પારુલ યુનિવર્સિટીએ ડાયનેમિક ઓનલાઈન કોર્ષિસમાં વધારો કર્યો : શૈક્ષણિક ઉન્નિતિ માટે આજે રજિસ્ટ્રેશન કરાવો

Spread the love

ભારત 13મી મે 2024: ગુજરાતની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંની એક પારુલ યુનિવર્સિટી ઓનલાઈન વડોદરા એ  પોતાના ઓનલાઈન અભ્યાસક્રમોની વિવિધ રેન્જના માધ્યમથી ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અવસરોની તકોને શોધવા માટે  એક ગેટવેના રૂપમાં કામ કરે છે. યુવા વિદ્યાર્થીઓમાં ફ્લેક્સીબલ અને એક્સેસિબલ એજ્યુકેશનની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલ આ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ વ્યાપક રેન્જ ઓફર કરે છે. આ પ્રોગ્રામ્સ ખાસ કરીને શિક્ષણના નિરંતર વિકસિત થઇ રહેલા પરિદૃશ્યને પૂર્ણ કરે છે અને વિદ્યાર્થીઓને પોતાના સંબંધિત ક્ષેત્રોની જટિલતાઓને નેવિગેટ કરવા માટે જરૂરી કૌશલ્ય પ્રદાન કરે છે.

ઓનલાઈન પ્રોગ્રામ્સ સાથે ભવિષ્યને અપનાવો

પોતાના વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય આપવા માટે પારુલ યુનિવર્સિટીએ એવા યુગમાં ઓનલાઈન શિક્ષણને અપનાવ્યું છે, જ્યાં ડિજિટલ પરિવર્તન ઉદ્યોગોને નવો આકાર આપી રહ્યું છે. યુનિવર્સિટીના ઓનલાઈન પ્રોગ્રામ્સ વિવિધ શાખાઓમાં ફેલાયેલા છે, જેમાં નીચે મુજબના કોર્ષિસનો સમાવેશ થાય છે. 

  1. બિઝનેસ અને મેનેજમેન્ટ
  • ઓનલાઈન MBA – વિદ્યાર્થીઓને વ્યાપક વ્યાપારી કુશળતા અને નેતૃત્વ કૌશલ્યથી સજ્જ કરવું
  • ઓનલાઈન BBA – ઇચ્છુક બિઝનેસ પ્રોફેશનલ્સના ભવિષ્ય માટે તૈયાર અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ
  1. મેથેમેટિક્સ(ગણિત)
  • ઓનલાઈન MSc – તમારા પસંદ કરેલા ક્ષેત્રમાં પોતાની કારકિર્દીને આગળ ધપાવવા માટે વિશેષ જ્ઞાન અને અદ્યતન કુશળતા મેળવો.
  1. કોમ્પ્યુટર સાયન્સ અને આઈ.ટી
  • ઓનલાઈન એમસીએ – કોમ્પ્યુટર એપ્લીકેશન અને અત્યાધુનિક ટેક્નોલોજીઓમાં એક્સપર્ટ અંગે
  • ઓનલાઈન BCA – શીખનારાઓને પ્રોગ્રામિંગ અને કોમ્પ્યુટર વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો પ્રદાન કરે છે

૪. કોમર્સ અને ફાઇનાન્સ

  • ઓનલાઈનCom – કોમર્સ, એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જ્ઞાન અને કૌશલ્યો વધારવું

૫. સોશિયલ સાયન્સ

  • ઓનલાઈન MSW – એક વ્યાપક પ્રોગ્રામ, જે વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય અને સમુદાય વિકાસમાં કારકિર્દી માટે તૈયાર કરે છે
  • ક્લિનિકલ સાયકોલોજીમાં ઓનલાઈન MA – માનવ વર્તન અને માનસિક સ્વાસ્થ્યના જટિલ પાસાઓની તપાસ કરે છે
  • જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ઓનલાઈન MA – પત્રકારત્વ અને સમૂહ સંચારની ગતિશીલ દુનિયામાં શ્રેષ્ઠ બનવા માટે તમારી વાર્તા કહેવાની કૌશલ્ય અને મીડિયા સાક્ષરતા કૌશલ્યોને વધુ સારી બનાવો.
  • ઓનલાઇન એમએ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટિચિંગ – ભવિષ્યની પેઢીઓને અંગ્રેજી ભાષાના શિક્ષણમાં પ્રેરિત અને શિક્ષિત કરવા માટે નવીન શિક્ષણ પદ્ધતિ અને ભાષા પ્રાવીણ્યથી સજ્જ કરો.

આ અભ્યાસક્રમો એક ફ્લેક્સીબલ અનુકૂળ શિક્ષણ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ સાથે તેમના શૈક્ષણિક કાર્યોને સંતુલિત કરવાની અનુમતિ પ્રદાન પણ કરે છે. 

વ્યૂહાત્મક ઉદ્યોગ જોડાણ અને માન્યતા 

પારુલ યુનિવર્સિટી ઓનલાઈન એપલ, ટેસ્લા, એમેઝોન, ગૂગલ અને મેટા જેવા ઉદ્યોગના દિગ્ગજો સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવે છે, જે સ્નાતકોને પ્રતિષ્ઠિત કારકિર્દીની સંભાવનાઓ માટે વિશિષ્ટ માર્ગો પ્રદાન કરે છે. ખાસ કરીને NAAC A++ રેટિંગ યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતાના દીવાદાંડી તરીકે ઉભી છે. પ્રોફેશનલ ડોમેન્સમાં પારુલ યુનિવર્સિટી મજબૂત 100% પ્લેસમેન્ટ સહાય પૂરી પાડે છે. મિલિંદ પુરસ્વાની જેવા નોંધપાત્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમને એમેઝોન તરફથી 2.6 CR પેકેજ પ્રાપ્ત થયું. અન્ય ઉત્કૃષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ધૈર્ય કિકાની, અક્ષર પટેલ અને માનસી દલવાણીનો સમાવેશ થાય છે જેમણે અનુક્રમે એમેઝોન, એપલ, ટેસ્લા અને ગૂગલ જેવી કંપનીઓમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, જે અમારા સ્નાતકો દ્વારા હાંસિલ કરવામાં આવેલી સિદ્ધિના સ્તરનું ઉદાહરણ આપે છે. આ સાથે પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની કારકિર્દીને ગતિશીલ રૂપથી તૈયાર કરવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ગ્લોબલ ઓપચ્યુનિટી અને ઇન્ડસ્ટ્રી કનેક્શન

પોતાની વ્યાપક ઓનલાઈન ઓફરો ઉપરાંત પારુલ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધો સેલ પોતાના વર્ચ્યુઅલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રદાન કરે છે. પ્રોગ્રામ્સનો હેતુ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વહેંચવા અને શીખવામાં સંગ્લન થવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે. સેલ દ્વારા વિવિધ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સની સિરીઝનું આયોજન કરવામાં આવે છે. આ પ્રો્ગ્રામ્સ દ્વારા, શૈક્ષણિક નિષ્ણાતો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિષયોની રેન્જ પર પોતાના વૈશ્વિક પરિપ્રેક્ષ્યની આપ-લે કરે છે. શિક્ષણ પ્રત્યેનો આ અભિગમ યુનિવર્સિટીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિમાં ફાળો આપતા પરિબળોમાંનો એક છે.

પારુલ યુનિવર્સિટી પોતાના ડાયનામિક ઓનલાઈન કોર્ષિસમાં પ્રવેશનો વિસ્તરણ તેમની વ્યક્તિગત અથવા વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ સાથે સમાધાન કર્યા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માંગતા વ્યક્તિઓ માટે ઉત્તમ તક રજૂ કરે છે. વિવિધ પ્રોગ્રામ્સની રેન્જ અને ફ્લેક્સીબલ એજ્યુકેશન એન્વાર્યેન્ટ ઓફર કરીને યુનિવર્સિટીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત કરવાનો અને તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં આગળ વધવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે.

યુનિવર્સિટીના ઑનલાઇન અભ્યાસક્રમો વિશે વધુ માહિતી મેળવવા માટે કૃપા કરીને વેબસઆઇટની મુલાકાત લો: https://paruluniversity.ac.in/

 


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *