ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) યુનિવર્સિટી સાથે ભાગીદારીઓ મજબૂત બનાવે છેઃ દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટીઓને જોડી

Spread the love

નેશનલ, 16મી મે, 2024: ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપનો હિસ્સો અગ્રણી ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ પ્રદાતા ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) દ્વારા આજે દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટી ભાગીદારોને ઉમેરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આ વિસ્તારિત નેટવર્કમાં હવે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં રસેલ ગ્રુપની નામાંકિત સભ્ય યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, યુકે, વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી જેવી ટોચના ક્રમની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ  પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં યુકેમાં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને યુએસએમાં વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને પ્રભાવશાળી સંશોધન કાર્યક્રમો માટે સૌથી વધુ અગ્રતા અપાય છે. આ ઝંઝટમુક્ત પ્રક્રિયા અને ઝડપી ટર્નઅરાઉન્ડ સમય ભારતીય વિદ્યાર્થીઓને તેમનાં વિદેશમાં શૈક્ષણિક સપનાં સહજ રીતે સાકાર કરવા માટે અનુકૂળતા આપે છે.

આ અવસરે બોલતાં ઓક્સફર્ડ ઈન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપના સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે અમારા ભાગીદારીના નેટવર્કમાં 30થી વધુ યુનિવર્સિટીઓને જોડવાની ખુશી છે. અમે વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને સશક્ત બનાવવા માટે સમર્પિત છીએ અને ઉત્કૃષ્ટતા પ્રત્યે અમારી કટિબદ્ધતા અમારી પ્રોડક્ટોના વિકાસમાં સિદ્ધ છે, જેને ટોચના ક્રમની યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા અપા હોઈ અચૂક અને વધુ ઉત્તમ પરિણામો આપે છે અને સર્વ માટે પહોંચક્ષમ છે. અમે દુનિયાભરના વિદ્યાર્થીઓને વૈવિધ્યપૂર્ણ વિકલ્પો આપવા માટે ભાગીદાર યુનિવર્સિટીઓ સાથે અમારું નેટવર્ક સતત વિસ્તારીએ છીએ.

યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 135થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા માન્યતાપ્રાપ્ત અને અપનાવવામાં આવેલી ઓક્સફર્ડ ઈએલએલટી સંપૂર્ણ ઓનલાઈન ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ અને ટેસ્ટ સેન્ટર આધારિત ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ સાથે ડિજિટલ દુનિયામાં લેન્ગ્વેજ ટેસ્ટિંગને લાવે છે. ઓક્સફર્ડ ઈએલએલટી ઉચ્ચ શિક્ષણમાં પ્રગતિ માટે ઉમેદવારનું વાંચન, શ્રવણ, લેખન અને વાણી કુશળતાનું આકલન કરવા માટે સંરક્ષિત સમાધાન છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકે છે, જેથી નવીનતમ એઆઈ સિક્યુરિટી પગલાં દ્વારા સહાયથી હ્યુમન પ્રોક્ટરિંગ થકી સાનુકૂળતા અને અચૂકતા પૂરી પાડે છે. અચૂકતા અને પહોંચક્ષમતા પર એકાગ્રતા સાથે પરિણામો 48 કલાકમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *