પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .

Spread the love

પહલ સંસ્થા પહેલેથી જ યુવા સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે ,આ ઉદ્દેશ ને લઈને મકરપુરા , માણેજા અને તરસાલી ના  વિસ્તારમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી વંચિત રહેલા યુવાનોને યોગ્ય માર્ગદર્શન દ્વારા પગભર બનાવવા માટે મકરપુરા ખાતે ‘મેન્ટોરશિપ સ્કિલ સેન્ટર’ ની શરૂવાત કરવામાં આવી.

પહલ સંસ્થા દ્રઢ પણે માને છે કે ભારત એક યુવા દેશ છે અને દેશનું યુવાધન એ દેશના વિકાસ માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે ,આ યુવાનોને પોતાના અને સમાજ માટે ઉત્પાદક બનાવવા એ રાષ્ટ્ર નિર્માણ તરફનું એક પગલું છે.

આ કેન્દ્રનું ઉદ્ઘાટન પ્લાસર ઈન્ડિયાના એમડી શ્રી ફિંક અને એમ.કે.એસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ઉમેશ સંઘવી અને પહેલ-નર્ચરિંગ લાઈવ દ્વારા 03 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર સ્થાનિક યુવાનો માટે આજીવિકાની નવી તકોને સર્જન કરશે અને તેમને પગભર થવામાં મદદરૂપ થશે . આ કાર્યક્રમમાં પ્લાસર ઈન્ડિયાના વિવિધ મહાનુભાવો અને પહલ નર્ચરિંગ લાઈવ્સના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. આ કેન્દ્રમાં સ્થાનિક યુવાનો માટે  બ્યુટી થેરાપિસ્ટ, ટેલરિંગ, કોમ્પ્યુટર અને ધોરણ ૧૦ -૧૨ ના યુવાનો માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં વિષયો માટે  વિશેષ કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવશે . આ ઉપરાંત, પહલ કૌટુંબિક પોષણને ટેકો આપવા અને સજીવખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજી વેચીને આવકના વધારાના સ્ત્રોતમાં મદદરૂપ થાય છે તેમજ  હેલ્થકેર પ્રોગ્રામ, યુવા સશક્તિકરણ માટે ફેલોશિપ પ્રોગ્રામ પણ  ચલાવવામાં આવે  છે.

શ્રી ઉમેશ સંઘવીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ગરીબ સમાજના યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવશે. તેમણે જાહેરાત કરી કે તેઓ 3 વર્ષના સમયગાળામાં વડોદરા જિલ્લામાં અત્યાધુનિક વ્યાવસાયિક તાલીમ અને યુવા માર્ગદર્શન સુવિધાનું નિર્માણ કરશે . પ્લાસર ઈન્ડિયાના મહાનુભાવોએ કેન્દ્રના વ્યાવસાયિક સેટઅપની પ્રશંસા કરી અને આ ઉમદા હેતુનો ભાગ બનીને ખુશી જાહેર કરી .

પહલ કહે છે કે મોટા પાયે મેન્ટોરશિપ સ્કિલ ડેવલપમેન્ટ અને યુવા સશક્તિકરણ અલગ અલગ ઉદ્યોગના સમર્થનથી ઝડપથી શક્ય છે. આવનારા સમયમાં પહલ સંસ્થા ઉદ્યોગના સમર્થન સાથે વધુ મોડલ કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપવા આતુર છે.


Spread the love

Check Also

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે.

Spread the loveમહાત્મા બ્રહ્મ,બુધ્ધાત્મા પરબ્રહ્મ અને પરમાત્મા પરાત્પર બ્રહ્મ છે. કલા,સાધના, શિબીરો,વિદ્યા આ બધું ત્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *