ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ભારત ભરમાં વધારાનાં પરીક્ષા કેન્દ્રો સાથે હાજરી મજબૂત બનાવે છે

Spread the love

રાષ્ટ્રીય ૧૯ માર્ચ ૨૦૨૫: ઓક્સફક્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ ડિજિટલ ભાષા આકલન મંચ છે, જે તેનું ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ ટેસ્ટ સેન્ટર વિસ્તારીને ભારતભરના વિદ્યાર્થીઓ માટે પહોંચક્ષમતા વધારે છે. મદુરાઈ, ભટિંડા, ગંગાનગર, આણંદ અને નડિયાદના ઉમેરા સાથે વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાને પહોંચી વળવા માટે સંરક્ષિત વાતાવરણો લાભ હવે લઈ શકે છે.

ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ માળખાબદ્ધ, ત્રણ કલાકની ઈન-પર્સન ટેસ્ટ ઓફર કરે છે, જે અધિકૃત કેન્દ્રો ખાતે ઓનલાઈન હાથ ધરાતી હોઈ સ્થિર ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે અને લઘુતમ વિચલિતતા વિના ઉત્તમ અનુભવની ખાતરી રાખે છે. આ ફોર્મેટ સુપરવાઈઝ્ડ સેટિંગને અગ્રતા આપતા વિદ્યાર્થીઓ માટે આદર્શ છે, જ્યારે ઓક્સફર્ડ ઈએલએલટી ડિજિટલ સંપૂર્ણ રિમોટ ટેસ્ટ અપનાવનારા માટે ઉપલબ્ધ રહે છે. યુકેના રસેલ ગ્રુપની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત દુનિયાભરમાં 200+ યુનિવર્સિટીઓ પાસેથી આંતરરાષ્ટ્રીય માન્યતા સાથે ઓક્સફર્ડ ઈએલએલટીએ સાનુકૂળ, પહોંચક્ષમ અને વિશ્વસનીય અંગ્રેજી પ્રોફિશિયન્સી એસેસમેન્ટમાં સીમાચિહનો સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે.

“આપણું ટેસ્ટ સેન્ટર નેટવર્કનું વિસ્તરણ ભારતભરના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત અંગ્રેજી ભાષા પરીક્ષા મંચને પહોંચ ધરાવવાની ખાતરી રાખવા માટે વ્યૂહાત્મક પગલું છે. આ નવાં સ્થળો અલગ અલગ પરીક્ષાની અગ્રતાઓને પહોંચી વળતા વિદ્યાર્થી લક્ષી અને ઉચ્ચ ગુણવત્તાના સમાધાન પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે,’’ એમ ઓઆઈડીઆઈ સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી રત્નેશ મિશ્રાએ જણાવ્યું હતું.

આ નવીનતમ ઉમેરા સાથે ઓક્સફર્ડ ઈએલએલટી ગ્લોબલ હવે ઘણાં બધાં શહેરોમાં કાર્યરત છે, જેમાં અમૃતસર, અમદાવાદ, બેન્ગલોર, ચંડીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ, જાલંધર, મુંબઈ અને વડોદરાનો સમાવેશ થાય છે. ઉપરાંત તે કુરુક્ષેત્ર, રાજકોટ, ભટિંડા વગેરે શહેરોમાં વધુ વિસ્તરણ કરશે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *