ લાવવા બાબતે ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે મોમો મિયા નવા અને રોમાંચક ફૂડ અનુભવો શોધનારાઓને પસંદ આવશે.”

મોમો મિયાપિઝા સમગ્ર ભારતમાં તમામ 890+ પિઝા હટ રેસ્ટોરન્ટમાં ડાઇન-ઇન, ડિલિવરી અને ટેક-વે માટે ઉપલબ્ધ છે. આ બ્રાન્ડ આકર્ષક મૂલ્યના ડીલ્સ અને કોમ્બોઝ ઑફર કરી રહી છે જેમ કે 1 જણા માટે આઇએનઆર 299 થી શરૂ થતું ‘મોમો મિયા મીલ’, જેમાં એક મોમો મિયા વેજ અથવા નોન-વેજ પિઝા, એક પેપ્સી PET બોટલ સાથેનો સમાવેશ થાય છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *